SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૩૭ રહી. રાજા મનમાં મૂંઝાયા. શું કોઈ ઋષિને પ્રકોપ હશે ! લાવ, તપાસ કરું એમ વિચાર કરી રાજા ઉઠયા ને તપાસ કરવા નીકળ્યા. રરતામાં સુકન્યા મળી ગઈ. પિતાજીના પગમાં પડીને કહે છે, બાપુજી ! આજે મારાથી મેટું પાપ થઈ ગયું છે! અઘટિત બનાવ બન્ય છે. શું થયું છે બેટા ! બાપુજી ! સામી ટેકરી પર કંઈક બે ચમકતું દેખાતું હતું. મને એમ થયું કે લાવ હું તે લઈ આવું. તે મેળવવા મેં લાકડાની તીક્ષણ સળીઓ ખસી ત્યાં યાયની કરૂણ ચીસ સંભળાઈ. તેમાંથી લોહીની ધાર થઈ, તેથી મેં માન્યું કે આ તે કોઈ ઋષિમુનિની આંખો ફૂટી ગઈ છે! પુત્રીનું રૂદન જોઈ રાજાએ તેને શાંત કરી, અને તેઓ પેલા ટેકરા પાસે આવ્યા. તપાસ કરી તે વ્યવનઋષિ ટેકરામાં દટાયેલા અને બે આંખે અંધ થયેલા જોયા. રાજા ચરણમાં પડીને કહે છે મહર્ષિ ! ક્ષમા કરો. હ શર્યાતિ રાજા છું. મારી દીકરીએ ચળકતી ચીજ માનીને છોકરમતમાં આપની આંખ ફેડી આપને અંધ બનાવ્યા છે. એની ભૂલ માફ કરો. તમે શ્રાપ આપ્યો હોય તે પાછો ખેંચી લે, અને બધાને વેદનામાંથી મુક્ત કરે. ગમે તેટલી સાધના કરે, પણ જે ક્રોધ–અગ્નિ ભભૂકી તો બધી સાધના બળીને ખાખ થઈ જાય છે. कोहेण अप्प डहति परं च, अत्थ च धम्म च तहेवकाम । तिव्वं पि वेरं पि करेंति कोहा, अधर गति वा वि उविति कोहा ॥ ક્રોધથી આત્મા પોતાને અને પરને બંનેને જલાવે છે. અર્થને, ધર્મને અને કામને જલાવે છે. તીવ્ર વર કરે છે અને નીચ ગતિને પ્રાપ્ત કરે છે. યવન ઋષિએ વર્ષો સુધી સાધના કરી, પણ પ્રસંગ ઉભો થતાં ક્રોધ ભભૂકી ઉઠ્યો ને શ્રાપ આપ્યો. તેના કારણે રાજ્યમાં બધાને ભયંકર વેદના ઉપડી. રાજા ખૂબ કરગરે છે. આપ માફ કરો. કપિ કહે, જેના જેવાં કૃ તેવું ફળ ભોગવે. પરપીડિતનું પરિણામ તમે બધા ભોગવી રહ્યા છે. મારા જપ તપમાં ભંગ પાડ્યો ને મને નયનાંધ બનાવ્યા, તેનું પાપ આપને ભેગવવાનું રહ્યું. ગુરૂદેવ ! આ પાપનું પ્રાયશ્ચિત આપો. ઋષિ કહે, આવી અંધ હાલતમાં મારી સેવા સુશ્રુષા માટે કોઈક તો જોઈશે ને? આપ કહો તે એક નહિ પણ એક એક સેવકે આપની સેવામાં મોકલી આપું. તું નહિ, તારા સેવકો નહીં, મારે તો ફક્ત તારી પુત્રી જોઈએ છે. બંધુઓ ! વર્ષોના વર્ષો સુધી સાધના કરે, ધ્યાન કરે, પણ જે નિર્વિકાર દશા જીવનમાં આવી નથી, તે બધી સાધના ધૂળ સમાન છે. ઋષિ કહે, જો તું છોકરી નહિ આપે તે બધા રસાતાળ થઈ જશે. રાજા કહે, ભલે જેવી આજ્ઞા. ન છૂટકે હા પાડવી પડી. રાજા જંગલમાંથી મહેલમાં આવ્યા ને પલંગમાં સૂતા છે. તેમનું ચિત્ત ચગડોળે ચહ્યું છે. કયાં સુકોમળ કન્યા અને કયાં જાજીર્ણ મહર્ષિ! કયાં કોમળ કળી અને કયાં ઘરડા ખાખ ઋષિ ! કયાં સુનયના કન્યા અને કયાં નયનાં ચ્યવન ! મારી લાડકીને એવા ડોસાના હાથમાં કેમ સૈપાય ? ૨૨
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy