SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન કે હું અત્યારે મુનિના દર્શન માટે જઈ રહ્યો છું. પણ આ ઉંચે ઉછળતી સ્ત્રીની મારે રક્ષા કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે વિદ્યારે પિતાનું વિમાન નીચું કરી મયણરેહાને પડતાં ઝીલી લીધી. વિદ્યાધરે સતીને ઝીલી ત્યારે તેના દિલમાં કરૂણા હતી, પવિત્ર ભાવ હતા. હમણું આ અબળા નીચે પડશે તો મરી જશે, તેના ભુક્કો ઉડી જશે માટે તેને હું બચાવું, એવા રક્ષણ કરવાના પવિત્ર ભાવ હતા. વિદ્યાધરે મયણરેહાને નીચે પડતા ઝીલી તે લીધી પણ ઉચેથી નીચે પડતા તેને મૂર્છા આવી ગઈ. પાણી વગેરેના શીતળ ઉપચારો કર્યા તેથી સતી ભાનમાં આવી. મયણરેહા કહે છે મારા ભાઈ વીરા ! તે મને મરતા બચાવી છે. તારો ઉપકાર ક્યારે ય નહિ ભૂલું. આ બધું ઘડીપળમાં બની ગયું, તેથી સતી સ્તબ્ધ બની ગઈ. તે મનમાં વિચારે છે કે ક્યાં પતિની અચાનક ભાઈ દ્વારા હત્યા! જંગલમાં મધરાતે પુત્રને જન્મ! અને સવારે પોતાનું અપહરણ! શું બની રહ્યું છે. આ બધું ! તેને કંઈ સમજમાં ન આવ્યું. શીલરક્ષા માટે મહેલ છોડી જંગલમાં આવી. ઘરની દાઝી વનમાં આવી તે વનમાં પણ દવ લાગ્યો. જંગલમાં અપહરણ થયું. તેનું માતુ હૈયું નવજાત શિશુના વિચારથી ચિંતાતુર બન્યું. જરા રવસ્થ બન્યા પછી તેણે વિદ્યાધરને કહ્યું. ભાઈ! તને ખબર નહીં હોય પણ મેં ગઈ કાલે રાતે જ પુત્રને જન્મ આપ્યો છે. મારો -વહાલસે બાળ વૃક્ષની છાયા નીચે સૂતે છે એનું શું થશે? તે સાવ એકલો છે. આ તે જંગલ છે. જંગલના જાનવરે તેને ખાઈ જશે તે? કાગડા આવીને આંખે કોચશે તે ? મારા વિના તેને દૂધ કોણ પીવડાવશે? દૂધ વિના તે તરફડીને મરી જશે તે? હે ભાઈ! મારા પર તું દયા કર. મને મારા બાળક પાસે પાછી મૂકી દે. નહિ તે મારા બાળકને અહીં લઈ આવ. આમ બેલતાં બોલતાં મયણ રેહા ધ્રુસ્કે ધ્રુસકે રડવા લાગી. માતા પિતાના અસીમ ઉપકાર -સતી મયણરેહાએ બાળકની કરૂણ સ્થિતિને ખ્યાલ આપે. એ શું સૂચવે છે ? બાળક એટલી પરાધીન દશામાં છે કે માતા રક્ષણ કરે તે જ બચી શકે. આજે માતાપિતાના ઉપકારને ભૂલી જનારા સંતાનને આ વિચાર ક્યાં છે? ભાન નથી પણ તું ગર્ભમાં આવ્યું ત્યારથી માતાએ કેવા તારા સંરક્ષણ કર્યા છે! ગર્ભનું જતન કરવા મનગમતા સુખવિલાસ પણ જતા કર્યા. જમ્યા પછી સત્તર કામમાં ગૂંથાયેલી માતા તને ન ભૂલી. તને તે ભૂખ્યો છતાં ખાવાનું લેવા કે માંગવાની ય ત્રેવડ ક્યાં હતી? કાગડા આંખ કોચી જાય કે બિલાડું ફેંદી નાખે તો ય તારી જાતનું રક્ષણ કરવાની તારામાં કયાં હોંશિયારી હતી ! એ તે વર્ષોના વર્ષો સુધી માતાપિતાની સતત કાળજીએ તને આંચ ન આવવા દીધી. પાળે, પોળે, માટે કર્યો, ભણાવ્યો. આજે એ બધું ભૂલી જઈ એ જ મા-બાપની સામે ડોળા કાઢવાની અને તેમની સાથે લડવાની કેવી ધૃષ્ટતા કરી રહ્યો છે ! પત્નીના પ્રેમમાં પાગલ બની માતાપિતા પરની ભક્તિને ઠોકરે મારી રહ્યો છે! માતાએ તારા પર કેવા વહાલ કર્યા હતા તે કૃતઘ બનેલા તારે કયાં જેવું છે? શિયાળાની કડકડતી ઠંડીમાં માતાની પથારીમાં તે પેશાબ કરી પથારી ભીની કરી, છતાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy