SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શારદા રત્ન સત્ય છે કે બેટી તે જેવા ત્રણ ત્રણ એની ઘાત કરી. તેના કારણે પત્ની પણ મરી ગઈ. જીવ કર્મ કરતા વિચાર નથી કરતે પણ ભેગવવાના આવશે ત્યારે બૂરી દશા થશે. કર્મના તમાસા : સંસારમાં સુખદુઃખ, સારું-નરસું, શુભ-અશુભ વગેરે કર્મના તમાસા છે. કેઈને ત્રણ રોટલીની જરૂર હોય તે વગર માગ્યે ૧૩ રોટલી મળે છે અને બીજાને ત્રણ રોટલીની જરૂર હોય તે તેને ત્રણ સાંધતા તેર તૂટે જેવું થાય છે. એક ટુકડા ખાતર વલખા મારતે હેય, ભૂખની ભૂતાવળ દૂર કરવા રાડો પાડતો હોય, હાથ જેડી દીનતા બતાવતે હોય તે તેનું સાંભળવા કે તેના તરફ દૃષ્ટિ કરવા કેઈ તૈયાર નથી. જ્યારે બીજી બાજુ ખાવાની રૂચિ ન હોવા છતાં આગ્રહથી મેંમાં નાખનાર અનેક મળી આવે છે. સંસારના સુખો નજીકની વસ્તુ છે. સંયમના સુખે સુક્ષમ હેવાથી દૂરની વસ્તુ છે. નજીકના સુખ જોવા માટે આંખની જરૂર છે. દૂરના સુખ જેવા માટે દુરબીનની જરૂર છે, પણ આજે માનવ નજીકની વસ્તુ જેવા માટે દુરબીનનો ઉપયોગ કરે છે, અને ઘરની વસ્તુ જોવા માટે આંખને ઉપયોગ કરે છે, તેથી તે બંને ગુમાવે છે. નજીકના સુખે જેવાની જેની આંખ નથી તે ઘરનું શું જોઈ શકવાને છે? સાચું સુખ આત્મિક રાજીપામાં છે. શુભ કર્મ કરો. શુભ પુણ્ય ઉપાર્જન કરો. તેને ઉદય શુભ હશે ને તેથી પ્રાપ્ત થતું સુખ, શાંતિ આપશે. અશુભ કર્મનો ઉદય જીવને દુખે આપશે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે पुरिसोरम पावकम्मुणा, पलियंत मणुयाण जीविय સના ફા જાન મુઝા , મોડું ગતિ ના સંહા ! ૨-૧-૧૦ હે પુરૂષ! (આત્મા) તું પાપકર્મથી લેપાયેલ છે, તેથી તેનાથી નિવૃત્ત થઈ જા. મનુષ્યનું જીવન નાશવાન છે. આ સંસારમાં અથવા આ જન્મમાં જે મનુષ્ય આસકત છે તથા કામોમાં મૂછિત છે તે હિંસા આદિ પાપોથી વિરકત નથી, તે મેહનીય કર્મના પંજામાં ફસાઈ જાય છે. અર્થાત્ મોહનીય કર્મને સંચય કરે છે. આ ગાથામાં ભગવાન એ સમજાવે છે કે હે વિવેકવાન આત્મા! તું હજુ સુધી પાપકર્મોથી લેપાયેલ છું. સંસાર એટલે પાપકર્મોથી પાવાનું કેન્દ્રસ્થાન. તું પાપકર્મથી નિવૃત્ત થઈ જા. કારણ કે મનુષ્યનું જીવન નાશવંત છે, ક્ષણભંગુર છે, કયારે નાશ પામશે એ ખબર નથી. માટીના ઘડાને ફૂટતા વાર લાગશે એટલી વાર આ જીવનરૂપી ઘડાને ફૂટતા નહીં લાગે. માટે તું પાપથી લેપાઈશ નહિ. વાણીને ખૂબ સંયમ રાખજે. પઢિચત્ત આ શબ્દ દ્વારા એ બતાવ્યું છે કે મનુષ્યનું આયુષ્ય વધુમાં વધુ ત્રણ પલ્યોપમનું છે. તેમાં પણ સંયમી જીવન તે પૂર્વમાં દેશે ઉણું છે. તાત્પર્ય એ છે કે મનુષ્યનું જીવન નાશવાને છે. એને અલ્પજીવી જાણુને જ્યાં સુધી સમાપ્ત નથી થયું ત્યાં સુધી કષાયથી રહિત થઈને શુદ્ધ ધર્માનુષ્ઠાન કરીને જીવનને સફળ બનાવી દેવું જોઈએ. જે જ આ માનવજન્મને પામીને વિષયભોગના કીચડમાં ફસાઈ જાય છે; તથા કામનાઓની
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy