SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૯૩ નથી પણ તે તે શીલ તથા સ્નેહનું રક્ષણ કરવાની તારી પવિત્ર ફરજોની યા અપાવતું પવિત્ર બંધન છે. આજે રક્ષા બાંધીને ભગિનીનું હૃદય બેલી ઉઠે છે. “ખમ્મા મારા વીરને, જુગજુગ જીવો મારા વીર ! બનજે તું ધીર, રક્ષા કરજે ભગિનીની બનીને ધમવીર, ખોતો ના કદીયે ખાનદાનીનું ખમીર - આજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનને ન બેલાવતું હોય તે વેરઝેર છેડી દઈ દિલને પવિત્ર બનાવે, કારણ કે આ દિવસે ભાઈ હોવા છતાં ન લાવે ત્યારે બેનનું હૈયું કેટલું તૂટી પડે ? ઘણુ વીરા તે ધર્મના ભાઈ બની રક્ષા કરે છે. એક વાત યાદ આવે છે. એક વિધવા માતા હતી. તેનું નામ ભલી બહેન. તેને ત્રણ દીકરીઓ હતી. સાવ ઝુંપડી જેવા મકાનમાં આ મા દીકરીઓ રહેતા હતા. પાસે કાંઈ મૂડી ન હતી. આજીવિકા કેવી રીતે ચલાવવી ? મેટી દીકરી પરણીને સાસરે ગઈ હતી. તે ઘર સુખી હતું. આ માતા રોડ પર નાની હાટડી માંડીને બેસે. ચણા-મમરા, સીંગદાણું, પાટી, પેન એવું સસ્તુ સસ્તુ લઈને વેચે. આ બેન દુઃખી હતી પણ ખાનદાન ઘણી, તેથી ગામના સુખી માણસોએ તેની હાટડીની બાજુમાં પરબ બેસાડી. તેની થોડી ઘણી જે.’ રકમ આવે તે આ બહેનને આપી દેતા. આ રીતે આ બહેન પોતાનું જીવન નભાવતી હતી. એક વખત ધમધખતા ઉનાળાના બળબળતા બપોરે એક વણઝારા તેની પિઠો લઈને આવતો હતો. તાપના કારણે તરસથી આકુળવ્યાકુળ થયેલો, તે પાણીની શોધ કરતો વડલાના ઝાડ નીચે બેઠો હતો. આ ભત્રીબહેનની નાની દીકરી સરલાએ મુસાફરને દૂરથી જોયો. તેણે કહ્યું, બા ! દૂરથી કઈ મુસાફર આવે છે તે બિચારો પોતાની તરસ છીપાવવા આવતું હશે. હું ત્યાં જઈ પાણી આપી આવું. ભલીબહેને તે તરફ નજર કરી તે વણઝારાને બેઠેલો જોયો. તે તરત પાણીની નાની ગાગરડી લઈને ઉભી થઈ. દીકરી.! હું જ એ મુસાફર પાસે જાઉં ને તેને પાણી પીવડાવું. આપણુ ગરીબથી બીજું પરોપકારનું કામ શું થવાનું છે? તું હજુ નાની છોકરી છે. અજાણ્યા માણસ પાસે તારાથી ન જવાય. ભલીબેન પાણીની ગાગરડી લઈ વણઝારા પાસે પહોંચી ગઈ. ભલીબેનમાં નામ તેવા ગુણ હતા. ભલાઈના કામ કરતા હતા. વણઝારાને તે સામે પગલે આ રીતે પાણી પીવડાવવા આવતી બેન જાણે કઈ પરોપકારી પરી ન હોય તેવી લાગી. વણઝારાને તે ભલીબેનને જોતા પિતાની મા જણ બેન ન હોય ! તે પ્રેમ આવ્યો. એણે તો એ જ દિવસે ભલીબેનને પિતાની ધર્મની બેન કરી. પછી ભલીબેન વણઝારાને પોતાના ઘેર જમવા લઈ ગઈ. તેને આગ્રહ કરીને એક દિવસ રે પછી અવારનવાર તે બેનને મળવા આવતે. એક દિવસ વાતવાતમાં ભલીબેને વણઝારાને કહ્યું-ભાઈ! મારી આ સરલાએ જ આપને વડના ઝાડ નીચે જોયા હતા. તેણે જ મને આપના માટે પાણીની માટલી લઈને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy