________________
શારદા રત્ન લઈ જજો. એ સમયે માણસને મોકલવાથી થાપણ આવી ગઈ છે. બુદ્ધિના ચમકારા સાંભળતા પ્રજાના મુખમાંથી “વાહ વાહના પિકારો થવા લાગ્યા. બુદ્ધિના સદગુણાકાર તે આનું નામ. ત્રીજી સ્ત્રીએ “આંખમાં ઘર” છે. એમ કહ્યું હતું, તેથી મારા મનમાં થયું કે ચઠીને કાળું ધાબું છે, એટલે ચણોઠીનું ઝાડ જેના ઘરના આંગણામાં હોય ત્યાં તપાસ કરવી. ત્યાં માણસને મોકલ્યો ત્યારે તેણે કહ્યું–“લોખંડને ઘેડે લાકડે ચઢે ત્યારે આવજે, એટલે લાકડાના બારણે આંગળી દેવાય ત્યારે આવજે. તે પ્રમાણે માણસને મોકલતાં થાપણ પાછી આવી ગઈ.
ચેથી સ્ત્રીએ કહ્યું હતું કે મારું સરનામું “પરઘર વાસ છે. તેથી મેં વિચાર કર્યો કે પરઘર વાસ કરનાર કેવડો હોય છે, એટલે કેવડો જેના આંગણામાં ઉગે તેના પાડોશીને સુગંધ મળે છે. આથી મેં ત્યાં તપાસ કરવા માણસને કર્યો ત્યારે તેણે કહ્યું “પથરે દાણ ચાલે ત્યારે આવજે.” એટલે એને અર્થ એ થાય કે પ્રાતઃકાળે ઘંટી દળવાનું કાર્ય કરે ત્યારે આવજે. એ પ્રમાણે સવારમાં થાપણ આવી ગઈ. ચાર સ્ત્રીઓના કોયડા અને પ્રધાનના બુદ્ધિભર્યા જવાબ સાંભળી સી અવાક બની ગયા. સમજણ અને અને સૂઝ વચ્ચે જામેલ આ સરવાળા સાંભળી બધાને થયું કે આપણું નગરમાં નારીરને આવા બુદ્ધિશાળી છે. રાજાએ આ બુદ્ધિ રત્નનું સન્માન કર્યું. બધા વિદાય થયા.
આવી નારીરત્ન મયણરેહાને પિતાને પ્રાણપ્રિય પતિ યુગબાહુ મરણ પથારીએ પડે છે, તેથી દિલમાં ખૂબ આઘાત છે, પણ સતીએ એકજ વિચાર કર્યો કે અત્યારે મારું કર્તવ્ય એ છે કે તેમનું મૃત્યુ સુધારવું. તે જુએ છે કે પતિ ગુસ્સામાં છે. તેમને મરણાન્ત ઘા લાગ્યો છે. બચવાને કેઈ ઉપાય નથી. મૃત્યુની તૈયારી છે. જે ગુસ્સે લઈને મરશે તે બિચારાની ભયંકર દુર્ગતિ થશે, માટે હમણાં મારો વિચાર પડતું મૂકી એમનું મરણ સુધારવા દે. જે ક્રોધમાં મરે તે નરકાદિ દુર્ગતિના ત્રાસ! અને પાછો ધર્મ કઈ આપનાર નહિ, એટલે ત્યાંથી મરીને પણ આગળ દુઃખમય ભવાની પરંપરા! કેવી ભીષણ કટેકટી ! એ દુર્ગતિની હડફેટે ચઢી જાય તે એમનું શું?
મયણરેહા અસાધારણ સન્નારી હતી. તેનું હૈયું પવિત્ર અને વિશુદ્ધ હતું. તેણે પિતાના પતિનું આત્મહિત વિચાર્યું. જે થવાનું હતું તે થઈ ગયું. થયેલું હવે ફરનાર નથી. હવે તે બચનાર નથી. ત્યારે તેમનું મન પ્રશાંત થવું જોઈએ. તેમને પરલોક ન બગડવે જોઈએ. તેમની કષાયની આગ શાંત કરી સમતા અને સમાધિ સાથે કેમ સદ્દગતિ થાય તે રીતે વાતચીત કરે છે. આ છે મયણરેહાની સ્વજન–મૈત્રી. ઉ૫કારી મૈિત્રી અને આત્મમૈત્રી. પોતાના દુઃખનો વિચાર નહિ. સૌભાગ્ય કે વૈધવ્યને કોઈ વિચાર નહિ. પતિના હત્યારા મણિરથ પ્રત્યે પણ એ સમયે કઈ વેર-વિરોધ નહિ! આવી ભયંકર દુર્ઘટનામાં મગજનું સંતુલન રાખવું શું સામાન્ય સ્ત્રી માટે સંભવિત છે ખરું? સામાન્ય અને સાધારણ સ્ત્રીનું કામ નહિ. | અંતિમ સમયે પતિને બધ આપતી સતી: મયણરેહાએ વજની છાતી કરી પતિનું માથું ખેળામાં લીધું, અને ગદ્દગદ્દ કઠે કહેવા લાગી, હે મહાયશ ! તમે એક