SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૫૭ સુશીલા બેસી રહી છે. રાતાની રાતા મારા માટે જાગે છે. પછી તેમને ખબર પડી કે તેની ખા સીરીયસ ડાવા છતાં ન ગઈ અને તેની બા મૃત્યુ પામ્યા. આ બધા સમાચાર જાણીને સાસુનું હૃદય પલ્ટાઈ ગયું. તેનામાં માનવતાના દીવડા પ્રગટયો. ઉઠીને સુશીલાના ચરણમાં પડી. ધન્ય છે સુશીલા ! ધન્ય છે તને! મને માફ કર, માફ કર. મેં તારા પર જુલ્મ ગુજારવામાં બાકી નથી રાખ્યા, છતાં તે એ બધા દુઃખાને ભૂલી જઈ મારી જે સેવા કરી છે તે અજોડ છે. તારી સેવાથી મને નવજીવન પ્રાપ્ત થયુ છે. મારા ખાતર તારી બાની સ્થિતિ ગંભીર હાવા છતાં તુ મળવા પણ ન ગઈ. વહુ બેટા ! મારા ગુનાને માફ કર. તેમની આંખામાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. સુશીલા કહે બા ! ખા ! એવું ન ખેલા. હું તમને માફ્ કરનારી કોણ ? તમારે માફી માંગવાની હાય જ નહિ. જે બન્યુ' છે તે બધામાં કર્મ નિમિત્ત છે. તમે સાજા થયા એટલે મને ઘણા આનંદ છે. આમ કહેતાં સાસુ વહુ એકબીજાને ભેટી પડયા. ખરેખર તું તે અમારા ઘરની કુળ દીપિકા છે ! બેટા ! હવે હું તને અહીં જ રાખીશ, જુદી નહિ રહેવા દઉં. બધા ભેગા આનંદથી રહેવા લાગ્યા. જેમ સુશીલાને સાસુએ ગમે તેટલું દુઃખ આપ્યું, પણ તેણે ફરજ અદા કરી તેમ અહીંયા મયણુરેહા પણ પેાતાની ફરજ સમજીને પતિનું મરણુ સુધારવા છાતી પર શીલા મૂકીને તેમના આત્મા કઈક પામી જાય ને તેમની સદ્ગતિ થાય તે માટેનું ઉપદેશ યુક્ત વને કહી રહી છે. નાથ ! આપ બધું ભૂલી જજો. આત્માને કાઈ દાસ્ત નથી, કોઈ દુશ્મન નથી. દોસ્ત કે દુશ્મન પેાતાના આત્મા છે. આ કટારી ભાઇએ નથી મારી, પણુ કરાજે હુલાવી છે. હવે કાઈ પર દ્વેષ ન કરતા, વેરનું વિસર્જન કરતા કરતા આ મૃત્યુ-ઘડીને મહાત્સવમય બનાવી જજો. આંખ સામે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધમ ને રાખીને એનું શરણ સ્વીકારજો. હવે આપ આપના આત્મઘરમાં મહામ ગલમય અને પતિતપાવનકારી નવકારમંત્રને વસાવા. નવકારમંત્રનું ધ્યાન અલૌકિક લાભ આપે છે. મહાઉન્નતિ સર્જ છે. સદ્ગતિમાં જવાને માટે આત્માને હલકા ફુલ બનાવે છે. આ જીવનમાં નવકાર એ જ સાર છે. ધર્મ એ જ સાર છે, કષાયા તા મહારોગ છે. એની પકડ ન રાખશે. આ જીવત પામ્યાની વડાઈ, લાડી, વાડી, ગાડીના લ્હાવા લેવામાં નથી. ચિત્તને વિષયાના આનદ્રથી ભરી દેવામાં નથી. એ તે ઝેર છે. જીવનની વડાઈ તા ચિત્તમાં સમભાવ અને સમાધિ સ્થાપિત કરવામાં છે. ક્ષણવાર પણ ચિત્તમાં જો સમભાવ સ્પશી જાય તે એ પારસમણીની જેમ તુચ્છ લેાઢા જેવા ચિત્તને કિમતી સુવર્ણ જેવું કરી દે છે. સતીની એક જ વાત છે કે ભાઇએ ગમે તે કર્યું. પણ આપણે આપણું ન ચૂકવુ જોઇએ. સતીના વચનેાની પિત્ત પર સુંદર અસર :-પતિની કલ્યાણમિત્ર બનેલી મહાસતી મયણુરેહાના ચંદનરસ સમાન શીતલ વચનામૃતા સાંભળી પતિના દિલના ક્રોધના ભડકા શાંત થઈ ગયા. એ ઠંડાગાર ઉપશમજલના સરોવરમાં સ્નાન કરવા લાગ્યા. પત્નીએ કહેલુ બધુ... મસ્તકે ચઢાવી અંજલી જોડી સ્વીકારી લીધું. અંતરના સત્ત્વ ખીલ્યા. હવે તેા પ્રતિ 410
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy