________________
શારત રત્ન
४४७
પ્રાણીમાત્રને પાવનકારી પંથે પહોંચવાની પ્રેરણું આપી. અરસપરસના વર શમાવ્યા. રાગદ્વેષના તફાને શાંત કર્યા. પ્રેમમૈત્રીની ભાવના પ્રગટાવી શાંતિનો સંદેશ સંભળાવ્યો. આપણે પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણું જીવન ઉજજવળ બનાવીએ. આજે ભગવાન મહાવીર સ્વામીના જીવન વિશે ઘણું કહેવાયું છે. સમય થઈ ગયેલ છે. વધુ અવસરે.
લાખ લાખ વંદન હે શાસનપતિ પ્રભુ મહાવીરને !”
વ્યાખ્યાન નં. ૪૮ ભાદરવા સુદ ૩ મંગળવાર
તા. ૧-૯-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસ તે આવી ગયે.
पर्वाणि सन्ति प्रोक्तानि, बहूनि जिनागमे ।
पर्युषणा समं नान्यत् , कमेणा मर्मभेदकृत ॥ જિન આગમમાં પર્વો તે ઘણા બતાવ્યા છે પણ પર્યુષણ પર્વ સમાન કેઈ પર્વ નથી કે જે પર્વ કર્મના મર્મને ભેદી નાંખે છે.
નૂતન સૂર્ય નૂતન સંદેશ લઈને આવે છે, તેમ પર્વ દિવસો પણ નૂતન સંદેશ લઈ આવે છે, પણ આ કયારે સમજાય? દિલમાં ભક્તિ હોય, હયું કંઈક સંવેદન અનુભવતું હોય, તે પર્વના દિવસોને સમજી શકાય. આવા મહાન પર્વ રૂપ પર્યુષણ પર્વ દિવ્ય સંદેશ લઈને આવી પહોંચ્યા છે. એ સંદેશ છે આત્મશુદ્ધિનો. આ મહાપર્વ દર વર્ષે આવે છે. એના ગુણગાન દર વર્ષે ગાઈએ છીએ, કારણ કે આપણે સૌ વાતના વડા કરીએ છીએ. વિચારોની રમતમાં રમીએ છીએ. કેવળ શબ્દના સાથીયાથી જીવન ચણતર સુંદર બનવાનું નથી. કેવળ કલ્પનાઓથી મહેલ ચણાઈ જવાનો નથી. એ માટે રેગ્ય સાધન સામગ્રી જોઈશે. એ જ રીતે આ મહાપર્વની ઉજવણી પણ ગતિ અને દૃષ્ટિ માંગે છે.
પર્યુષણ પર્વ જીવને આત્મનિરીક્ષણ તરફ દોરે છે, માટે આ દિવસોમાં આત્મનિરીક્ષણને સંક૯પ કરવાનો છે. દિવાળીમાં માનવી નફાટાનો હિસાબ કાઢે છે, તેમ આ દિવસે ગયા વર્ષથી આ વર્ષ દરમ્યાન ધર્મઘન કેટલું મેળવ્યું કે ગુમાવ્યું તેને હિસાબ કાઢવાનું સૂચવે છે. એ રીતે આ પર્વ દિવાળી જેવું છે. દરેક છાએ રોજના પાપનું રોજ પ્રાયચ્છિત કરી આત્મશુદ્ધિ કરવી જોઈએ. તે ન બને તે પંદર દિવસે એક વખત પાખી પ્રતિક્રમણની યોજના કરાઈ તે ન કરનાર માટે ચાતુર્માસિક પ્રતિક્રમણ ચોજાયું અને તેમાંથી પણ ચૂકી જનાર માટે આ સાંવત્સરિક પ્રતિક્રમણનું મહાપર્વ–પર્યુષણ પર્વ યોજાયું છે. આ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. દિવાળી આવે ને માણસે વાસણને સ્વચ્છ કરે, ઘરને વાળીઝૂડી સ્વચ્છ બનાવે, વસ્ત્રો ધોઈને શુદ્ધ કરે તેમ આ પર્વ માનવીના તનને, મનને અને વચનને શુદ્ધ કરવાનું કહે છે. વસ્તુ જે શુદ્ધ ન હોય તે તેના ઉપયોગ કે