________________
શારદા રત્ન
૩૩૧
-
વ્યાખ્યાન ન. ૩૬
શ્રાવણ વદ ૬ ને ગુરૂવાર
તા. ૨૦-૮-૨૧
અવનીના અણુગાર, શાસનના શણગાર, દુનિયાના દિવાકર એવા ભગવાન જગતના જીવાને સમજાવતાં કહે છે, હું જીવા ! કલ્યાણની કેડીએ કદમ ભરવા માટે આ મનુષ્યજન્મ મહાન આરાધનાનું ક્ષેત્ર છે. સંસ્કૃત સુભાષિતકાર બાલ્યા છે. भवकोटीभिरसुलभ मानुष्यं प्राप्य कः प्रमायो मे । न च गतमायुभूयः प्रत्यत्. पि देवराजस्य || કરાડા ભવા ( નરક, તિય ́ચ, દેવના ) માં કેવા પ્રમાદ ! ગયેલું. આયુષ્ય ઈન્દ્રને પણ પાછું પાછું” આવે જ શાનું ?
દુર્લભ મનુષ્યભવ મેળવીને આ મારે આવતું નથી, તે પછી મનુષ્યને તા
આ શ્લોકમાં શુ' સમજાવે છે ? માનવજીવન કેટલું બધુ દુભ છે. અન ́ત અનંત જીવાની સૃષ્ટિમાં સૌથી થાડા મનુષ્યા, તિયંચ ગતિના જીવા અનંત તે નિગેાદના જીવાની અપેક્ષાએ, દેવ ગતિના જીવેા અસખ્ય અને નરક ગતિના જીવા અસંખ્ય, મનુષ્ય ગણી શકાય તેટલા, તેમાં આપણા સમાવેશ થાય છે. આ મળેલા દુલ ભ જીવનનું ઉચ્ચ મૂલ્યાંકન કરવું જરૂરી છે. આજે દુનિયામાં જે વસ્તુ ઘણા પ્રયત્ને મળે તેને તમે દુર્લભ કહેા છે. તે દુભ વસ્તુના મૂલ્ય આંકા છે પણ એના દુરુપયેાગ કરતા નથી ને ? જેને દુર્લભતા સમજાતી નથી તે તેને તુચ્છ ગણી તેના દુરુપયેાગ કરે છે.
એક ખેતૃતને ખેતી કરતા એક કળશ મળ્યા. કળશ ઉપર શ્રીફળ મૂકેલું હતું; અને રેશમી વસ્ત્ર બાંધેલું હતું. ખેડૂતે કળશ ખેાલીને જોયું તેા અંદર પથરા હતા. તેની કલ્પના ઉંધી પડી. તેના મનમાં એમ હતું કે અંદર સેાના ચાંદીના સિક્કાઓ હશે. એણે તે એ પથરાએના ઉપયાગ પક્ષીઓને ઉડાડવામાં કર્યાં. બપારે એનો નાનો પુત્ર ભાત લઈને ખેતરે આવ્યા. તેણે કળશમાં એક પથ્થર જોયા. પથરા ચળકતા હતા. તેણે તે લઈને રમવા માંડયું. રમતા રમતા પેાતાને ઘેર જતા હતા. તે પથરા ઉછાળતા ઉછાળતા જાય છે. બજારમાં દુકાને બેઠેલા ઝવેરીએ આ પથરા જોયા. તેણે છેાકરાને મેલાવીને તે પથરા જોવા માગ્યા. ઝવેરીએ પથરા જોઈને રાખી લીધેા, અને છેકરાને મીઠાઈ આપીને રાજી કરી દીધા. અવેરીએ પથરાની કિંમત સવા લાખ રૂપિયા આંકી. તેણે બીજા દિવસે ખેડૂતના ઘેર જઈને ખેડૂતને પૂછ્યું–તમારી પાસે આવા બીજા પથરા છે ? ખેડૂતે કહ્યું, ઘણા હતા, પણ મેં પક્ષીઓને ઉડાડવામાં ફેંકી દીધા. જ્યારે ઝવેરીએ ખેડૂતને પચ્ચીસ હજાર રૂપિય1 આપ્યા ત્યારે ખેડૂત હેબતાઈ ગયા. શુ એક પથરાના આટલા બધા મૂલ્ય ? હું કેવા મૂર્ખ ! મેં પથરા ફેકી દીધા. ખેડૂતે રત્નોને પથરા માન્યા. રત્નોનું મૂલ્ય ન સમજી શકયા, તેથી મળેલા રત્નોને ગુમાવી દીધા. આ વાત આપણે સમજવાની છે. જ્ઞાની ભગવતે માનવજીવનને અમૂલ્ય રત્ન કહ્યું છે. જોજો, આ ખેડૂત જેવી ગંભીર ભૂલ ન કરતા. આ જીવનને વિષય કષાયામાં ન ગુમાવતા, નહીંતર પસ્તાવાનો પાર નહિ રહે.