SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શારદા રત્ન પણ પેાતાના તરફ આકર્ષે છે. શકરજીએ તેા ધ્યાન પાળીને ભાલડી પાસે માંગણી કરી. તું મારા ઘરમાં આવ. આપણે આનંદથી જીવન જીવીશું. ભીલડી કહે, તમારે ત્યાં આવીને શું કરું ? તમારે ત્યાં પાર્વતીજી છે એ મને અંદર પણ પેસવા ન દે. હું પાતીને પિયર વિદાય કરીશ ને તમને રાખીશ. ફૈટલા વર્ષોથી રાખેલી પાર્વતીને શંકરજી વિદાય કરવા તૈયાર થયા. આ તા ભીલડી પાતે પાર્વતીજી હતા. તેને તેા શંકરજીનું પાણી જેવુ હતું. કે તેમનામાં કેટલું શીલત્વપણું છે ! તેથી ભીલડીનું રૂપ લઈને ચમત્કાર બતાવ્યા. છેવટે ભીલડીએ પેાતાનુ મૂળ રૂપ પ્રગટ કર્યું.... શકરજીને પાતાની ભૂલ સમજાણી. કહેવાના આશય એ છે કે રૂપ ભલભલા યાગીઓને પણ પછાડે છે. સતી મયરેહાનું રૂપ જોઇને મણિપ્રભ વિદ્યાધર પણ ભૂલા પડી ગયા. સતી મયણુરેહાને આફ્ત પર આફત આવી રહી છે, તેથી દરિયાના નીર અને વનચર પશુઓ બધાને ઉપાલભ આપી રહી છે. સતીને હવે પુત્રની ચિંતા કરતાં વિદ્યાધરની અયેાગ્ય માંગણી ઉપર પેાતાના શીલને કેમ જાળવવુ' એની ચિંતા થઈ પડી. એ દિગ્મૂઢ થઈ ગઈ કે આ શું ? શું મેં ગત જન્મમાં ખીજાને શીલમાં અંતરાય પાડી હશે ? અથવા અરિહંતનું શરણું ખરાખર લીધું નહિ હાય તેથી શીલ પર આક્રમણની પરિસ્થિતિ ઉભી થાય છે! અહાહા... જીવની કેટલી અજ્ઞાન દશા! જગતના દુઃખી થવાના નાથ, અનાથના નાથ, જગત પર અનંત કરુણાના ધોધ વહાવનાર, કલ્પવૃક્ષ સમા અરિહંત દેવનું શરણું મૂકીને મહાર જાવું છે ? વિષયાના બાવળિયે વળગવું છે તેા કાંટા ન વાગે તેા શું થાય? કુદરતી અરણ્યના તૃણુ મૂકી શિકારીના ગેાઠવેલા મિષ્ટાન્નમાં લલચાય તે હરણિયા કેવી રીતે ખેંચે ? સરાવરના યથેચ્છ વિહરણ મૂકી માંસપેશીમાં લાભાયેલ માછલીની કેવી વિટબણા ! રોટલીના ટુકડાની લાલચે પાંજરે પૂરાયેલા ઉંદરની કઈ દશા ! ટુકડા લેવા જાય એટલી જ વાર ! આજના નિય માણસના હાથમાં તેા ઉંદરની દશા શી ? દુનિયામાં ખિલાડ હૈદરના બૈરી કહેવાય પણ તે ચેાજનાબદ્ધ નહિ. આજના માનવ ચેાજનાબદ્ધ વૈરી ! કેવા કલિકાળ! પ્રકૃતિએ સર્જેલી સૃષ્ટિમાં બધા ભાઈ ભાઈ કહેવાય. જાતે જીવીને ખીજાને જીવાડવાનું હાય ત્યારે આજે ખીજાને મારીને પાતે જીવવાનુ` કરે છે! દુર્ગતિના પાંજરામાં પૂરાવાની આ લત છે. માનવ જીવનમાં આવ્યા એટલે તેા ખાજી જીતી ગયા સમાન છે, પણ મૂઢ જીવ તે ભૂલી જાય છે, અને બાજી હારી જવાની કરણી કરવા બેઠા છે. “ધન કીધું ધુળ ધાણી, જીતી બાજી ગયા હારી રે.” ધનને ધૂળધાણી કરી નાખ્યું. કયુ' ધન ? સુસંસ્કાર અને માનવભવ આદિનું પુણ્યધન વેડફી નાંખ્યું તેા ખાજી હારી ગયા, કારણ કે પહેલા નીચેથી ચે આવ્યા હતા. હવે ઉચે આવ્યા પછી જો જીવ અમૂલ્ય જીવનને કામભાગમાં વેડફી નાંખે તેા *ચેથી નીચે પટકાવા સિવાય બીજું શું... હાય ! સતી આ પ્રમાણે પેાતાના શીલને કેવી રીતે સાચવવુ. તેની ચિંતા કરી રહી છે. હજુ સતી પેાતાના શીલના રક્ષણ માટે શું ઉપાય લેશે ને શીલને કેવી રીતે સાચવશે તે અવસરે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy