________________
શારદા રત્ન સેનું ચાંદી, મણિ, મોતી. સ્ફટીક તથા પરવાળા સંબંધી ખાણે વિગેરેની હકીકત લખેલી હોય છે.
(૮) માણુવકઃ માણવક નામના નિધાનમાં શૂરવીર યોદ્ધાઓના ઢાલ આદિ બચાવના સાધને, તલવાર આદિ લડવાના હથિયારો, સર્વ પ્રકારની વ્યુહરચના આદિ યુદ્ધનીતિ તથા સામ આદિ ચાર પ્રકારની રાજનીતિ વગેરેનું વર્ણન લખેલું હોય છે.
(૯) શંખઃ શંખ નામના મહા નિધાનમાં સર્વ પ્રકારના નૃત્યની હકીકત, સર્વ પ્રકારના નાટકોની સામગ્રી વગેરે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી ચાર પ્રકારના કાવ્યની અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ એમ ચાર પ્રકારની ભાષાના કાવ્યોની અથવા ગદ્ય પદ્ય, ગેય અને ચૌણ એમ ચાર પ્રકારના કાવ્યોની તથા સર્વ પ્રકારના વાજિંત્રની હકીક્ત દર્શાવેલી હોય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે પૂર્વે કહેલા સર્વ પદાર્થો તે નવ નિધાને માંથી સાક્ષાત્ પ્રગટ થાય છે. આ નિધાને આઠ
જન ઉંચા, નવ જન પહોળા અને બાર યેજન લાંબા હોય છે. તેઓ હંમેશા ગંગા નદીના મુખ આગળ પાતાળમાં રહે છે, અને જ્યારે ચક્રવતી ભરતખંડને જીતી લે ત્યારે ચકવતીની સાથે તે સર્વે નિધાને પાતાળ માર્ગે ચક્રવતીના નગરમાં જાય છે.
તે નિધાનોમાં તે નિધાનના નામવાળા એક પલ્યોપમની આયુસ્થિતિવાળા દેવો - રહે છે, અને તેઓનું તે અધિપતિપણું ભોગવે છે. તે નવે નિધાને ઘણા રત્નના
સમૂહથી ભરેલા હોય છે. આવા નવ નિધાન અને ૧૪ રત્નો ચક્રવતીને હોય છે. તેમની '' રિદ્ધિ અઢળક છે. આવા મહાન સુખને ભોગવનાર ચક્રવતી ઓ પણ તે સમસ્ત સુખને
ત્યાગ કરી સાધુ બને છે. આ કાળમાં ૧૨ ચક્રવતીઓ થયા તેમાં ૧૦ ચક્રવતીએ દીક્ષા લઈને સાધુ બની ગયા અને તેઓ કલ્યાણ કરી ગયા. સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી એમણે દીક્ષા ન લીધી તે તેઓ નરકમાં ચાલ્યા ગયા. ત્યાં નરકની શૈ રી વેદના ભોગવી રહ્યા છે. ત્યાં બૂમ પાડે કુરૂમતી ... મને બચાવ. તો શું એની કુરૂમતી એને બચાવવા જશે ખરી? નહીં જાય.
(૩) કર્મપુરૂષ -વાસુદેવને કર્મપુરૂષ કહેવાય છે. તે દરેક ઉત્સર્પિણ-અવસર્પિણીમાં નવ નવ હોય છે. તેઓ ત્રણ ખંડ પર પોતાનું શાસન ચલાવે છે, તેથી એમને અર્ધચક્રવત પણ કહેવાય છે. તેમને ચક્ર, ખગ્ન, ધનુષ્ય, મણિ, દેવાએ આપેલી કરમાય નહિ એવી પુષ્પમાળા, કૌમુદી નામની ગદા, પંચ જન્ય શંખ, એ સાત રત્નો સર્વ વાસુદેવને હેય છે. કૃષ્ણજી પણું વાસુદેવ હતા.
આજનો દિવસ પણ એક એવા કર્મવીર પુરૂષનો જન્મદિન છે. આજના દિવસે પાછલી રાત્રીએ કૃષ્ણ મહારાજનો જન્મ થયો હતો. જેમણે જગતમાં શાંતિ અને સુખની સ્થાપના કરી. તીર્થકરની માતા અને ચક્રવતની માતા ૧૪ સ્વપ્ના દેખે. તીર્થકરની માતા સ્પષ્ટ સ્વપ્ના દેખે અનેં ચક્રવતીની માતા ઝાંખા દેખે. વાસુદેવની માતા સાત સ્વપ્ન દેખે. આ કૃષ્ણજી યદુવંશી મહારાજા વસુદેવને ઘેર દેવકી માતાની કુંખે જન્મ્યા હતા. માતા-પિતા મથુરામાં રહેતા