SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન વ્યાખ્યાન ન. ૨૮ ૨૬૧ -5 તા. ૧૨-૮-૧ શ્રાવણ સુદ ૧૩ ને બુધવાર સુજ્ઞ બંધુએ ! ધર્મનું સ્વરૂપ બતાવનારા તીથ કર ભગવંતા છે. તેથી તેમને પરમેશ્વર કહીએ છીએ. ભગવાનના પ્રથમ સદેશેા એ છે કે તમે તમારા આત્માને એળખા. તું પરમાં સાવધાન ઘણા બન્યા, હવે આત્મસ્વરૂપમાં સાવધાન બન. અનંતકાળથી આત્મા રખડી રહ્યો છે. તે આત્માને જાગૃતિના નાદ વગાડતા કહે છે——— जहा गेहे पलितम्मि, तस्स गेहस्स जो पहू । મજ્જાનીને, सार અસારાવારૂં ॥ ઉત્ત. ૧૯–૨૨ જ્યારે ઘર ખળતુ હાય ત્યારે તે ઘરના ધણી અસાર વસ્તુને છોડી પહેલા બહુ મૂલ્યવાળી વસ્તુઓને કાઢી લે છે. સમુદ્રમાં નૌકા ખીણા સાથે, ભેખડા સાથે અથડાઈ ન જાય તે માટે સમુદ્રમાં દીવાદાંડી રાખવામાં આવે છે. તેમ આ ગાથા સ ́સાર સમુદ્રમાં અથડાતા પ્રાણીઓને માટે દીવાદાંડી સમાન છે. આ ગાથા કાણુ એલ્યુ છે? આધ્યાત્મની અટારીએ ઉભા રહી સમગ્ર વિશ્વનું પરા` રીતે દર્શન કરી રહેલા પરમ ચૈતન્ય સાધક મૃગાપુત્ર પેાતાની મમતામૂર્તિ માતાને કહે છે હૈ મૈયા ! તમે મને સુંવાળા સ`સાર સુખના ભાગવટા માટે સંસારમાં રહેવા અભિનવ મમતાના રંગ ભર્યો ભાવા રજી કરી રહ્યા છે, પણુ હું માઁગલમૂર્તિ મૈયા ! આપ સ`સાર સામું જરા ષ્ટિ તેા કરેા, ત્યાં કઈ ક્ષણે અને કયા સ્થળે શાંતિનું દર્શન થાય છે ? અસ્ખલિત વહેતા એવા વિશ્વમાં સાર શું છે? અસાર શુ છે ? તેના વિવેક આગમના આ મહા વાકયો કરાવે છે. મેાહની મસ્તીના નશામાં પાગલ બનીને બાહ્ય વૈભવમાં નાચતા જીવાની પાસે વિવેક તા છે, પણ તેની પરિસીમા માત્ર બહારના ક્ષેત્ર પુરતી છે; તથા ભૌતિક ક્ષેત્રમાં મર્યાદિત છે. જો તે વિવેક આધ્યાત્મિક ક્ષેત્રમાં વપરાય તા આંતર જગતમાં અવનવી શેાધ કરી અલૌકિક આનંદના અનુભવ કરે. જેમ કેઈ ઘરમાં આગ લાગી હેાય તે સમયે ઘરના માણસેા તેમાંથી બચવાના પ્રયત્ન શેાધે છે, અને જે સાર વસ્તુ હોય, જેના મૂલ્ય ઘણાં ને વજન એછું તેવી કિ ંમતી વસ્તુ લઈ લે પશુ રેડીયા, ટી. વી. લાખડી તિજોરી, સાફાસેટ, ફ્રીજ ફીચર લેવાની મહેનત કરે ? હરગીજ નહિ. માલિકની અંદર રહેલા વિવેક તેને માર્ગ બતાવે છે. સમયને અનુસાર સાવધાન માનવી ભડકે જલતા ઘરનુ દર્શન કરી ઘરમાં રહેલી અગણિત ચીજોમાંથી સારભૂત વસ્તુ લઈ મુઠીવાળી બહાર કૂદી પડે છે, પણ નિઃસાર પદાર્થો પ્રત્યે તે મીટ માંડવા થાભતા નથી. ભૌતિક જગતમાં પણ આ રીતે માનવ કિ ંમતી વસ્તુનું રક્ષણ કરે તા આધ્યાત્મિક ક્ષેત્રે સાર-અસારના નિર્ણય વિવેક જ કરાવે ને? આધ્યાત્મિક ક્ષેત્રમાં સાર શુ અને અસાર શું ?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy