________________
શારદા રહ
૩૦૩
સમાચાર સાંભળી પદ્મરથને નમન કરશે અને તે શત્રુ રાજાઓને નમન કરતા જોઈ પદ્મરથને એવા વિચાર થશે કે જે વૈરી રાજાએ મારી આગળ મસ્તક નર્સાવતા ન હતા. તેઓ આજે પેાતાની મેળે આવીને મને માથું નમાવે છે તે આ બાળકનો પ્રતાપ છે. આ પ્રમાણે પ્રસન્ન થતા રાજા-રાણીના મહેલમાં જશે. રાણી, રાજાને પ્રસન્ન થવાનુ કારણ પૂછશે ત્યારે જવાબમાં રાજા કહેશે કે આ બાળકના કારણે બધે ઠેકાણે આનંદ વી રહ્યો છે. તેમજ જે રાજાએ મને કોઈ દિવસ નમતા ન હતા તે શત્રુ રાજાએ પણ પુત્રજન્મના પ્રસંગે ભેટ લઈને આવ્યા છે અને વૈરને ભૂલી જઈ મને માથું નમાવી રહ્યા છે. આ બધા પ્રતાપ આ બાળકનો છે, તેમજ આ ખાળકના લક્ષણ જોતા લાગે છે કે તે ભવિષ્યમાં ઇન્દ્રિયાને નમાવી ઇન્દ્રિય વિજેતા બનશે. રાજાની આ વાત સાંભળી રાણીને ખૂબ આનંદ થશે અને રાજાને કહેશે કે જો એમ જ છેતેા આ બાળકનું નામ નમકુવર પાડવુ જોઈ એ. રાજા-રાણીની આ વાતનો સ્વીકાર કરશે અને તારા ખાળકનું નામ નિમકુંવર પાડશે.
મુનિના મુખેથી આ બધી વાત સાંભળી મયણુરેહાને ખૂબ આનંદ થયેા. એક તા પેાતાના પુત્રની વાત જાણવા મળી. ખીજું પેાતાના શીલની રક્ષા થઈ અને મનઃપવ– જ્ઞાની ભગવંતના દર્શન થયા એટલે એથી અધિક આનંદ કયા હોઈ શકે ? મયણરેહાએ મુનિને કહ્યું–ભગવ’ત ! આપનો મારા ઉપર ઘણા ઘણા ઉપકાર છે. આપના જ્ઞાનના પ્રભાવથી હું મારા પુત્રનો ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણી શકી છું. હવે મારું મન પણ આ સંસારનો ત્યાગ કરી સચમમાર્ગે જવા તલસી રહ્યું છે. મારી આ ભાવના કયારે પૂર્ણ થશે ? મયણુરેહાએ મુનિને આ પ્રમાણે કહ્યું. હવે ત્યાં નવીન ઘટના શું બનશે ? કાણુ આવશે ? તે વાત અવસરે.
ચરિત્ર :—શેઠ અને તેમના બંને બાલુડા જંગલમાં લાકડા કાપવા ગયા. ખૂબ થાકી જવાથી ઝાડ નીચે બેઠા છે. દુઃખમાં પણુ ધર્મની શ્રદ્ધા કેટલી અડગ છે ! જંગલમાં પણ સામાયિક કરી સ્વાધ્યાય અને પ્રાર્થના કરે છે. તેના સૂરથી વિદ્યાધરનુ વિમાન સ્થંભી ગયું. વિદ્યાધર વિચાર કરે છે કે મારી પાસે આવી જખ્ખર વિદ્યા હૈાવા છતાં વિમાનને સ્થભાવનાર કોણ છે ? નજર કરીને જોયું તેા જંગલમાં મૉંગલ સમાન અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું. વિદ્યાધરે વિદ્યાના બળે સાગરદત્તનું આખુ જીવન જોયુ. અા ! જેને ત્યાં સુખના ચાંદ સેાળે કળાએ ખીલેલા હતા, સમૃદ્ધિના શિખરે પહેાંચેલા હતા એવા શેડને કર્મે કયાં પછાડી દીધા ! ક રાજાએ કેવા જોરદાર ફટકા માર્યા ! છતાં કેટલી દૃઢ શ્રદ્ધા છે. વિદ્યાધરે પેાતાના જ્ઞાનથી વિદ્યાધરીને સાગરદત્તનુ' બધું પૂર્વ જીવન કહી સ`ભળાવ્યું. કમરાજાએ સુખની વિકસીત મહેલાતાના પળવારમાં વિનાશ સર્જી દીધા. તેમની ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધાથી બેાલાતી સ્વાધ્યાય અને પ્રાર્થનાએ આપણને પ્રભુના દર્શને જતા રોકી રાખ્યા. વિદ્યાધરની પત્ની તેા સાગરદત્ત શેઠની