________________
૨૩૬
શારદા રત્ન મૂકે. જીવની કેટલી મમતા-મૂછો છે! બધા કહે, આ માટલું જ તેની છાતી પર મૂકશું તે વહેલે મરી જશે. માટે હેજ અડાડીને લઈ લેવું. - બે દિવસ પહેલાં પેપરમાં વાગ્યું હતુ કે ભીખ માંગતા ભિખારી પાસેથી નવલાખ રૂપિયા નીકળ્યા. માંગી માંગીને ભેગું કરે. કાલે એ મરી જશે તે એ પૈસા કણ ભગવશે? પોતે સુખે ખાધું નહિ ને ભેગું કર્યું, પછી એની દશા શી થાય ? માખીઓ મધ ભેગું કરે, પોતે ખાય નહિ ને બીજાને ખાવા દે નહિ, છેવટે લૂંટારાએ લઈ જાય છે. હું તમને કહું છું કે મધ ખાવામાં મહાપાપ છે. કઈ મધ ખાશો નહિ. ડોકટર કે વદ તમને દવા મધમાં લેવાની આપે તે ગળમાં લેજે પણ મધ કયારે પણ વાપરશો નહિ. એ અભય ચીજ છે. મધની અંદર માખીઓના ઈંડા હોય છે તે એટલા બધા બારીક હોય છે કે આપણે આંખથી દેખાય નહિ. બિલોરી કાચથી જોઈ શકાય. સફેદ ઇંડા મધમાં મિક્સ થઈ જાય છે, માટે કયારે પણ મધ ખાશે નહિ. રેગ આવે ને કદાચ ડોકટર કહે, તો એવો વિચાર કરો કે વહેલા કે મોડા મારે જવાનું નકકી છે. તે મધ ખાઈને શા માટે મારા પેટને જીનું કબ્રસ્ત ન બનાવું? મધ વાપરવા છતાં જે અશાતા વેદનીય મંદ નહિ પડયા હોય તે રોગ નહિ મટે. મધને ઉપયોગ કરતાં ઘોર હિંસા થાય છે. માટે આવા ઘેર પાપ છોડો. બહેનેએ કડિયાની છાતી પર માટલું અડાડીને લઈ લીધું,
શિયાને સંતોષ થયા. માટલાને છાતી પરથી લીધું ને થોડીવારે કડિયે મૃત્યુ પામ્યો. મિએ અંતિમ ક્રિયા કરી. ને પછી માટલું ફેડયું તે ર૦૦૧ રૂા. નીકળ્યા. ને કઠીમાં સડેલી રોટલીઓ નીકળી. કેટલો લાભ! લોભ જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માટે સંતેષના ઘરમાં આવે, અને આત્મસાધનામાં જોડાઈ જાવ. કાળ ભયંકર છે.
એક બાજુ છે કાળનું કારમું ગોઝારું સર્જન. બીજી બાજુ છે બિચારું નિર્બળ શરીર. આ બંને પરિસ્થિતિને જાણીને સાધક સાવધાન થઈને ભારેડ પક્ષીની માફક અપ્રમત્ત બનીને વિચરે. ભાખંડ નામના પક્ષીને બધે આકાર બીજા પક્ષીઓની જેમ હોય છે, પરંતુ તેને ગ્રીવા–ગર્દન બે પ્રકારની હોય છે. તે સદા એક જ મુખથી ખાય છે, અને જે ક્યારેક તે પ્રમાદ વશ થઈને ભૂલ કરે તે તે મરી જાય છે. એ રીતે પ્રમાદને વશીભૂત થયેલ સાધક પણ પોતાના સંયમથી પતિત થઈ જાય છે, તેથી પ્રમાદી જનના સંસર્ગથી સાધુએ હંમેશા અલગ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારંડ પંખી ગગનમાં સ્વતંત્રતાથી વિચરે, છતાં ય કેટલી સાવધાની! તેમ હે આત્મા ! તું પણ સદા જાગૃત જીવન જીવ. જ્યાં અપ્રમત્તભાવ છે ત્યાં સાધ્યની સિદ્ધિ છે. જ્યાં પ્રમાદ છે ત્યાં સંસાર છે, માટે જીવનની અનિત્યતા જાણીને નિત્યનું શરણું લે, અને તેને જ શરણ માન. સંસારસાગરથી તરફ, મોહભાવને દૂર કરવા, લક્ષ્યમાં વિહરવા માટે ને મુક્તિપદને વરવા માટે એક જ ઉપાય છે. જે સાધનામાં પ્રમાદ ભળે તે સંસાર વધે અને સાધનામાંથી પ્રમાદ જાય તે સિદ્ધિ મળે, માટે તે સાઘક ! તું આટલું તે જરૂર યાદ રાખજે.