SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૨૩ આ બાજુ ઉદયચંદ શેઠની દીકરીના લગ્ન પતી ગયા બાદ સેનાની થાળીમાં કબજો લેવા માંડ્યો. બધાએ થાળીઓ ભેગી કરી, પણ પેલી કાના ફૂટલી થાળી દેખાતી નથી. બધા ઘરમાં શોધવા લાગ્યા. ક્યાં ગઈ એ થાળી? કેઈ કહે, આજે એક શેઠ જુનાં કપડાં પહેરીને મોટા શેઠિયાની પંક્તિમાં બેઠા હતા, તે શેઠ લઈ ગયા લાગે છે. સાગરદત્ત શેઠનું નામ આવ્યું. કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભલભલા ડાહ્યા, વિદ્વાન પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. ક્યાં શેઠને થાળીને કાંઠે ચુંટાડવાનું મન થવું ને ક્યાં તેમના પર આક્ષેપ આવ ! જે આપણે વરી ન કરે તેવું કર્મો કરે છે. જ્યારે કર્મ રૂડે છે, ત્યારે સવળા પાસા પણ ઉલ્ટા પડી જાય છે. રામ ગયા રે વનવાસ, સ્વર્ણ મૃગામે ભરમાય, પીછે સીતા રાવણ લેગ, કર્મોસી બુદ્ધિ બરલાય... વનવગડામાં સીતાજીને સોનાની કાંચળી પહેરવાનું મન થાય? ના, પણ કર્મની કિતાબ ઓર છે. વગડાના દુઃખ ભોગવતા કાંચળી પહેરવાનું મન થયું. સીતાજીએ હઠ લીધી. રામચંદ્રજી સેનાને મૃગ શોધવા ગયા. લક્ષમણજી ચોકી કરે છે, ત્યાં કેઈકની કારમી ચીસ સંભળાણી, બચાવો...બચાવે. સીતા કહે દિયરજી ! તમારા મોટાભાઈની ચીસ લાગે છે. તેમને કોઈ દુષ્ટ હેરાન કરતે હશે માટે બચાવો...બચાવે..ની બૂમ મારે છે. લક્ષમણજી કહે ભાભી ! આપ શાંતિ રાખે. આ મારા ભાઈની ચીસ નથી. તે ક્યારેય પણ આવી રાડ ચીસ ન પાડે. જુઓ, કર્મનો ઉદય થવાનું છે ત્યારે શું બને છે? સીતાજી ખૂબ ડાહી, સમજુ અને શાણી સ્ત્રી છે. તે શું કહે છે. “જળ કાંઠે બગ ધ્યાન ધરે, મીન લેવાને કાજદરિયાકાંઠે બગલા ધ્યાન ધરતા હોય છે પણ એનું ધ્યાન માછલા લેવા માટેનું છે. તમારું ધ્યાન પણ એવું છે. તમે ભાભીની રક્ષા કરતા નથી પણ મને પકડવાના પ્રયત્ન કરો છો. આ શબ્દ લક્ષમણજીને ઝાળ ઝાળ લાગી આવ્યા, પણ ખાનદાની છે, અગીરી છે, ધીરવીર છે. તે તો કાંઈ બોલ્યા વગર ત્યાંથી ઉઠયા અને ઝુંપડીને ફરતી સૂર્યની સાક્ષીએ આણ મારી કે મારી જિંદગીમાં મેં જે પરસ્ત્રીને માતા અને બેન સમાન ગણ્યા હોય તો આ ઝુંપડીમાં કોઈ દુષ્ટ પુરૂષ પગ મૂકી શકે નહિ. પાછળથી રાવણ આવે છે. મૈયા ! મને આટો આપ. ઝુંપડીની અંદર પગ મૂકવા જાય છે પણ જ્યાં પગ મૂક્યો ત્યાં ભડભડતી આગ જેવું લાગે છે, એટલે પગ પાછો લઈ લે છે. રાવણ કહે-હું અંદર આવી શકીશ નહિ. આ ભગવે વેશ પહેરીને આવ્યો છે પણ તેની ભાવના સારી નથી. સીતાજી ભોળવાઈ ગયા અને રાવણને આટો આપવા ગયા ને રાવણ તેમને ઉપાડી ગયો. છ મહિના ત્યાં રાખ્યા. અંતે રામ-રાવણ વચ્ચે લડાઈ થઈ. રાવણ મરા ને રામ સીતાજીને લઈને અયોધ્યામાં આવ્યા. કહેવાનો આશય એ છે કે કર્મને ઉદય થવાનો હોય ત્યારે ભલભલા ડાહ્યા પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. શેઠ, શેઠાણી બંને ઝુંપડીમાં બેઠા છે. તેમના માથે કેવા વિપત્તિના વાદળા ઉતરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy