________________
શારદી રત્ન
૪૧૧ આવું કરવાનું ન હોય. સંતને આ રીતે થયું માટે એમાં કંઈક કારણ હશે. સંતે પછી બધું સમજાવ્યું.
આજે પણ દેખાદેખીથી, ઘણું પ્રતિક્રમણ કરે છે, પણ તેના અર્થને જાણતા નથી એટલે પાપ પ્રત્યે હજુ નફરત–વૃણા પેદા થઈ નથી. જીવનમાંથી પાપના આચરણ ઓછા થયા નથી. અરે, પાપ કરવા જેવું નથી એ વિચાર પણ દૃઢ થયો નથી. આ દૃષ્ટાંતમાંથી સાર એ લેવાને છે કે આપણે કદાચ અનુકરણ કરતા હોઈએ તે પણ વિચાર કરે જોઈએ કે અમે સારું અનુકરણ કરીએ છીએ ને! આવું અંધ અનુકરણ નથી થઈ જતું ને? પર્યુષણ પર્વ જેવું આધ્યાત્મિક દષ્ટિ ખોલવાનું મહાન પર્વ અંધ અનુકરણ ન બની જાય તેની કાળજીપૂર્વક આત્માની સાચી ઓળખપૂર્વક આરાધનામાં તન્મય બનીએ તે સફળ બનશે.
આપણે ચાલુ અધિકાર ડીવાર વિચારીએ. વીરસિંહની વાત સાંભળતા ચંદ્રયશને ગુસ્સો આવી ગયા. મારા પિતાને ઘાતક અને મારા પિતા શું બંનેની સ્મશાનયાત્રા સાથે કાઢવાની ? ક્યાં પવિત્ર મારા પિતા અને ક્યાં અધમ કાકા ! એ નહિ બને. વીરસિંહ કહે-મરેલા ઉપર વિર રાખવું ન જોઈએ. વર જીવતા ઉપર રાખવામાં આવે છે. માટે મણિરથ ઉપર હવે વેરભાવ ન રાખતા જે પ્રમાણે તમારા પિતાના શબની અત્યેષ્ઠિ ક્રિયા કરવાના છો તે પ્રમાણે મણિરથના શબની પણ તમારે કરવી જોઈએ. જો તમે અંતિમ ક્રિયા નહિ કરે અને તેના શબને કાગડા, સમડી વગેરે પક્ષીઓ ફેલી ખાશે તે લોકો તમારા માટે શું બોલશે? વીરસિંહના કહેવાથી ચંદ્રયશ માની ગયો, અને મણિરથના શબને ઉપડાવીને યાં યુગબાહુનું શબ હતું ત્યાં લાવ્યા. | મણિરથને એનું પાપ નડ્યું. પોતાની વાસના સંતોષવા એણે સગા ભાઈનું ખૂન કર્યું પણ એનું પાપ જાણે સપના રૂપમાં આવીને એને મારી ગયું. સિનિક મણિરથના શબને રાજભવનમાં લઈ આવ્યા. બંને ભાઈની મશાનયાત્રા સાથે નીકળી. યુગબાહુના મૃત્યુનું કાવત્રુ ઉઘાડું પડી ગયું. મણિરથની પિલી દાસીએ કાવત્રાની ખૂટતી કડીઓ સાંધી આપી. આખા સુદર્શન નગરે પોતાના રાજવી ઉપર ફિટકાર વરસાદ વરસાવ્યો. આખું નગર અને રાજભવન એટલું બધું વ્યગ્ર હતું કે કોઈને મયણરેહા સાંભરતી ન હતી. પિતાના મૃત્યુ દુઃખે ચન્દ્રયશને એટલો બધે આઘાત પહોંચાડ્યો હતે કે એને પોતાની માતાની યાદ પણ ન આવી.
અંતે બંને ભાઈઓની મશાન યાત્રા શરૂ થઈ. યુવરાજ યુગબાહુ પર બધા આંસુઓની અંજલિ આપી રહ્યા હતા, તેમને ફૂલોથી વધાવતા હતા, જ્યારે મણિરથ પર બધી આંખે આગ વસાવી રહી હતી. બંનેની અંતિમ ક્રિયા પતાવી સૌ ઘેર આવ્યા. મણિરથ ઉત્તમ મનુષ્ય જીવનમાં આવ્યો, પણ શું કમાઈ ગ? જુગારીને બાપનો લાખેકોડને વારસો ભલે મળે પણ પરિણામ? જુગારના ચડસમાં ફના ફાતિયા અને દેવામાં જેલ સિવાય બીજું શું? તેમ માણસ પણ અસાર અને ગલીચ ભોગોમાં લુબ્ધ બને છે ત્યારે