SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૮૩ આ રીતે આપ બધા પણ ગરીમેાની સંભાળ લેતા શીખેા. ખાધા પ પહેલાં ગરીમાને યાદ કરેા. અહા ! મેં તા બરાબર ઢાબા દીધા છે પણ મારા નાકર ચાકર, મારા કુટુંબના દીકરા કાઈ ભૂખ્યાતા નથી ને ? સ્વધમી ને યાદ કરેા. આજની ભીષણુ માંઘવારીમાં ભૂખના કારણે કંઇક જીવા પાપના રસ્તે ચઢી ગયા છે, માટે ભૂખ્યાની સભાળ લેા. એની આંતરડી ઠારો. આશીર્વાદ માંગ્યા નહીં મળે. પેલા છોકરા કેટલા ખુશ થયા હશે! તેના મુખમાંથી સહેજ ઉગાર સરી પડશે, બાપુ ! “તમારુ* ભલુ થજો.” તેમણે તેનુ દુઃખ મટાડ્યુ.. આપ બધા આવી પાપકારની ભાવના કેળવજો. આપણા ચાલુ અધિકારમાં મયરેહા પેાતાના પતિનું જીવન સુધારી વનવગડાની વાટે ચાલી નીકળી. એકલી અતૂલી ચાલી જાય છે. ઘરમાં લાઈટ જતી રહે ને અંધારું થઈ જાય તે સમયે ત્યાં કાઈ ન હેાય તે અંધારા ઘરમાં ગમતું નથી. સાવ ભેંકાર લાગે છે. જ્યારે આ તા વનવગડા છે. ત્યાં તેનું કાણુ ? મયણુરેહાએ વનવગડામાં ચંદ્રપ્રકાશ જેવા પુત્રરત્નને જન્મ આપ્યા. જાણે દેવના અવતાર જ જોઇ લેા ! એવુ એનુ રૂપ છે. કેણુ દાયાણી ? કેણુ એની સેવામાં ? કેવા કર્મોના ઉત્ક્રય ! જેની સેવામાં હજારા નાકર ચાકરા ખડા પગે હાય તેને બદલે અત્યારે કૈાઈ નથી. પુત્ર જન્મની વધામણીના આનંદ માણનાર ઝાડ પરના પક્ષીઓ સિવાય કાઈ નથી. આ ભાગ્યશાળી પુત્રના જન્મને ઉજવવા અત્યારે કાઈ હાજર હોય તા તે માત્ર સૂર્યાં હતા. જેણે અંધકારના નાશ કરી તમામ પૃથ્વીને સેાનેરી ઢાળ ચઢાવી જળમાં પેાતાના કિરણેાને નચાવી ઉત્સવ કર્યો હતો. મયણુરેહા વેદનાને કારણે થેડીવાર બેભાન બની. મંદ મંદ પવન આવતા ઘેાડી વારે ભાનમાં આવી. શીતલ મંદ સુગંધ યુક્ત પવન અત્યારે કેવા આનદ આપી રહ્યો છે! રાજ્યમાં મનુષ્યા સહાય કરનારા હૈ!ય છે, પણુ અહીં તેા કાણુ સહાય કરે ? પવન. સવાર પડી ગઈ. પક્ષીએ કિલકિલાટ કરવા લાગ્યા. મયણુરેહા કહેવા લાગી કે કે પુત્ર! તારા જન્મ સમયે જે ગાયકે ગીત ગાત તે તેમનું ગીત કૃત્રિમ હોત, પણ પક્ષીઓનું ગીત કેવુ' અકૃત્રિમ અને મનહર છે! આ ગીતની સરખામણી કૃત્રિમ ગીત કોઈ પણ રીતે કરી શકે નહિ. પક્ષીએ અત્યારે બંદીજનાનું કામ કરી રહ્યા છે અને સૂર્ય લાલ રંગ ફેલાવી તારા જન્મના ઉત્સવ ઉજવી રહ્યો છે. સાથે પાતે પણ આત્માને કહેતી હતી કે આ વનમાં તારું કોઈ સહાયક નથી એમ માનીને ઉદાસ ન થઈશ. સૂર્યાં પણ અહીં તારી સહાયતા માટે હાજર છે. પછી મયણરેહાએ વિચાર કર્યો કે મારે આ પ્રમાણે અશુચિમાં પડી રહેવુ. ન જોઈએ. એમ વિચાર કરી પેાતાના પુત્રને હાથમાં લઈ નજીકના સરાવરના પાણીથી સ્વચ્છ કર્યાં. અત્યારે એક નાની ગાદી સરખી પણ નથી કે જેના ઉપર પુત્રને સૂવાડી શકે. અત્યારે સ્થિતિ કેવી વિષમ છે! મયણુરેહાને દી પ્રવાસ અને પ્રસૂતિની મહાઅશક્તિ છતાં સેવામાં કાણુ ? વિસામા કયાં ! મહા કપરી સ્થિતિ છે. હૈયુ' ધ્રુજી ઉઠે, કલેજું કમકમી જાય, આંખમાંથી પાણી વહે એવી પારાવાર મુશ્કેલી છે. સતીએ ઘણી હિંમત રાખી છે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy