SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮: શારદા રત્ન તે જે પાંચે ઈન્દ્રિયના ભોગમાં આસક્ત બને એની ખરાબી થવામાં શું બાકી રહે ? માટે મળેલા જીવનમાં કર્મોના આગમન રૂપ જે આશ્રવ છે તેને દૂર કરી સંવરના ઘરમાં આવવું એ જ માનવ જીવનનું સાચું કર્તવ્ય છે. જ્ઞાનીઓ આપણને સમજાવતાં કહે છે કે. असंखयं जीबियं मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । - આ જીવન અસંસ્કૃત છે. તેને વધારવું શક્ય નથી. તેમજ તૂટેલું આયુષ્ય સાંધી શકાતું નથી, માટે જીવનમાં પ્રમાદ ન કર જોઈએ. વૃદ્ધાવસ્થાથી મરણની સમીપ પહોંચેલા જીવનું કઈ શરણ નથી. અથવા એવો કોઈ સમર્થ નથી કે જે પિતાના કર્મો દ્વારા ઘડપણને આરે પહોંચેલા જીવને એ વૃદ્ધાવસ્થાથી બચાવી શકે. આ અસંસ્કૃત જીવનમાં વિનો પણ ઘણું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪ મા અધ્યયનમાં ભગવાન બોલ્યા છે રૂમાલ ડું વિહાર વૈદુ બતાવં ના વીમાકા આ મનુષ્ય જીવન અશાશ્વત છે તથા પ્રચુર આધિ અને વ્યાધિરૂપ વિનેથી ભરેલું છે. વળી આયુષ્ય પણ પલ્યોપમ જેટલું લાંબું નથી, પણ અલ્પ છે. ચોથા આરામાં ચિરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભગવાન અષભદેવનું હતું. બીજા તીર્થકરોનું થોડું થોડું ઘટતું ગયું. કમે ક્રમે ઘટતા ઘટતાં આ પાંચમા આરામાં તે પોણું બસે વર્ષમાં દેશે ઉણું આયુષ્ય છે. ૮૪ લાખ પૂર્વના આયુષ્યની અપેક્ષાએ આપણું આયુષ્ય કેટલું અલ્પ કહેવાય ? આ જીવન પણ જેમ તેમ અને જેવી તેવી સામગ્રીથી નથી મળ્યું. મહાન પુણ્યની રાશી એકઠી થઈ હશે ત્યારે આ દર જીવન મળ્યું છે. . '' વિચાર કરો. તૂટેલું આયુષ્ય સંધાશે નહિ. વૃક્ષ ઉપરથી ખરી પડેલું પાન સંધાતું 6 નથી તેમ આયુષ્ય તૂટટ્યા પછી સંધાતું નથી, છતાં આત્માની ઓળખાણ કરવાનું મન તે થાય છે? બે ડીગ્રી તાવ હોય તે દુકાને જવાય, પણ ઉપાશ્રયે ન અવાય. જેટલી ધન પ્રત્યે મમતા છે તેટલી ધર્મ પ્રત્યે નથી. સંસારમાં વસેલે કો માનવી ૧૮ પાપસ્થાનકથી છૂટી શકે છે? વીતરાગ ભગવાનને અચલ કાયદો છે કે જે કર્મો કરશે તે ભોગવશે. તમે વકીલના, બેરીસ્ટરના કાયદાને કદાચ પૈસાથી ફેરવી શકશો પણ કર્મના કાયદાને નહીં ફેરવી શકે, માટે અસંસ્કૃત જીવનમાં પાપકર્મો કરતાં ખૂબ વિચાર કરો. જ્ઞાની કહે છે કે જીવન ક્ષણભંગુર છે, છતાં કંઈક અજ્ઞાની છે તેના પર વિશ્વાસ રાખીને બેસી ગયા છે ને બેલે છે, આ કાર્ય પછી કરીશું. કાલે કરીશું, પણ કંઈક એવા જોયા કે કાલ કાલ કરતા તેને કાળ આવી ગયો. તેની મનની આશાએ મનમાં રહી ગઈ. વાયદામાં ક્યારે ફાયદા ન હોય. વેપાર ધંધામાં, બજારમાં, પાપના કાર્યોમાં વાયદા કરે પણ ધર્મના કાર્યોમાં ક્યારે વાયદા ન કરશે. કાલનું કાર્ય આજે કરો ને આજનું કાર્ય અત્યારે કરો. જીવનમાં ક્ષણને પણ ભરોસો નથી, ત્યાં કેમ નિશ્ચિત થઈને બેઠા છે ? | સરોવરણ દુ નથિ તાળ ! વૃદ્ધાવસ્થાથી મરણની સમીપ પહોંચેલા જીવનું કઈ શરણ નથ આચારંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે આ સંસારમાં પ્રાયઃ કંઈક જીને ધન ભેગું કરવાની ભાવના હોય છે. ભવિષ્યકાળમાં-ઘડપણમાં પિતાને તથા પોતાના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy