SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ રર શાણા રત્ન આહાર સંજ્ઞામાંથી. પરિગ્રહ સંગ્રા પણ ઉત્પન્ન થાય છે. જીભને મનગમતું ખાવાનું આપવા માટે પૈસા મેળવવાની જરૂર પડે છે. બધી ઇન્દ્રિયમાં જીભનું જોર વધારે છે. આંખ બે, કાન બે, નશકોશ છે, પણ બધાનું કાર્ય એક છે, પણ જીભ એક અને તેના કાર્ય બે છે. ખાવાનું અને બોલવાનું. આ જીભને ફરતા ૩૨ પહેરેગીરો છે. એક રૂપક છે. એક વાર પહેરેગીરોને જીભ પ્રત્યે અસંતેષ થતાં બળવો કરવાનું મન થયું. ત્યારે ૩૨ પહેરેગીરેએ ધમકી આપી કે તમે સીધા રહે, નહીંતર અમે બત્રીસે તમારે કચ્ચરઘાણ કાઢી નાખીશું. તમે એક તે સાવ પોચા, કેમળ છે અને માયકાંગલા છે. અમે ૩૨ લોખંડ જેવા અડીખમ છીએ. જીભે હસીને કહ્યું, અરે પહેરેગીરે ! તમે મને ચરી નાખશે તે પહેલાં હું તમારી બત્રીસીને ભોંય ભેગી કરી દઈશ. કેઈમસ્ત પહેલવાન એક સજ્જડ તમાચો મારશે તે તમારી બત્રીસી ધૂળ ચાટતી થઈ જશે. તમને તોડવાનું કામ મારે મન રમત જેવું છે. આમ જીભનું પ્રાબલ્ય ઘણું છે. હરામખેર દલાલ જીભ :- મહાપુરૂષ સમજાવે છે કે પેટ એ ગોડાઉન છે, અને જીભ દલાલ છે. દલાલ દ્વારા ગોડાઉનમાં માલ ભરાય છે. ગોડાઉનમાં ગમે તેટલું ભરાય પણ આ જીભ રૂપી દલાલને તેમાં કંઈ સંબંધ નહિ. જીભ પોતે જાતજાતના સ્વાદ માણે છે અને દુઃખ આપે છે પેટને, સ્વાદના ચટકા છમ કરે પણ તેથી શરીરના અંગોમાં વિકૃતિ આવે છે. માથું દુખે છે, પેટમાં દુખે છે, હાથપગમાં કળતર વિગેરે થયા કરે છે. જીભને મનગમતું ખાવાનું આપવા માટે પૈસા જોઈએ ને પૈસે મેળવવા માટે કે, પ્રપંચ, અન્યાય, અનતિ કરવા પડે છે. એને માટે અનેક પ્રકારના ભેગ-વિલાસની સામગ્રી ખડકવી પડે છે. માટે જ્ઞાની ભગવંતેએ જીભ પર કાબૂ મેળવવા માટે તપનું વિઘાન કર્યું છે. આહાર સંજ્ઞાથી મૈથુનસંજ્ઞા ઉત્પન્ન થાય છે. પરિગ્રહ સંજ્ઞા પણ આહારસંજ્ઞાથી ઉત્પન્ન થાય છે. જયાં પરિગ્રહ વધે ત્યાં તેને સાચવવા માટે જીવને અનેક ભય ઉભા થાય છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં ભય છે. અઢળક લક્ષમી કમાયા તો તેને સાચવવા ચેકીદાર રાખવા પડે છે. સાચા-ખોટા વહેપાર કર્યા હોય તે ઈન્કમટેક્ષવાળાને ભય રહે છે. લેકના બે નંબરના ચોપડા ગુમાસ્તા પાસે લખાવ્યા હોય તે ગુમાસ્તાનો ભય રહે છે. દીકરા ઉદ્ધત થાય ને પૈસાને વેડફી ન નાંખે એટલે છોકરા પણ ભય લાગે છે. પોતાની મિલકત પત્ની જાણી જાય અને તે કદાચ વાપરી નાંખે તે તે ભયથી પત્નીથી છાના પૈસા રાખવા પડે છે. મારી પાસે ઘણી મિલકત છે તે લોકો જાણી જશે તે વારંવાર મારી પાસે લેવા આવશે, તેથી લોકોને, સગાવહાલાને, મિત્રોને ખૂબ ભય હોય છે. કયારેક ચાર ચોરી જવાને ભય રહે છે. નદીના પૂરમાં તણાઈ જવાને કે અગ્નિમાં બળી જવાને પણ ભય રહે છે. આમ ચારે બાજુ ભયની ભૂતાવળ દેખાય છે. પણ તમારા બધામાં પિસાની બેલવાલા દેખાય છે. કહેવાય છે કે “નિર્મદે પણ રહી હૈ જૈસા, મેં જીવન gિ?” જેની પાસે પૈસા નથી તેમનું જીવન કેવું હોય છે ? જગતમાં પૈસા વિનાના માનવની કઈ કિંમત નથી.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy