________________
શારદા રત્ન
૨૦૩ ચકચૂર બને છે. ભાવતી વસ્તુ ખાવાથી પ્રમાદ આવે છે, એટલે એ પ્રમાદનેઋારવા માટે કાયકલેશ તપ કહ્યો છે. હજુ રસત્યાગ કરવો સહેલ છે. પરંતુ ધગધગતા ઉનાળામાં ચાલવું, ઉગ્રવિહાર કરવા, માથાને લગ્ન કરવો એ બધું કઠીન છે.
(૬) પ્રતિસંલીનતા-એકાંત અને જ્યાં કોઈ આવતા જતા ન હોય એવા સ્ત્રી, પશુ અને નપુંસકરહિત સ્થાનમાં શયન અને આસન કરવું તેને વિવિક્ત શસ્યાસન અર્થાત્ પ્રતિસંલીનતા તપ કહે છે, બીજા શબ્દોમાં કહીએ તે પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, અને ત્રણ
ગ એને પ્રમાણથી અધિક ધારણ ન કરવા એ પ્રતિસંલીનતા તપ છે. તેના ચાર ભેદ છે. (૧) ઈન્દ્રિય પ્રતિસલીનતા (૨) કષાય પ્રતિસંલીનતા (૩) યોગ પ્રતિસંલીનતા (૪) વિવિક્ત શયનાસન પ્રતિસંલીનતા, હવે છ આત્યંતર તપની વાત કરીએ.
पायच्छितं विणओ वेयावच्चं तहेव सज्झाओ ।
झाण च विउसग्गा, एसो अन्भिन्तरो तो ॥ ३०-30 પ્રાયચ્છિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, અને વ્યુત્સર્ગ, આ છ આત્યંતર તપ છે.
(૧) પ્રાયછિત-પાપના પર્યાયનું છેદન કરે તે પ્રાયશ્ચિત તપ. ભિક્ષુ આલોચ- - નાહ આદિ દશ પ્રકારના પ્રાયચ્છિત સભ્યપ્રકારે પાલન કરે છે તેમ યશ્ચિત તપ છે. *
(૨) વિનય –ઉભા થવું, હાથ જોડવા, આસન આપવું, ગુરૂજનની ભક્તિ ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય તપ છે.
(૩) વૈયાવચ્ચ:-આચાર્ય આદિને લગતા ૧૦ પ્રકારના વિયાવૃત્ય–સેવાનું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવચ્ચ તપ કહેવાય છે.
(૪) સ્વાધ્યાયવાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મસ્થા એ પાંચ પ્રકાર સ્વાધ્યાય તપના છે.
(૫) ધ્યાનઃ-આર્તધ્યાન, રૌદ્રધ્યાન સિવાય સુસમાહિત મુનિ જે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન ધ્યાવે છે તેને ધ્યાન તપ કહે છે.
(૬) વ્યુત્સર્ગ –સૂવા બેસવા તેમજ ઉભા રહેવામાં જે ભિક્ષુ શરીરની વ્યર્થ ચેષ્ટા નથી કરતે. આ શરીરને વ્યુત્સર્ગ નામનો તપ છે.
ભગવાને આ બાર પ્રકારના તપ બતાવ્યા છે. તપથી આત્મા એજસ્વી બને છે. આ તપની સાધના માનવજીવનમાં થઈ શકે છે. બીજા ભવમાં તપ કરી શકાતો નથી, માટે આ અમૂલ્ય જીવનને કિંમતી સમય ખાવાપીવામાં અને મોજમઝામાં ન ગૂમાવતા ધર્મધ્યાન અને તપદ્વારા ઉજ્જવળ બનાવજે.
એક શ્રીમંત શેઠને ઘેર એક દીકરો હતે. તેના ધર્મના સંસ્કારવાળી ગુણીયલ કન્યા સાથે લગ્ન થયા. શેઠને ત્યાં પૈસે ખૂબ છે, ને છોકરી ઘણે કરિયાવર લઈને આવી છે. તમારું સંસારનું કહેવાતું બધું સુખ ત્યાં છે, પણ વહુ દિવસે દિવસે સૂકાતી જાય છે. છ મહિના થયા. સસરાના મનમાં થયું કે ગમે તે હોય પણ વહુ સૂકાતી જાય છે. વહુ પરણીને આવી ત્યારે રૂપમાં રંભા સમાન દેખાતી હતી. આજે ફિક્કી દેખાય છે. સસરામાં