________________
૪૧૯
શારદા રત્ન | વહેચાઈ ગયું. અનાથ, ગરીબ, અપંગને પ્રેમથી આપી દીધું. મને લાગ્યું કે મારા કરતા તેમને વધુ જરૂર હતી. તેમનું દુઃખ મારાથી જોયું જતું ન હતું.
પત્ની તો પતિની વાત અવાક બનીને સાંભળી રહી. તે પોતાના પતિને બરાબર ઓળખતી હતી. પતિના કરૂણાસભર હૈયાને તેણે કયારેય નિર્દયતાથી તડયું ન હતું. પિતાની ગરીબાઈથી ચિંતાતુર હોવા છતાં ય તેણે સંયમ રાખ્યો. તેમના ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હતા, છતાં આ વાત સાંભળીને મનમાં જરા પણ દુઃખ ન થયું. તે પત્ની આજની પત્ની જેવી ન હતી. તેના સ્થાને જે આજની પત્ની હોત તો એમ કહી દેત કે તમારે દઈને નવરા થઈને બેસી જવું છે, પણ ચિંતા કેને? ઘરના છોકરા ઘંટી ચાટે ને દાન દેવા નીકળી પડ્યા છે ! હવે આપણે શું કરીશું? જે દેવું હતું તે થોડું દેવું હતું ને હું તે આપણા માટે રાખવું હતું ને? પણ આ કવિની પત્ની એવી ન હતી. તેણે પ્રસન્ન ચિત્તે કહ્યું નાથ ! આપે ઘણું ઉત્તમ કર્યું છે. આપનું હૃદય દયાળુ છે. આપ કરૂણના સાગર છે ! તમે દુઃખીના દુઃખને જોઈ શકતા નથી. હવે આપ આરામ કરે. હું ખીચડી બનાવું પછી આપણે જમીએ.
મહાકવિ જે દાળ ચોખા લાવ્યા હતા તેની પત્નીએ ખીચડી બનાવી. ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે. માઘકવિ અને તેની પત્ની બંને જમવા બેઠા. શેર ખીચડી હતી તેમાંથી અડધી-અડધી લઈને જમવા બેઠા. ત્યાં કોઈકે બારણાની સાંકળ ખખડાવી. કવિ કહે, કેઈ આવ્યું લાગે છે, એટલે ઉભા થઈને સાંકળ ખેલી. કવિ બહાર ગયા ત્યારે એક ગરીબ માણસ રડતા રડતે કવિના પગમાં પડીને કહે છે મા-બાપ! હું ત્રણ દિવસનો ભૂખ્યો છું. મને થોડું આપોને ! તમે ડું આપશો તે તમને ઘણું મળશે. તમે દિલાવર દિલથી દેશે તે તમને હજારગણું મળવાનું છે, પણ એકવાર દિલથી છોડે તે ને! કંઈક જીવોને ઘણું મળ્યું છે, પણ લોભવૃત્તિ એટલી જોર કરતી હોય છે કે તે છોડી શકતા નથી. જ્ઞાની કહે છે વિચાર કરો. આવ્યા ત્યારે શું લઈને આવ્યા છે ને જશે ત્યારે શું લઈને જવાના છે. જે સંસાર નભાવે છે, તે માટે કેટલી બધી જરૂર માને છે ? આટલા વાસણ, આટલા ગાદલા, આટલી ખુરસી, આટલા સાધન અને અમુક લક્ષમી તે જોઈશે જ! પણ આત્મા માટે નક્કી કર્યું છે? બસ, હવે મને આટલી સંપત્તિ મળી ગઈ, હવે મારે વધારે નથી જોઈતી, હું સંતોષના ઘરમાં આવું. જ્યાં સુધી જીવનમાં સંતેષ નથી આવતે ત્યાં સુધી ભરૂપી ખાડાને જેમ જેમ તે પૂરવા ધારે છે તેમ તેમ તે વધતે રહે છે. કહ્યું છે કે
अपि नामेष पूर्येत पयोभिः पयसा पतः।
न तु त्रैलोक्य राज्येऽपि प्राप्ते लोभः प्रपूर्यते ॥ સમુદ્રમાં ગમે તેટલું પાણી જાય તે પણ તે પૂર્ણ થતો નથી. ધારો કે કદાચ તે પૂર્ણ થાય પણ ત્રણ લેકનું રાજ્ય મળવા છતાં પણ લેભરૂપી સમુદ્ર કદી પૂર્ણ થત નથી. સમુદ્ર જેમ જળથી પૂર્ણ થાય નહિ તેમ લાભ-સમુદ્ર ગમે તેટલા દ્રવ્યાદિના લાભથી પણ પૂર્ણ થતું નથી. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લભ વૃદ્ધિ