SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત રા હું આપને મહેલમાં જઈને બતાવીશ, આ ચીો મેાકલવાનું કારણ પહેલાં હું સમજી શકી નહિ. મેં એમ માન્યું કે, એમના ભાઈ યુદ્ધમાં ગયા છે. મારા જેઠ પિતાના સ્થાને છે, તેથી મારા કોડ પૂરા કરવા મેાકલ્યા હશે, એમ માનીને મે' એ ચીજો રાખી. થાડા દિવસ બાદ ફરી તેમણે દાસીની સાથે તેવી ચીજો મેાકલી અને તેણે પાપની માયાજાળ પાથરી. તેમણે પેાતાની ઈચ્છા પણ દાસી દ્વારા વ્યક્ત કરાવી. મે' તે દાસીને ખૂબ ધમકાવીને કાઢી મૂકી અને કહ્યું, ફરી જો તું અહીં આવીશ, તેા તલવાર તારા માટે તૈયાર છે. થાડા દિવસ બાદ ખુદ તમારા મોટાભાઈ રાતના સમયે મારા મહેલે આવ્યા. તે સમયે મેં તેમને કામળ અને કઠાર વચનાથી ઘણું કહ્યું. એટલે તેએ પાછા ચાલ્યા ગયા. આ પ્રમાણે આપના ભાઈના હૃદયમાં આપના પ્રત્યે પ્રેમભાવ રહ્યો નથી, પણ તે આપના શત્રુ બની ગયા છે. માટે હું આપને કહું છું કે આપ અત્યારે તેમને મળશે નહિ કે ખેાલાવશે નહિ. તેઓ રાત્રે એકલા આવ્યા છે ને હાથમાં તલવાર લઈ ને આવ્યા છે, માટે મને તેા અનની સંભાવના જણાય છે. એટલે તેમના વિશ્વાસ કરવા જેવા નથી, તમે સરળ અને ડ્રિંક હેાવાના કારણે માના છે કે, મારા ભાઈ આવ્યા છે. પશુ આપ એ ભૂલી ન જતા કે વિષયલાલુપી વ્યક્તિની દૃષ્ટિ જીદા પ્રકારની હોય છે. જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન હેાય તેા આપ અત્યારે કહેવડાવી જુએ કે, આપ અત્યારે મહેલ પાછા પધારો. હું અત્યારે આપને મળી શકું તેમ નથી. આમ કરવાથી તેમના હૃદયનાં ભાવાના ખ્યાલ આવી જશે. મયણરેહાએ આ પ્રમાણે યુગમાહુને ઘણું ઘણું કહ્યું પણુ, કર્માંના ઉત્ક્રય થવાના હોય ત્યારે ભાવિ ભૂલવાડે છે. ભાઈ ને અવિનય કેમ કરી શકું ? યુગમાડુના મનમાં થયું કે સતીની વાત સાચી હોઈ શકે, પણ મોટાભાઈ મને ખાસ મળવા માટે આવ્યા છે, એવી સ્થિતિમાં હું તેમને મળવાની ના કેવી રીતે પાડી શકુ? એ આવું કરું તા મારાથી મોટાભાઈ ના અવિનય થાય. તેમનું અપમાન કર્યું" કહેવાય. મયણરેહા કહે. હજુ હુ' આપને કહું છું કે, એ મળવા આવશે એમાં સાર નહિ મળે. એ એ ી માયાજાળમાં ફસાવી દેશે ને આપને મૃત્યુની શય્યામાં પેાઢાડી દેશે પછી ચંદ્રયશનું શું? હુ· ગર્ભવતી છું. મારેા સમય પૂરા થવા આવ્યા છે. માટે હજુ કહું છું કે, આપ તેમને અહી' ન ખેલાવશેા. આ બધી વાત યુગમાહુને સાચી લાગી, પણ મોટાભાઈને ના કેમ પડાય ? હું ના પાડું તેા મને દુનિયા શું કહે ? લજ્જાના કારણે ના કહી શકતા નથી. યુગમાહુ કહે સતી ! તારી વાતને ધ્યાનમાં રાખી હું ખૂબ સાવધાન રહીશ. અને તેમની દૃષ્ટિ કેવી છે તે જાણવાના પ્રયત્ન કરીશ. નાથ! તમે એમની વાતામાં સપડાઇ જશે! અને અત્યારે તમે સાવધાની રાખી શકશે। નહિ. સતી ! તું વિશ્વાસ રાખ. એમ નહિ મને. મિલન વખતે અનેના હૃદયમાં ભેદ :—યુગમાડુએ માન્યું નહિ ત્યારે મયણુરેહાના મનમાં થયું કે હવે તેમને વધુ કહેવું નકામું છે. ચાલી ગઈ. યુગબાહુએ ચેકીયાતને કહ્યું કે, તેમને આ પ્રમાણે વિચાર કરીને તે પડદા પાછળ આવવા દો. ચાકીયાતે જઈને કહ્યું કે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy