SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ શારદા રત્ન હશે ? જે એ દીકરો આગમાં ભરપાઈ ગયો હશે તો હું શું કરીશ? તારે મન હાંસી છે પણ મારે મન તો થાય છે. માડીની વાત સાંભળી યુવાનને ખુબ પસ્તાવો થયો. મેં માડીની મશ્કરી કરી એ ખોટું કર્યું છે. તે કહેવા લાગ્યો માજી! ગભરાશો નહિ. ચાલે, હું તમારી સાથે આવું છું. ભગવાન તમારા ભેળા હૃદયની લાજ રાખશે. યુવાન ભાઈ માજીનો હાથ પકડી તેમને જીન પાસે લઈ ગયા. આગ ખૂબ લાગી છે. બેટા ! મારો દીકરે બતાવ. મારા દીકરાનું નામ રમણ છે. તે યુવાને તથા ઘણા ભાઈઓએ તપાસ કરી પણ કયાંય રમણને પત્તે પડતો નથી. જીનને ભાઈ કહે કે આગમાં ઘણું દાઝી ગયા છે તેમને હોસ્પિતાલમાં લઈ ગયા છે, આપ ત્યાં તપાસ કરે. યુવાન ભાઈ અને માજી બંને દવાખાને ગયા. ત્યાં તે કદી ન જોયું હોય તેવું કરૂણ દશ્ય જોવા મળ્યું. દાઝી ગયેલા નાના મોટા ચસે, ચિચિયારીઓ અને રડારોળ કરી રહ્યા હતા. કેટલાય બિચારા આગમાં સાવ ભરખાઈ ગયા હતા, તેથી તેના સ્વજનો પોક મૂકીને રડતા હતા. બધે તપાસ કરે છે પણ રમણ દેખાતો નથી. ડોશીમા ખૂબ રડે છે. શું તે આગમાં ભરખાઈ ગયો નહિ હોય ને ! આંધળાની લાકડી લૂંટાઈ ગઈ તે નહિ હેય ને! દીકરા વગર શું કરીશ ? ભાઈ કહે મા-! હિંમત રાખે. હમણું હું અપને દીકરો બતાવું છું. ભાઈ રૂમે-રૂમે ને ખાટલે–ખાટલે ફરી આવ્યો, તપાસ કરતાં છેલ્લે એક રૂમમાં રમણને છે. તે ખૂબ દાઝી ગયો છે. નર્સ તેની સેવા કરી રહી છે. ભાઈ માજીને ત્યાં લઈ આવ્યો. દીકરાને જયે. નર્સને પૂછે છે બેન ! મારે છે. દીકરે જ્યાં દાઝયો છે? એટલું પૂછતાં ડોશીમા પછાડ ખાઈને પડયા. કાળ કપાંત કરવા લાગ્યા. રમણ ખૂબ દાઝેલો હતું તેથી બેભાન અવસ્થામાં પડયો હતે. કમનસીબે તેની છાતીને ભાગ દાઝી ગયો હતો. એટલું જ નહિ પણ એ નિર્દય અગ્નિવાળા એની બંને આંખને પણ ભરખી ગઈ હતી. નર્સે વિચાર કર્યો કે જે હું એકદમ માજીને સત્ય વાત કહીશ કે આટલું બધું દાઝયો છે તે તે શું કરશે ? જે માં જોતાં જ પછાડ ખાઈને પડી તે આ સમાચાર સાંભળતા શું કરશે ? તેણે ધીરેથી મધુર અવાજે કહ્યું, મા ! તમે રડશો નહિ. તમારા દીકરાને સારું થઈ જશે. તમારા દીકરાની છાતી બળી ગઈ છે ને બંને આંખના પડદા અને કીકી બધું બળી ગયું છે, તેથી આંખે ચાલી ગઈ છે. આ સાંભળતા માતા પછાડ ખાઈને પડી. અરરર. મારો દીકરો આટલું બધું દાઝી ગયો! માતાના વાત્સલ્યના વહેણ અલૌકિક હોય છે. ખરેખર માતાની તે સંતાને પ્રત્યે અસીમ મમતા હોય છે. પછી માજી નર્સને કહે છે બહેન ! તું મારી દીકરી છે. આ દીકરો આ ગરીબ માતાનું એકનું એક રતન છે, એને કોઈ હિસાબે બચાવ. હું તારો ઉપકાર કયારે પણ નહિ ભૂલું. નર્સ કહે માજી! તમારા દીકરાની આંખો તે ગઈ તે ગઈ પણ બીજું બધું સારું થઈ જશે પણ તેની છાતીની ચામડી ખલાસ થઈ ગઈ છે, માટે નવી ચામડી લગાડવી પડશે. દીકરી! મારી ચામડી ઉતારી લે. મારો આ ઘરડો દેહ સાર્થક થશે. જુઓ માતાનું હેત ! દીકરા માટે કેટલું વેઠવા તૈયાર થાય છે ! પિતાના દહની પણ દરકાર કરતી નથી.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy