________________
૩૦૬
શારદા રત્ન
મેં શેઠની દયા કરી લાડવા આપ્યા ને તેમને સુખી કરવા રને નાંખ્યા પણ ભાગ્યમાં ભોગવવાનું ન હોય તે ક્યાંથી ભગવાય? આપેલા પાછા આવ્યા. અરરર. તેમના બાળકો કેવા ભૂખ્યા થયા હશે? તેમનું શું થયું હશે? આ ઉદયચંદ્ર શેઠ લાડવા અને રત્ન પિતાને ત્યાં પાછા આવ્યા તેથી હરખાયા નહિ, પણ એમના મનમાં તે એમ થયું કે તેમનું શું થયું હશે? તપાસ કરાવું, તેથી શેઠે મુનિમજીને લાવ્યા ને કહ્યું, આપ કંદોઈની દુકાને જઈને તપાસ કરો કે આ લાડવા કેવી રીતે બન્યા છે? હવે મુનિમજી કંદોઈની દુકાને જશે તે વાત અવસરે.
જ શાન્તિ
વ્યાખ્યાન નં-૩૩ શ્રાવણ વદ ત્રીજ સોમવાર
તા. ૧૭-૮-૮૧ સુરૂ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! નિર્વાણ માર્ગના નેતા, પરમ પંથના પ્રણેતા, રાગદ્વેષના વિજેતા અનંતજ્ઞાનીએ જબ્બર પુરૂષાર્થ ઉપાડી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી આગમ રૂપ અણમોલ રત્નો રજૂ કર્યા. આ કાળની અંદર ભવસાગરથી બહાર કાઢનાર, સાચો રાહ બતાવનાર ગુરૂ ભગવંત છે. એવા ગુરૂદેવ આપણને આગમની અનુપમ રત્નોની પીછાણ કરાવે છે. આગમના સહારે તેઓ આપણને આત્મશ્રેય કરવાને પડકાર કરે છે અને માર્ગ બતાવી રહ્યા છે, પણું કયા રસ્તે જવું તે લક્ષ આપણે નક્કી કરવાનું છે. માર્ગ બતાવનાર ભેમીયા તે માર્ગ બિતાવીને ચાલ્યા જશે પણ સારો પંથ બતાવવા છતાં જે અવળા માર્ગે ચાલીશું તો રખડપટ્ટી સિવાય બીજું શું? તેમ અજ્ઞાન અંધકારમાં આથડતાં, ભવમાં ભટકતાં, મેહમાં મૂંઝાતાં, રાગની રીબામણમાં રબાતા અને મહાન પુણ્યોદયે ગુરૂ ભગવંતને ભેટો થયો. તે મહાન જ્ઞાની ગુરૂદેવે આત્માને જગાડવા ભવનમાં ભૂલા પડેલા જીવોને સાચો રાહ બતાવવા કહે છે, હે પરમ પંથના પથિકે!
ज्ञान दर्शन चारित्र रत्नत्रितय भाजने ।
___ मनुष्यत्वे पापकम्म स्वर्ण भाण्डे सुरोपमम् ॥ તમને જે મહાન, એવું માનવજીવન પ્રાપ્ત થયું છે, એના તે મૂલ્ય આંક્યા અંકાય તેમ નથી. બંધુઓ! કદાચ તમને એમ થશે કે મનુષ્ય જીવન આટલું બધું કિંમતી કેવી રીતે ? તે હું આપને સમજાવું. તિર્યંચ ગતિમાં તેમની પરાધીનતાને પાર નથી. નરક ગતિમાં જીવને દુખોને પાર નથી. ત્યાં જ ક્ષણે ક્ષણે અપાર દુઃખ ભેગવી રહ્યા છે. એક ક્ષણની પણ શાંતિ નથી. દેવલોકમાં દેવોને ભૌતિક ઋદ્ધિનો કોઈ પાર નથી, પણ દેવેની ઈર્ષ્યા, અતૃપ્તિ અને અસંતોષની ભયંકર આગ એમના સુખને ખાઈ રહી છે. હવે રહી ચાર ગતિમાં માત્ર માનવગતિ. જે ગતિમાં નથી તિર્યંચો જેવી પરાધીનતા, નથી નરકગતિ જેવા આગઝાળ દુઃખ કે નથી દેવ જેવી ઈર્ષ્યા, અતૃપ્તિની હોળી.