________________
શારદા ૨ત્ન
૪૦૫
ઉપશમ આણે, ઉપશમ આણે, ઉપશમ રસમાં નાણે રે, વિણ ઉપશમ જિન ધર્મ ને સેહે, જિમજગ નરવર કાણે રે.
ઉપશમભાવ પ્રગટ કરો આત્મામાં, સ્નાન કરો ઉપશમ રસમાં, ઉપશમભાવ વિના જૈનધર્મ શોભતું નથી. જગતમાં રાજા કાણે હોય તે શોભે ખરે? ના, તેમ જૈનધર્મ ઉપશમભાવ વિના શોભે ખરો ? શમ, ઉપશમ, પ્રશમ બધા સમાન શબ્દ છે. જિનેશ્વર ભગવાનના શાસનમાં આ પ્રશમભાવથી અનેક આત્માઓએ કેવળજ્ઞાન મેળવ્યાના દષ્ટીતે નોંધાયેલા છે. સમ્યકદર્શન ગુણ આત્મામાં પ્રગટ છે કે કેમ? એને નિર્ણય એના સમસંવેગ આદિ લક્ષણેના આધારે કરી શકાય. આસ્થા, વૈરાગ્ય, સંવેગ, અનુકંપા અને પ્રશમભાવ આ પાંચ તો આંતરિક છે. તે આત્માના ભાવ છે. તેની ઓળખ જીવ પિતે કરી શકે અથવા વિશિષ્ટ જ્ઞાની પુરૂષ કરી શકે. તમારામાં સમકિત છે કે નહિ તે હું કહી શકું નહિ, કારણ કે મારામાં એવું જ્ઞાન નથી.
એક ભિખારી બીજા ભિખારીને શું ન્યાલ કરી શકે? એક ગરીબ બીજા ગરીબને શું શ્રીમંત બનાવી શકે ? ના, આપણી પાસે કઈ વિશિષ્ટ જ્ઞાનને વૈભવ નથી. શ્રુતસાગરને જે છે? શ્રતસાગરનું એક બિન્દુ પણ આપણી પાસે છે? અરે એટલું મતિજ્ઞાન : પણ નથી કે સર્વજ્ઞોએ લખેલા સિદ્ધાંતને સારી રીતે સમજી શકીએ. કયાં ચૌદ પૂર્વનું જ્ઞાન! એક પૂર્વ તો નહિ, તેના અસંખ્યાતમા ભાગ જેટલું પણ જ્ઞાન આપણને નથી. ૩૨ સિદ્ધાંતેનું જ્ઞાન નથી, સૂત્રો યાદ નથી, અર્થની ખબર નથી, પછી અનુપ્રેક્ષકો હોય જ કયાંથી ? ગુજરાતીમાં જુની કહેવત છે કે “સૂંઠને ગાંગડે ગાંધી”! એવી સ્થિતિ આજે આપણી છે. કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી છતાં માને કે હું જ્ઞાની. હું તે પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરું છું કે મારે બીજું કંઈ નથી જોઈતું, માત્ર મારી જિંદગી આમ નિરીક્ષણ કરવામાં પૂરી થાય એટલું મને આપજે.
તમારામાં સમ્યગ્ગદર્શન છે કે કેમ? તેને નિર્ણય કરવા માટે જ્ઞાની પુરૂષોએ થર્મોમીટર આપ્યું છે, પણ જોતાં આવડવું જોઈએ. તમારા પરિણામ–અધ્યવસાય ઉપરથી આપ જાણી શકો. સમકિત પામ્યા પહેલાં આયુષ્યને બંધ પડી ગયો હોય તે સમતિ દષ્ટિ આત્માને પણ ક્યારેક નરકમાં જવું પડે, તે ત્યાં પણ તે આત્મા ઉપશમભાવને અનુભવ કરે. તે આત્મા તો એ વિચારે કે મારા બાંધેલા કર્મોનું ફળ મારે ભોગવવું પડે, એમાં શી નવાઈ ! જે કાર્ય કારણ ભાવ સમજે છે તેનું દુઃખ અડધું ઓછું થઈ જાય છે. દુઃખનું કારણ જાણે છે ? દુઃખ શાથી આવે ? “Timત યુવ” પાપથી દુઃખ આવે. આ કાર્ય કારણ ભાવનું જ્ઞાન છે ને ? જો આ જ્ઞાન છે તો દુઃખ આવે ત્યારે એમ જ વિચારો કે આ મારા પાપોનું ફળ છે, માટે મારે ભોગવવાનું, તે પણ સમતા ભાવથી. સમ્યફદર્શનના પ્રકાશમાં આ જ્ઞાન થઈ જાય કે આ મારા બાંધેલા કર્મોથી હું દુઃખી છું, તે તેને વધુ દુઃખ નહિ લાગે ને આવેલાં દુઓને શાંતિથી સહન કરશે. અશાતા વેદનીય કર્મને ઉદય હોય એટલે શારીરિક દુઃખ તે સહન કરવું પડે, પણ માનસિક દુઃખ ઓછું થાય.