________________
૩૫ર
શારઠા મોટા મોટા મકાન ન હતાં. આ ગામમાં એક જીવરાજ શેઠની દુકાન હતી. આ શેડ પૂલ ધનવાન હતા. સાત માળના બંગલામાં તે રહેતા હતા. આ શેડ જેમ આ માટે પુરૂષાર્થ કરતા ને સુખ ભોગવતાં તેમ સાથે ધર્મ પણ કરતા હતા. શેઠને ધર્મક્રિયા કરવાનો ખૂબ શોખ હતો. કપાળમાં આઠ દશ ટપકા કરીને શેઠ દુકાનની ગાદીએ બેસતા. ઈ ઘરાક ન હોય ત્યારે રૂદ્રાક્ષની માળા ફેરવતા ને ભગવાનનું નામ લેતા.
એક દિવસની વાત છે. નારદજીનું વિમાન ઈન્દોર પરથી પસાર થતું હતું. નારદજીની ઈચ્છા ઈન્દોર જેવાની હતી. આથી તેમણે વિમાન મેદાનમાં ઉતરાવ્યું. વિમાનમાંથી ઉતરી નારદજી ઈન્દીર જેવા નીકળ્યા. મેદાનના એક ખુણે જીવરાજ શેઠની દુકાન હતી. દુકાન પર જીવરાજ શેઠ હાથમાં રૂદ્રાક્ષની માળા લઈ રામનામ જપી રહ્યા હતા. નારદજી તે શેઠને અહોભાવથી જોતાં જ રહી ગયા. અહાહા-કેવા ભક્ત છે! નારદજીએ શેઠના લલાટમાં ચંદનના આઠ-દશ તિલક જોયા. હાથમાં રૂદ્રાક્ષની માળા જોઈનારદજીએ શેઠને ભક્ત માની લીધા. તે તેમની દુકાને ગયા. શેઠે નારદજીને જોયા. તે ખૂબ ખુશ થયા. દુકાનમાંથી નીચે ઉતરી નારદજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. નારદજીએ પિતાના બે હાથથી પકડીને તેમને ઉભા કર્યા. શેઠની આંખમાં આનંદને સાગર લહેરાવા લાગ્યો. છે . શેઠ ગદગદ્દ કંઠે કહેવા લાગ્યા છે દેવર્ષિ! આપ આજે મારે આંગણે પધાર્યા તેથી
ધન્ય બની ગયે. હે મહાત્મા ! મને તો લાગે છે કે આજે જાણે મારે આંગણે કલ્પવૃક્ષ આવ્યું. અહાહા...મને કામધેનુ, કામકુંભ મળી ગયે. પધારો...ગુરૂદેવ ! પધારો.... મારા ગરીબની ઝુંપડી પાવન કરે. નારદજી તે શેઠના વિનય અને ભક્તિથી પાણી પાણી થઈ ગયા. શેઠની દુકાનના પગથિયા ચઢી નારદજી ઉપર આવ્યા. શેઠે તેમને વિનયથી અને પ્રેમથી ગાલીચા પર બેસાડ્યા, અને બે હાથ જોડીને ઉભા રહ્યા. નારદજીએ કહ્યું શેઠ ! આ સંસારમાં તમે કેવી રીતે રહી ગયા ? તમારા જેવા ભક્તને તે વૈકુંઠમાં રથાન મળવું જોઈએ. શેઠે કહ્યું પ્રભુ! મારું એવું ભાગ્ય ક્યાંથી કે મને વૈકુંઠમાં સ્થાન મળે! ભગવાન ! હું તે અભાગીયો છું. ના...શેઠજી !.ના. એમ બની શકે નહિ. ભગવાન તમારા જેવા ભક્તને વૈકુંઠમાં સ્થાન નહીં આપે તે કોને આપશે? હું વૈકુંઠમાં જઈને ભગવાનને કહું છું કે ઈન્દોરના પેલા ભક્તને તમે વૈકુંઠમાં જદીમાં જલ્દી પ્રવેશ આપો. ભગવાન દયાળુ છે તે તરત તમને વૈકુંઠમાં જલ્દી પ્રવેશ આપશે. તો શેઠ ચાલવું છે ને કંઠમાં! નારદજીએ જીવરાજ શેઠ સામે જોયું ને કહ્યું. ભગવંત! તમને શું કહું? મારા તે રોમેરોમમાં રામને નાદ ગૂંજી રહ્યો છે. આ સંસારમાં મને જરા ય ચેન નથી. મને જે વૈકુંઠ મળી જાય તે અહા પ્રભુ! મારા ભવભવના ફેરા ટળી જાય.
શેઠની વાત સાંભળી નારદજી પ્રસન્ન થયા. પ્રસન્ન કેમ ન થાય? તમે એવી વાત કરો કે મહાસતીજી! મારે મેક્ષ સિવાય બીજું કાંઈ નથી જોઈતું, તે હું પણ પ્રસન્ન થઈ જાઉં. કેટલી સુંદર વાત કરી જીવરાજ શેઠે ! કેટલે વિનય ! કેટલો વિવેક ! તમને