________________
* *
શારદા રત્ન
૪૩૩ સાથે સગાઈ થઈ તે જ મારા પતિ. મેં કહ્યું, પિતાજી! જે તેઓ સાજા સારા હોત તે આપ મને ત્યાં ન પરણવત? માટે હું તો ત્યાં જઈશ. એ રીતે પિતાની ઉપરવટ થઈને આવી છું. હવે આજથી હંમેશને માટે અહીં રહેવાની છું. માજી કહે બેટા! એવું ન હોય. તારી યુવાનીના સ્વપ્ના તું બીજે પૂરા કર. દીકરી ! તારું નસીબ લઈ જાય ત્યાં તું જા. તું આવી ગઈ એટલું બસ છે. દીકરી ! મારા આશીર્વાદ છે કે તેને સુખી ઘર મળે.
એ વહુની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. થોડીવાર પછી હિંમત એકઠી કરીને કહ્યું, મને મારું નસીબ અહીં લઈ આવ્યું છે. આ ઘર મને સુખી કરશે. આ મારું ખરું ઘર છે. આ ઘરમાં ઘણું ઘણું ભર્યું છે. તે મને ભોગવવા દો. મને અહીં રહીને સેવા કરવા દે. કેની સેવા ? બા ! આપ મને શા માટે શરમાવો છે? કેની સેવા ? તમારી અને તમારા દીકરાની. દીકરી એ વિચાર છોડી દે. તારા જેવી સમજુને એવી હઠ ન શોભે. તું અમારા બંનેની આશિષ લઈને જા. મારે આશિષ લઈને જતા રહેવું નથી. હું તે અહીં રહીને આપની આશિષ લેવાની છું. એની ખાત્રી કરવી હોય તે બહાર જઈને જુઓ.
ડોશીમાને થયું એવી તે શી ખાત્રી કરવાનું કહે છે? લાવ, જઈને જોઉં. ડોશીમા. બહાર આવ્યા અને જોયું તો રમણ ઘસઘસાટ ઉંઘતો હતો. તેના ગળામાં વરમાળા હતી અને બીજી એક માળા તેમના હાથ આગળ પડેલી હતી. રમણ જાગ્યા ત્યારે માજીએ તેને બધી વાત કરી. એણે પણ એ જ કહ્યું, માતા ! એવું ન હોય, મારે ખાતર બીજાનું જીવન બરબાદ થાય એ વિચાર મને ધ્રુજાવે છે. તું હમણાં જ જઈને મૂકી આવ. એમાં આપણી શોભા છે. ત્યાં સુધી મને ચેન નહિ પડે. ત્યાં તે આવેલી નવવધૂ અંદરથી બોલી હું ચેન પાડવા જ આવી છું. હું અહીંથી જવાની નથી. મેં વરમાળા એકવાર પહેરાવી દીધી છે. મારી પાસે એ એકજ માળા હતી. હવે બીજા કઈ માટે નથી. તમારા હાથ પાસે પડી છે તે મને પહેરાવી દો, એટલે મારું અહીં. રહેવાનું હવે નકકી થઈ જાય ને બધાને ખાત્રી થાય. મેં તે મનથી ક્યારનું આ ઘરે મારું કરી લીધું છે. મા દીકરાએ, પાડોશીઓએ, બીજા સ્નેહીઓએ બહુ સમજાવી પણ બધાં નિષ્ફળ ગયા. તેના આત્મનિશ્ચય આગળ બધાએ હાર કબૂલી. આ તે કોઈ ખાનદાન કુળની દીકરી છે. એ કંઈ પતિને થયેલા અકસ્માતથી ખાનદાની ન છોડે !
પુત્રવધૂએ ઘરમાં બેઠા જાતજાતની પ્રવૃત્તિઓ કરીને ઘર ચલાવવું શરૂ કર્યું. સાસુની ઘંટી બંધ કરાવી દીધી. હસતે મુખડે તેણે પતિ અને સાસુના જીવનને ભર્યુંભર્યું બનાવ્યું. તેના ગુણેથી વહુ રાંકનું રત્ન ની ગઈ. તેના માટે સમાજમાં પ્રશંસાના ગીતે ગવાવા લાગ્યા. એને માટે બધાને સદભાવ થયો. એ મહોલ્લામાં બધા એને “લાડકી રાણી” નામથી બોલાવવા લાગ્યા. અલ્પ સમયમાં એ નાના મોટા સૌની માનીતી ને સૌને પ્રિય થઈ ગઈ. સાસુને તે ખૂબ સંતોષ છે, જાણે મારા ઘરમાં એક કુળદેવી છે.
*