________________
૪૫૨,
શારદા રત્ન
પ્રાર્થના કરતા પ્રતિજ્ઞા કરી કે, હે પ્રભુ! હું બધું કરીશ અને ધંધામાં જ કમાઈશ. મને જે કંઈ નફો થશે તેમાંથી હું દશમો ભાગ સત્કાર્યોમાં ખચીશ. વિલિયમે ન્યુયોર્કમાં જઈ સાબુ બનાવવાની ફેકટરી શરૂ કરી. પિતાની પાસે એવી ઝાઝી મૂડી હતી નહિ એટલે નાનું એવું સાબુનું કારખાનું શરૂ કર્યું. તેમાં તેને જે ન થતાં તેમાંથી દશમે ભાગ સારા કાર્યોમાં તે ખચી નાંખતે. એ રીતે તે સંપત્તિને સદ્વ્યય કરતે.
રૂપકસાગરે એક દિવસ વાદળને પૂછ્યું–વાદળ! મારું સ્થાન આટલું બધું નીચું કેમ છે? મને શું તારા જેવું ઉંચું સ્થાન ન મળે? વાદળે હસતા હસતા કહ્યું-ભાઈ! દુનિયા તેને જ ઊંચું સ્થાન આપે છે કે જે લોક કલ્યાણ કરે, લેકના હૃદયની તરસ છીપાવે. જ્યારે તું તો ખારે છે. તારી પાસે પાણીની અગાધશક્તિ છે, પણ તે શા કામની ? તેનાથી ફક્ત તું જ તૃપ્ત છે. બીજાને શો ફાયદે? જો વરસું છું તે માનવહૈયા હરખાઈ ઉઠે છે. પ્રકૃતિના બધા તો નાચી ઉઠે છે. બોલ, છે તારામાં આવી શક્તિ ! આ તે એક રૂપક છે. આ રીતે દરેક મનુષ્ય પોતાના સુખને વિચાર ન કરતાં બીજાના સુખને પણ વિચાર કરવો જોઈએ. સંપત્તિ વહેંચવાથી, દીન દુઃખી અને ગરીબને આપવાથી ભલે તે સમયે ઓછી થાય પણ ઉત્કૃષ્ટ ભાવે દેવાથી તેને દેવા કરતાં દશગણું - મળી જાય છે. દુઃખી, અપંગ, અનાથને સંપત્તિ આપવાથી અનેકના હૃદય લીલાછમ થાય છે તે ભૂલવું ન જોઈએ, માટે સંપત્તિને સદ્વ્યય કરતાં શીખે.
ગૌરવભરી પદવી મળે છે દાનના દેનારને,
સ્થાન નીચું સાંપડે છે, સંગ્રહ કરનારને. આ વિલિયમ બહુ સુખી ન હતો, છતાં પોતાને જે ન મળે તેમાંથી દશમ ભાગ સંપત્તિને સદ્વ્યય કરતે. પ્રભુને પ્રાર્થના કરવી, સત્કાર્યોમાં પૈસા ખર્ચવા આ બધી એક પ્રકારની ધર્મક્રિયાઓ છે. આ ધર્મક્રિયાથી વિલિયમને અઢળક કમાણી થવા માંડી. તેણે સાબુનું નામ કોલગેટ રાખ્યું. દંતમંજન પણ તેણે બનાવ્યું. સારી દુનિયામાં “કોલગેટ” દંતમંજન અને સાબુ વિખ્યાત બની ગયા. વિલિયમ તેમાંથી કરોડ રૂપિયા કમાયે. જેવું કમાયે એવું તેણે લખલૂટ દાન પણ કર્યું
! ધન મળવું એક વાત છે અને સંસારના સુખ મળવા એ બીજી વાત છે. ધનવાન હોય તેને સંસારના સુખ મળે એવો નિયમ નથી. ધનવાન હોય પણ સદા બિમાર રહેતે હોય તે તે પાંચ ઈન્દ્રિયોના સુખ કેવી રીતે ભોગવી શકે? એવા ધનવાન શું તમે નથી જોયા કે જે આંધળા હોય, બહેરા હોય, પક્ષઘાતથી પીડાતા હોય, કેન્સરમાં કણસતા હોય, અપંગ હેય, આવા ધનવાનો પ્રિય સુખનો ઉપભોગ નથી કરી શકતા. શરીર નિરોગી હવું પાંચે ઈન્દ્રિય અખંડ અને કાર્યક્ષમ હેવી એ ધર્મનું શુભ ફળ છે. ભવિષ્યમાં જે મળશે તે ધર્મનું ફળ હશે. શાલિભદ્રને સંસારના સુખ મળ્યાં તે શાના પ્રભાવે ? દાનધર્મના પ્રભાવે ને !