SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શાક્કા રત્ન વિરાટ સેનાને સાફ કરવી છે. હવે તે મહારાજા સાથે લડીને એમના પર વિજય મેળવવો છે અને મારે મારા આત્માની અમર સંપત્તિને પ્રાપ્ત કરવી છે. જો હું તને વહાલે હોઉં અને મારા પ્રત્યે તને જે સાચે પ્રેમ હોય તે તું મને સુખી કરવા જલદી ચારિત્ર માટે આજ્ઞા આપ. દઢ વૈરાગી પુત્રના વચન સાંભળી ઘડીભર તે માતાને આઘાત લાગ્યો. તેની સામે મહિના પક્ષની દલીલ કરી, પણ અંતે તો આયે દેશની સંસ્કારી માતા હતી ને ! એટલે છેવટે આજ્ઞા આપી. માતાની માગણીથી રાજાએ આપેલ સાથઃ- ધન્યકુમાર માતાને એકને એક લાડીલો દીકરો છે. માતા પોતાના લાડીલા દીકરાને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવા માટે જિતશત્રુ રાજા પાસે જઈને નમ્રભાવે વિનંતી કરી કે મારે એકને એક લાડીલે પુત્ર લાડકોડમાં ઉછરેલો ગુણવતી અને રૂપવતી ૩૨ સ્ત્રીઓને ત્યાગ કરીને દીક્ષા લેવા તત્પર બન્યો છે, માટે હું આપની પાસે પાલખી, છત્ર, ચામર વિગેરે લેવા આવી છું. આ સાંભળીને રાજાને ખૂબ આનંદ થયો. તેમણે કહ્યું, મારા નગરને શણગાર, મારા નગરની શોભા વધારનાર આ તારા પુત્રને દીક્ષા મહોત્સવ તે હું જાતે જ ઉજવીશ. ખુદ રાજા દીક્ષા મહોત્સવ ઉજવે પછી શું કમીના રહે ! રાજાએ હજારો માણસે ઉપાડી શકે એવી શિબિકામાં ધન્યકુમારને સુંદર રીતે શણગારીને બેસાડયા. દીક્ષાને ભવ્ય વરડો આખી કાકડી નગરીમાં ફરીને ઉદ્યાનમાં આવી પહોંચ્યો. જ્યાં શ્રમણ ભગવાન સવીર સ્વામી બિરાજે છે ત્યાં જાતે જ પાલખીમાંથી ઉતરીને પોતાની જાતે વસ્ત્રાલંકારો ઉતારી નાખ્યા. જાતે જ કેશને લેચ કરી ભગવાન પાસે આવીને હાજર થયા. પુત્રને પ્રભુના પાયે - ભદ્રામાતા ઉભા થઈ બે હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે હે કરૂણાસાગર ભગવંત! હું મારા પુત્રની રાજીખુશીથી ભિક્ષા આપું છું. આપ કૃપા કરીને તેનો સ્વીકાર કરો. ભગવાને ધન્યકુમારને દીક્ષા આપી અને ધન્યકુમારમાંથી થન્ના અણગાર બનાવ્યા. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ધન્ના અણગાર ભગવાનને વંદન નમસ્કાર કરીને કહે છે કે હે ભગવાન! જો આપની આજ્ઞા હોય તે હું જીવનપર્યત છઠ્ઠના પારણે છઠ્ઠ કરું અને પારણે આયંબીલ કરું. ઓછામાં ઓછું આટલું તે મારે કરવું. આયંબીલમાં પણ છે અને બધાએ ત્યાગ કરી દીધો છે, જે અન્નને કઈ બ્રાહ્મણ, અતીથિ કે ભિખારી પણ ઈચ્છે નહિ એવો આહાર કર. ૩૨ ક્રોડ સોનૈયાને સ્વામી હમહિડાળે હિંચનારો, મહાન સુખ વૈભવમાં ઉછરેલો છતાં કેવી કઠીન પ્રતિજ્ઞા ! કયાં સંસારના સુખ અને કયાં ત્યાગના કષ્ટ ! ૩ર જાતના ભેજનના જમનાર આજે લુખા સુકા આહાર કરવા તૈયાર થયા. આ રીતે અઘોર સાધના કરી રહ્યા છે. ક્યારેક આહાર મળે તે પાણી ન મળે, અને કયારેક પાણી મળે તો આહાર ન મળે, છતાં ક્યારે પણ જીવનમાં કેદ કરતા નથી. મળે તે ભલે, ન મળે તે ભલે, બધામાં સમભાવથી રહે છે. - ભગવાનને પ્રશ્ન કરતા રાજા શ્રેણિક - એક દિવસ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધન્ના અણગારની સાથે કાદી નગરીમાં પધાર્યા, ત્યારે સામે રણમાં શ્રેણીક
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy