________________
२७२
શારદા રત્ન છે કે અત્યારે તે નવકારમંત્ર સિવાય બીજો કેઈ મારો બેલી નથી. કહેવત છે કે “વનવગડામાં ઝાડ પણ એકલું ન હેશે. ત્યારે અહીં તે સ્ત્રી સાવ એકલી છે. વગડાની વાટ છે. ભયંકર રાત્રી છે. પોતાના પતિનું ખૂન થયેલું જોઈને આવી છે. લેહીથી નીતરતું શરીર પડયું હતું. આવા દો જેઈને આવી છે, પણ આવા સમયે અબળા અબળા નથી રહેતી. તેનું શૌર્ય પ્રગટ થાય છે. આત્મશક્તિ ખીલે છે, ત્યારે અબળા પ્રબળા બની જાય છે. હજાર પુરૂષને એક બાજુમાં મૂકી દે એવી સમર્થ બની જાય છે. કામી પુરૂષ તેની સામે આવે તે તેને સુધારવા પ્રયત્ન કરે, છતાં તે સમજે નહિ તે પિતાનું બલિદાન દઈ દે છે, પણ પિતાનું શીયળ લૂંટાવા દેતી નથી. અબળા એટલે બળ વગરની ભલે કહેવાતી હોય પણ એ અબળા જ્યારે પ્રબલા બને છે ત્યારે એટમ બેબની ગરજ સારે છે. અબલામાં શક્તિ રહેલી છે. પોતાની શક્તિથી તે સમગ્ર જગતને પણ પ્રજાવી શકે છે. ને શોરકેટ નામનું જંકશન છે. તેની નજીકમાં જંગલ હોવાથી તે જંકશન દિવસે જેટલું રળીયામણું લાગતું, એટલું જ રાત્રે બિહામણું ભયંકર લાગતું હતું. તે સ્ટેશને છેલ્લી ટ્રેઈન ગઈ. એક બહેન પોતાના પિયરથી પાંચ મહિનાના બાબાને લઈને જીયાણું લઈને સાસરે જઈ રહી હતી. ખૂબ સુખી ઘરની છોકરી હતી. એ પિયરથી નીકળવાની હતી તે અગાઉ ત્યાંથી દીકરીના સાસરે પત્ર લખ્યો હતો કે અમારી દીકરી અમુક ટ્રેઇનમાં આવશે, આપ સ્ટેશને સામા આવજે, પણ કાગળ પહોંચ્યો નહિ, તેથી કઈ લેવા આવ્યું નથી. આ બહેન રાહ જેવા રહી કે હમણાં કેઈક આવશે. ત્યાં તે બધા વાહને ગામમાં જતા રહ્યા. હવે એક ઘોડાગાડીવાળે ઉભો હતો. સ્ટેશનથી ગામ દૂર હતું, એટલે હવે બીજે કંઈ ઉપાય હતો નહિ. બહેને ગાડીવાળાને કહ્યું, ભાઈ ! તું મને ગામમાં લઈ જઈશ ? હા બહેન, ગાડીનું ભાડું નક્કી કરીને બહેન ઘોડાગાડીમાં બેઠી. અંધારામાં પણ ચાંદ જેવું ચમકતું રૂપ, દાગીનાથી ઝળહળતું શરીર, અંધારી રાત અને યોગીઓને પણ ભૂલાવે તેવું એકાંત, બેનનું હૃદય થરથર કંપતું હતું. તે મનમાં પ્રભુને પ્રાર્થના કરી રહી હતી કે પ્રભુ! મને સુખશાંતિથી ઘેર પહોંચાડી દેજે.
રૂપ પાછળ પાગલ બનેલે ગાડીવાળો -બહેનનું રૂપ, દાગીના બધું જોઈને ગાડીવાળાનું ભ્રમર જેવું મન ચલાયમાન થયું. તેણે ગાડી થોડી વાર સીધા રસ્તે ચલાવી પછી તેણે રસ્તે બદલ્યા. બહેને કહ્યું–ભાઈ ! આ રસ્તો ગામને નથી. આપ બીજે રસ્તે કયાં જઈ રહ્યા છો? ગાડીવાળો કહે–મેં જે રસ્તો લીધો છે તે બરાબર છે. સીધા રસ્તે નાળા તૈયાર થાય છે તેથી બધું બદલું છે ને પથ્થરો પડ્યા છે એટલે એ રસ્તે જવાય તેવું નથી. આ રીતે કહ્યું, એટલે એને સાચું માન્યું. થોડે દૂર ગયા એટલે તેણે અઘોર જંગલમાં ઘોડાગાડી ઉભી રાખી. અને બહેનને કહે છે તમે નીચે ઉતરી જાઓ. ગામ તે હજુ ઘણું દૂર છે કે અહીં કેમ ઉતારે છે? તને ભાન નથી? બહેન હજુ કંઈક વિચારે તે પહેલાં નાનકડા ફુલ જેવા બાળકને મેળામાંથી ઝુંટવી લીધે, પછી કહે છે, તારે