________________
૧૯૭
શરદી રં–
બંને બાળકોને તે આનંદને પાર નથી. આજે આપણને સારું સારુ ખાવાનું મળશે. ઉદયચંદ શેઠે સાગરદત્તને આવતા જોયા. ભલે તેમના કપડા સારા નથી, પણ તેમનું લલાટ ખૂબ તેજસ્વી દેખાય છે. ઉદયચંદ શેઠ સાગરદત્તનું લલાટ જોઈને સમજી ગયા કે આ કઈ મેટે વહેપારી શેઠ હશે. આ પુણ્યશાળી આત્માઓ દેખાય છે. કર્મો તેમની દશા બદલાવી છે. ચાહે તે તેમને રસ્તામાં કોઈ ચેર ડાકુઓએ લૂંટી લીધા હોય, અગર તેમના માલ ભરેલા વહાણ ડૂબી ગયા હોય, ગમે તે કારણસર શેઠ દુઃખી થઈ ગયા છે, અને ધર્મશાળામાં ઉતર્યા છે. આ છે કોઈ મોટા શ્રીમંત શેઠ. ઉદયચંદ શેઠ કહે તમે આ આવનાર માણસને ગરીબની પંક્તિમાં જમવા ન બેસાડશે, પણ જ્યાં મટા શ્રીમંતે, શેઠ શાહુકારો જમવા બેઠા છે તે પંક્તિમાં બેસાડશે. તેઓ હાલ ગરીબ છે પણ ભાવનામાં અમીર છે. ત્યાં જમવા બેસાડ્યા. સોનાની થાળીઓ મૂકાવા માંડી. થાળીઓ જોઈને સાગરદત્તને વિચાર થયો કે શેઠ પણ મારા જેવા સુખી દેખાય છે. આવી જ થાળીઓ મારે ઘેર હતી, પણ કમેં મારી પ૦૦ સેનાની થાળીઓ ઉડીને ચાલી ગઈ, અને સેનાના પાટલા હતા તે પણ ઉડીને ગયા. - સાગરદત્તને પણ સોનાની થાળી આવી. આપને યાદ છે ને કે સાગરદત્તને ઘેરથી, ૪૯ થાળીઓ ઉડીને ગઈ, ને છેલ્લી થાળી પકડવા શેઠ ગયા ત્યારે થાળીને કાંઠે હાથમાં રહી ગયો ને થાળી ઉડી ગઈ. તે કાંઠા ફૂટલી થાળી શેઠને જ જમવા માટે આવી: આ થાળીના કારણે શેઠ કેવા સંકટમાં મૂકાશે ને શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૨૧ શ્રાવણ સુદ ૮ ને બુધવાર માસખમણુનું ધર તા. ૫-૮-૮૧ શાસ્ત્રકાર ભગવંત ફરમાવે છે કે માનવદેહ મળ મહાદુર્લભ છે.
अस्मिन्नपार संसार पारावारे शरीरिणाम् ।
महारत्नभिवानर्ध, मानुष्यमिह दुर्लभम् ॥ અપાર સંસાર રૂપ સમુદ્રમાં જે જીવેનું મનુષ્ય-જન્મરૂપી અમૂલ્ય મહારત્ન ડૂબી ગયું તે પછી તે મળવું દુર્લભ છે. થોડા મૂલ્યવાળું રત્ન પણ જે મનુષ્યના હાથમાં આવે તે પણ તે તેનું કેટલું રક્ષણ કરે છે? માને કે નૌકામાં બેઠેલ કોઈ પુરૂષ હાથમાં રત્નને લઈને જુએ છે તેટલામાં કોઈ પ્રમાદના કારણથી તે પાણીમાં પડી જાય તે તે રત્ન શું તેને મળે ખરું? ન મળે. કદાચ મળે તે કેટલી બધી મહેનત કરે ત્યારે મળે ને? જે રત્ન ગુમાવ્યું તે એવી વસ્તુ નથી કે જે આખા ભવમાં ફરીને ન મળે તેમ નથી. છતાં પુરૂષ તે રત્નને મેળવવા માટે હજારો પ્રયત્ન કરે છે. આ સંસાર સમુદ્ર અત્યંત ઉડે તેમજ અનંતા જન લાંબો છે કે જેની અંદર અનંત જીવોના મનુષ્યજન્મરૂપી રને ગુમ થયેલા છે, અને વર્તમાન સમયમાં પણ છવાનું મનુષ્ય-જ-મરૂપ