SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શારદા રત્ન અખાર છે. તે ખૂબ ચકેાર અને હેાંશિયાર છે. તેનામાં ક્ષત્રિયાણીનું શૂરાતન છે. તેણે પતિને કહ્યું-હું થાડીવાર અહીં બેઠી છું. આપ જલ્દી ગામમાં જાવ. અને ગાડું લઈ આવા. સાથે તલવાર પણ લેતા આવજો. ક્ષત્રિયપુત્ર તેા ગાડુ લેવા ગામમાં ગયા. જલ્દી પાછા આવવાની અને ધૂન હતી. ગુંડાઓનુ` મળવુ :—આ બાજુ ક્ષત્રિયાણી તેના બાળકને લઈ ને એકલી બેઠી છે. કાજળઘેરા અંધકાર આગળ વધી રહ્યો છે. એકાંત... અંધારીરાત અને એકલી એરત, ગુંડાઓ, ડાકુઓને માટે આવી રાત એટલે આનંદની રાત. ક્ષત્રિયાણીને આ નિરવ શાંતિ ડંખતી હતી. ત્યાં તેના બાળક રડયા....બાળકના રડવાના અવાજ સાંભળીને ત્રણ ગુંડાઓ ત્યાં આવ્યા. ક્ષત્રિયાણી રૂપ રૂપના અંબાર છે. એને જોતાં ગુંડાએના મનમાં થયું કે શું આનું રૂપ છે ! ચાંદના ટુકડા જેવું મુખ જોઈ ત્રણેના અંતરમાં વાસનાના ભેારીગ લબકારા મારવા લાગ્યા. ખરેખર રૂપ એ સતીએ માટે દુઃખનું નિમિત્ત બને છે. રૂપના કારણે સતીએની કસાટી થઈ છે. પેલા ગુડાએ ખાઈને પૂછે છે. આવા અંધારા જગલમાં તને એકલી મૂકીને જનાર કાણુ મળ્યા ? કેમ એકલી છું ? ધેાળા દિવસે અહીં કોઈ ન રહી શકે એવું ભયંકર આ જંગલ છે. કયાંથી આવા છે ? ખાઈ એ કહ્યું, હું પિયરથી આવી છું. અને ધૂનાડા જવું છે. મારા પતિ મારી સાથે જ હતા. એ ગામમાં ગાડુ' લેવા ગયા છે. હમણાં, આવતા હશે. ગુંડાઓની ચાલબાજી :—ગુંડાઓએ કહ્યું–આ અજાણી ભૂમિ છે. ધેાળા દિવસે પુરૂષના પણ હાજા ગગડી જાય એવું આ સ્થાન છે. તેા અધારી રાતે એકલી સ્ત્રી અહીં કેવી રીતે ઐસી શકે ? કઇ વાંધા નહિ. તમે મુંઝાશે નહિ. અહીથી થાડે દૂર અમારી ઓરડી છે. અમારી પત્ની પણ ત્યાં છે. આપ ત્યાં આવા, અને તમારા પતિ આવે ત્યાં સુધી આરામ કરો. આ ખાઈએ વિચાર્યું કે અહીની જમીન પણ જાણે ભય બતાવતી હોય તેમ લાગે છે. અહી એકલા બેસવા કરતાં સ્ત્રીએ ડાય એવા સ્થાનમાં બેસવાથી મને શાંતિ મળશે. થડકારા એછે। થશે. એમ વિચારી તે ખાઈ ગુડાએ સાથે ચાલવા લાગી. બાઈ ને ખબર નથી કે આ છૂપાવેશમાં ગુંડાઓ છે. ચાલતાં ચાલતાં થાડે દૂર એક નાનકડી એરડી આવી. ત્રણે પુરૂષોના પજામાં ફસાયેલી ભેાળી પારેવડા જેવી અબળા એરડી પાસે પહોંચી. એરડીનુ ખારણુ ખાલ્યુ. તેા તેમાં કોઈ નથી. ગુંડાએ કપટથી કહે તમે અહી બેસા. મારી ઘરવાળી પિયર ગઈ છે. મારી મા પાણી ભરવા ગઈ છે, હમણાં આવશે. ત્રણેની આંખમાં રમતા વાસનાના સાપેાલિયાને તેમજ એમના ઇશારાથી એ સમજી ગઈ કે હું તેા પાપીના પંજામાં ફસાઈ ગઈ. શીયળ સાચવવું કઠીન છે. આજે મારી કસેાટી છે. અણુછાજતા પ્રસંગ બની જાય એ પહેલાં બુદ્ધિબળથી રસ્તા શેાધવા તૈયાર થઈ. ગુડાએ, સામે શુરાતન અને ચમત્કાર બતાવતી સતી :—ત્રણે ગુંડાઓ ત્યાં રૂમમાં બેઠા હતા. બાબાને સુવાડયા હતા. ત્યાં ખાઈ સંડાસનું બહાનું કાઢી હું હમણાં આવું છું એમ બેલીને ઘરની બહાર નીકળી. વાસનાના ભૂખ્યા વરૂને વિશ્વાસ હતા,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy