SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન નથી બનતું. માને કે તમારે ભાત કરે છે તે તમે ચેખા સગડીમાં નાંખે તો ભાત બનશે ખરો? (શ્રોતામાંથી અવાજ-ન બને, ઉટા ચોખા બળી જાય ) આ માટે એક વાસણમાં ચોખા નાખીને તેને સગડી, ગેસ વગેરે પર મૂકવા પડશે ત્યારે ભાત બનશે. તે પણ સગડી પર ચેખા મૂક્યા કે તરત તૈયાર ! એમ નહિ બને, તે માટે થોડો સમય લાગશે. એ પ્રમાણે ધર્મ સુખ આપે છે પણ પુણ્યકર્મ દ્વારા આપે છે. આ ભૌતિક સુખની વાત કહું છું. આધ્યાત્મિક સુખ તે પાપકર્મોના નાશથી એટલે ક્ષયથી મળે છે. તમારે જે માનસિક અને આધ્યાત્મિક સુખ તાત્કાલિક જોઈતું હોય તો તે ધર્મ તમને તરત આપશે, પણ પાપકર્મોનો ક્ષયની પણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. (શ્રોતામાંથી અવાજ અમારે તે તાત્કાલિક ભૌતિક સુખ જોઈએ છે.) જે આત્મા જન્માંતરથી પુણ્યકર્મ લઈને આવ્યો હશે તો તાત્કાલિક ભૌતિક સુખ મળશે, પણ આત્મા પાસે એવું પુણ્યકર્મ નહીં હોય તે લાખ ઉપાયથી પણ સુખ નહિ મળે. મકાનની ટાંકીમાં પાણી ન હોય તો નળને ગમે તેટલો ફેરવવામાં કે મરડવામાં આવે તો પણ નળમાંથી પાણી નહિ નીકળે, પણ હાથ છોલાઈ જશે. તેમાંથી લોહી નીકળશે, પણ નળમાંથી એક બુંદ પણ નહિ ટપકે. ભૌતિક સુખ માણસની ઈચ્છા પ્રમાણે નથી મળતા. આધ્યાત્મિક સુખ મળી શકે છે. તે તાત્કાલિક મળી શકે છે. આધ્યાત્મિક સુખ એટલે આમિક શાંતિ. ધર્મથી માનસિક પ્રસન્નતાનું-આત્મિક શાંતિનું સુખ મળી શકે છે. જેની રગેરગમાં ધર્મનું સ્થાન છે, એવી સતી મયણરેહાએ વનની વાટમાં દેવરૂપ જેવા પુત્રને જન્મ આપ્યો. જેના રક્ષણ માટે કેટલી ધાવમાતાઓ હોય, દાસ દાસીઓ હોય તેના બદલે આજે તેને કઈ લેનાર નથી. નથી હોઈ તેની વધામણી દેનાર કે નથી કેઈ જન્મ મહોત્સવ ઉજવનાર છતાં દુઃખને દુઃખ નહિ માનતા, કર્મને સ્વરૂપને સમજનારી સતીએ પુત્રને રવચ્છ કરીને યુગબાહુના નામની વીંટી તેને પહેરાવી, પોતાની અડધી સાડીની ઝોળી બનાવી, તેમાં સુવાડી વૃક્ષની ડાળે બાંધી દીધી કે જેથી કોઈ હિંસક જાનવર તેને કાંઈ ઈજા ન કરી શકે, પછી વનદેવ અને વનદેવીઓને ભલામણ કરે છે. હે વનદેવ ! હે વનદેવીઓ ! આપ મારા વહાલસોયા ફૂલને સાચવજે. હિંસક પશુ-પક્ષીઓથી તેનું રક્ષણ કરજે. સરોવરમાં શરીર શુદ્ધિ અને વસ્ત્ર શુદ્ધિ માટે જાઉં છું. આપ એને સાચવજે. આક્ત પર આફત અને ફટકા પર ફટકા -મયણરેહા વનના દેવ-દેવીઓને ભલામણ કરીને સ્નાન શુદ્ધિ માટે સરોવર તરફ ચાલી. ભાગ્યના ભરોસે તાજું ખીલેલું એ કમળ પડયું હતું. સતી સ્નાન માટે ગઈ તો ખરી, પણ એનો મન ભ્રમર એ કમળ તરફ આકર્ષિત હતો. તે જતાં જતાં બાળકની તરફ દષ્ટિ ફેંકતી અને એમ કહેતી જતી હતી, કે હું આ બાળકની રક્ષા ચાહું છું, છતાં મારે કર્તવ્યવશ સરોવર ઉપર જવું પડે છે. હે પ્રભુ! સંભાળજે મારા વ્હાલા બાળને, આ પ્રમાણે કહેતી તે જલ્દી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy