SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન २२७ જગ્યાએથી દબાવીને થોડું લેહી પણ કાઢવામાં આવે છે. કાંટે કાઢવા માટે જેટલું ધ્યાન આપવામાં આવે છે, એટલું ધ્યાન જે પાપ રૂપી કાંટાને કાઢવામાં આવે તે આત્મામાંથી પાપ દૂર થઈ શકે તેમ છે. કાંટે કાઢવામાં અને શરીરમાંથી રોગ દૂર કરવા માટે જેટલી સાવધાની રાખવામાં આવે છે, એટલી સાવધાની શું પાપને દૂર કરવા રાખવામાં આવે છે? ના. જ્યાં સુધી પાપથી નહિ ડેરો ત્યાં સુધી માનવજીવનને કઈ લાભ તમે નહિ ઉઠાવી શકે. જવ મન, વચન અને કાયાથી પાપ બાંધે છે. ઘણી વાર વચન બેલાઈ જાય તે તેને ખ્યાલ પણ ન હોય ને તે વચન હિંસાના પાપનું કારણ બની જાય છે. સંત સંસારમાં દષ્ટિ ન કરે -એક વખત એક બાઈ સંતના દર્શન કરવા આવી. દર્શન કર્યા પછી કહે છે કે મહારાજ ! મને આપના આશીર્વાદ ફળ્યા. સંતને તે આ સાંભળીને આશ્ચર્ય થયું કે આશીર્વાદ શું ને વાત શું! પેલી બાઈ કહે, આપને યાદ નહીં હોય પણ હું એકવાર આપની પાસે રડતી રડતી આવી હતી. મારે સંતાન ન હતું, એટલે દીકરા માટે ઝૂરતી હતી. આપે મને પૂછ્યું બેન! કેમ રડે છે ? મેં કહ્યું હું સંતાન માટે મૂરું છું, ત્યારે આપે કહ્યું હતું કે બેન ! શાંત થાવ, રડશો નહિ. ધીરજ રાખે. કુદરતી થોડા સમયમાં મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સંત કહે બેન ! તારા સંતાનમાં અમને નિમિત્તભૂત ન બનાવ. અમને ઘેર પાપમાં ન નાંખ. મેં તો આપને રડતા હતા તેથી શાંત કરવા કહ્યું હશે. બાકી સાધુ આવા આશીર્વાદ કયારે પણ ના આપે, કારણ કે સંતાન થાય એ સંસાર વૃદ્ધિનું કારણ છે. આ સમયે જે કઈ સાધુ હરખાય કે મારા કેવા ગુણ ગવાય છે. મારા વચનથી તેને પુત્ર થયો. આમ માને તે તેને બ્રહ્મચર્યવ્રત ખંડનનું પ્રાયચ્છિત આવે. સાચો સાધક તે એમજ કહે, કે આ પાપના પિંજરમાં અમારું નામ ન દઈશ. માટે ભગવાન કહે છે તે સાધક ! તું બધું જાણતે હોય પણ જે બોલવાથી પાપનું આગમન થતું હોય તેવી વાણી તું બોલીશ નહિ. સાધુ કદાચ જ્યોતિષ જાણતા હોય પણ તેનો ઉપયોગ ન કરે. કેઈને ઘેર ગૌચરી ગયા. ઘરમાં બધા માણસે સાજા સારા છે. સાધુને ખબર પડે કે આ ભાઈને ઘેર કાલે વિદ્ધ આવવાનું છે છતાં સાધુ બોલે નહિ. એક વખત એક બાઈના પતિને રાજ્યના કામે પરદેશ જવાનું થયું. ગયા ત્યારે બાર મહિનામાં ઘેર પાછા આવવાની વાત હતી, પણ રાજ્યના એક પછી એક કામ નીકળતા બાર વર્ષ થયા. સ્ત્રી માટે તે પતિ તેનું સર્વસ્વ છે. વહુને સાસુને ત્રાસ હોય તો સહન કરે, દેરાણી જેઠાણીમાં મેળ ન હોય તો તે સહન કરે, નણંદ આકરા હોય તે તે પણ સહન કરે. આ બધાના ત્રાસ હોય તે સહન કરે, પણ જે ધણીને પ્રેમ હોય તો આ બધા દુઃખને તે ભૂલી જાય. પતિના સુખ આગળ બીજા દુઃખ દુઃખ રૂપે દેખાતા નથી અને ઘરમાં બધાને પ્રેમ હોય પણ પતિને પ્રેમ ન હોય તે ઘરના તેને ગમે તેટલી સારી રીતે સાચવે છતાં એનું હૃદય બળતું હોય છે. એ પતિની પાછળ ગૂરતી હોય છે. આ બાઈ દરરોજ પિતાના પતિની કાગડોળે રાહ જુએ. તેમને પત્ર નથી કે કંઈ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy