________________
૨૫૦
શારદા રત્ન સદ્દગતિ કે દુર્ગતિ થાય છે. હજુ મયણરેહા તેના પતિ યુગબાહુને કેવા મીઠાં વચનથી સદુધ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર -સાગરદત્ત શેઠ અને શેઠાણી ઉદયચંદ્ર શેઠને ત્યાં જમવા જવાની ના પાડતા હતા, પણ આગ્રહ કરીને લઈ ગયા, પણ કર્મને ઉદય શું કરે છે. કાના ફૂટલી થાળીની શોધ કરે છે, પણ કેઈને બુદ્ધિ સુઝતી નથી કે થાળીઓ ગણું તે જોઈએ. કેઈ થાળી ગણતા નથી. કાના ફૂટલી થાળી કયાં ગઈ કયાં ગઈ કરે છે ત્યારે કેટલાક કહે છે કે એક પરદેશી માણસ ફાટલા તૂટેલા કપડાં પહેરીને આવ્યો હતો, જેમને શેઠે બધા શેઠ-શાહકારની પંક્તિમાં જમવા બેસાડો હતો, તે થાળીના કાનાને કંઈક કરતો હતો. અમને તે ત્યારે લાગ્યું હતું કે આ ચાર તે નહિ હોયને? તે થાળીને કાને કાઢવા પ્રયત્ન કરતે હતે, માટે લાગે છે કે તે જ થાળી લઈ ગયો હશે. આ સાંભળીને ઉદયચંદ્ર શેઠ કહે છે, આપ બધા તેમની તપાસ કરે. તેમને પકડીને લઈ આવો, અથવા ત્યાં જઈને શામ-દામ અને દંડથી તેને ધમકી આપીને થાળી લઈ આવો. જે તે ન સમજે તે મારકૂટ કરજો પણ થાળી લઈને આવજો.
શેઠના માથે આવેલું કલંક –આ બાજુ સાગરદત્ત શેઠ અને તારામતી શેઠાણી બંને ઝૂંપડીમાં બેઠા બેઠા સુખદુઃખની વાત કરે છે. શેઠ કહે છે, શેઠાણી !
આપણી પાસે સેનાના પાંચસે થાળ હતા તે તે ગયા પણ કાનાફૂટલી થાળીને હું કાને મૂિકીને જોવા ગયે, ત્યાં તે કાને ફીટ થઈ ગયો. પછી નીકળ્યો નહિ. આપણુ પાસે કે એટલી મૂડી હતી તે પણ જતી રહી. શેઠને ઘેર જે ૫૦૦ થાળ છે તે મને તે લાગે
છે કે આપણું જ થાળ પાછા અહીં આવ્યા ન હોય! આપણું પુણ્ય પરવાર્યા ને આ શેઠના પુણ્યને ઉદય થયો. એમાં કાંઈ નવાઈ નથી. આ રીતે બંને વાતો કરી રહ્યા છે. એટલામાં ઉદયચંદ્ર શેઠનો મુનિમ આ શેઠને શોધતો શોધતો અહીં આવ્યો. આવીને કહે છે તમે અમારા શેઠની સેનાની થાળી ચેરીને લઈ આવ્યા છે તે આપો. શેઠ કહે–થાળી શું ને વાત શું? મુનિમજી તે ગુસ્સામાં આવીને કહે છે, એક તે તમને જમવા બોલાવ્યા, બધું જમાડયું, અને જેનું ખાધું તેને ઘેરથી જ ચેરી કરીને સેનાની થાળી લઈ આવ્યા? શેઠ તે બિચારા તદ્દન નિર્દોષ છે. એ તો કંઈ વાત જાણતા ન હતા.
શેઠ કહે મેં થાલ ન લાયો, મુનિમ કર વિશ્વાસ, | મુનિમ કહે જે ઈજજત ચાહે, ઝટપટદેવ રે પ્રકાશ
શેઠ કહે ભાઈ! હું થાળી લાવ્યો નથી. આપ મારા પર વિશ્વાસ રાખો. અમે કેટલા કષ્ટ ભોગવીએ છીએ, છતાં ચેરી આદિ પાપ તે કઈ દિવસ કરતા નથી. મુનિમ કહે, આપે જ લીધી છે. આપ અમને થાળી નહીં આપો તે અમે અહીં બેસી રહીશું, પણ થાળી લઈને જઈશું. જો આપને આપની ઈજજત-આબરૂ વહાલી હોય તે આપ અમને બતાવો કે થાળ કયાં મૂક્યો છે? મુનિમજીએ શામ, દામ, દંડથી સમજાવ્યું. શેઠ તે એક જ વાત કરે છે કે આપ ગમે તેટલા ઉપાય કરે, પણ મેં થાળી લીધી જ નથી,