SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૨૫ રહે ત્યારે સમજવું કે આપણે આપણું પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છીએ. અા પરીક્ષા માટે કઈ શાળા કે કોલેજમાં જવાની જરૂર નથી. તે માટે પાઠય પુસ્તકો કે ગાઈડે વસાવવાની જરૂર નથી. કંઈ ગોખવાનું પણ નથી. આ પરીક્ષામાં રાતના ઉજાગરા પણ કરવાના નથી. સરળ અને સાદી સીધી આ પરીક્ષા છે. આ પરીક્ષામાં માત્ર એટલું કરવાનું છે. કંઈ પણ કામ કરતા પહેલા પોતાના આત્માને પૂછવું કે હું જે કામ કરવા માગું છું તે કામથી મારા આત્માને વિકાસ થવાનો છે કે નહિ ? આ કામથી બીજા કેઈનું અહિત તે થતું નથી ને? એ કામ કરવા પાછળ મારે કઈ સ્વાર્થ તે નથીને? વિચારોને પણ આ રીતે ચકાસવા. હું જેમના માટે જે વિચારું છું તે વિચારમાં કઈ દુર્ભાવ તે નથીને ? સામી વ્યક્તિના વિચાર અને વ્યવહારને હું મારા ટૂંકા ગજથી તે માપ નથી ને ! તમારે કેવી પરીક્ષા દેવી છે? સ્કુલની પરીક્ષામાં વિદ્યાથીઓ ૧૮–૧૮ કલાક સુધી કઠોર પરિશ્રમ કરે, ચપડીએના પાનાના પાના ગેખે તેથી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ એક ધારણમાંથી બીજા ઉંચા ધોરણમાં આગળ જાય, પણ જો જીવનધોરણ ઊંચું ? લાવવું હોય, મળેલું માનવજીવન યશસ્વી રીતે સફળ કરવું હોય તે પોતાના વિચાર, વર્તન અને વ્યવહારની સતત પરીક્ષા લેવાની જરૂર છે. પ્રશ્નો પૂછી તેના ઉત્તરો મેળવજે એમ એ પ્રશ્નને કઈ છે કે બેદે જવાબ મળે તો ત્યાં અટકી જશે અને સમ્યક સાંચો જવાબ મળે તે વિચાર અને વ્યવહારમાં આગળ વધો. શાળાઓ, મહાશાળાઓ કે વિશ્વવિદ્યાલયો જે પરીક્ષા લે તે પરીક્ષા તે આપણે બધાએ આપી છે, પણ આપણે આપણી પોતાની પરીક્ષા હજુ આપી નથી. જીવનના વિકાસ માટે, આત્માના ઉદવીકરણ માટે દરેક માણસે પોતાની પરીક્ષા લેવાની ટેવ પાડવી જરૂરી છે. શાળાની પરીક્ષાઓ તે વિદ્યાથીની યાદશક્તિની કરી છે. તેમાં જીવનના નૈતિક ઘડતર અને આધ્યાત્મિક ચણતરને કંઈ સ્થાન નથી, પણ આત્માની પરીક્ષામાં તે જીવનના નૈતિક ઘડતર સાથે આધ્યાત્મિક ચણતર પણ સારી રીતે થઈ શકે છે. આ પરીક્ષા માનવ આપી શકે છે. માટે તત્ત્વજ્ઞાની મહાપુરૂષોએ માનવજીવનને ખૂબ મહિમા ગાય છે. માનવ જીવનને સાચો આધાર જીવનની સદુપયેગિતા પર રહે છે. આ જીવનને જે યાચિત ઉપયોગ કરવામાં આવે તે એ પરમ અને ચરમ કલ્યાણ મેક્ષનું સાધન બની રહે છે. એ જ કારણસર માનવ જીવનને આટલું મહત્વ આપવામાં આવ્યું છે. દેવાનું શરીર અત્યંત રમણીય, રોગરહિત અને સદા યૌવનથી ભરપૂર હોય છે. તેમજ દેવભવમાં મનુષ્યભવ કરતાં અનેક ઈન્દ્રિયજન્ય સુખોપભેગના સાધન હોય છે. આમ છતાં પણ માનવદેહ અને માનવભવ એટલે મહિમા દેવભવનો ગાયો નથી. આનું કારણ એ છે કે માનવદેહ એ એક એવી અવસ્થા છે કે જેમાં પરમ પુરૂષાર્થ–મેક્ષની સાધના થઈ શકે છે. આથી આ જીવનને દેવ-દુર્લભ કહેવામાં આવ્યું છે. આ જીવનનું મહત્ત્વ ત્યારે સાર્થક થાય, જ્યારે એને યોગ્ય ઉપયોગ થાય. આ જીવન દ્વારા જીવ જે ચરમ ૧૫
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy