________________
૧૮૬
શારદા રત્ન
ચુગળાડુનું નિકંદન કાઢવા માગે છે. મણિરથ પહેલાં સ્વચ્છ વિશુદ્ધ હૃદયના હતા પણ કામવાસનાના કારણે તે અત્યારે આવેા દુષ્ટ બની ગયા છે. એક શ્વેાકમાં કહ્યું છે. हृदय तृणकुटीरे दीप्यमाने स्मराग्ना । दुचितमनुचितं वा वेत्तिकः पंडितोऽपि ॥
હૃદય રૂપી ઘાસની ગૂ ́પડીમાં કામાગ્નિ પ્રજ્વલિત થતાં પંડિત પુરૂષ પણ ઉચિતઅનુચિતના વિચાર નથી કરતા.
ભગવાન આચાર’ગમાં ખેલ્યા છે કે “ હ્રામા ટુતિમા ” વિષય વાસનાના ત્યાગ કરવા તે અતિ વિકટ છે. કામી પુરૂષ કામભાગમાં અત્યંત આસક્ત થાય છે ત્યારે તે પેાતાની મર્યાદા અને લજ્જાને પણ છેડી દે છે. દ્રવ્ય વિષને તાઔષધિથી ઉતારી શકાય છે. મહાન વિષધર સાંપનુ વિષ પણ ઔષધ દ્વારા ઉતારી શકાય છે. પણ હૃદયમાં પરનારીનું જે વિષ ચઢે છે તે વિષ તા વિષનું પણ વિષ છે. આ વિષ સ'સથી પણ ચઢે છે અને જોવાથી પણ ચઢે છે. મથે મયણુરેહા તરફ દૃષ્ટિ કરી ન હાત તા તેના પર કામનું જે વિષ ચઢયુ છે તે વિષ કદાચ ન ચઢત. હૃદયમાં રહેલા ભ્રાતૃપ્રેમને આ કામવિષે ભસ્મ કરી નાખ્યા. અને મણિરથના હૃદયઘરમાં વિવેકના દીપક આલવાઈ જવાથી અજ્ઞાન અંધકાર ફેલાયા હતા. દીપક ત્યાં સુધી બળતા રહે છે કે જ્યાં સુધી તેને પવનના ઝપાટા લાગતા નથી. મયણુરેહાના રૂપના માહના લાગવાથી મણિરથના હૃદયના વિવેકરૂપી દીપક બુઝાઇ ગયા અને તે કારણે પોતાના પ્રિય ભાઈને પણ શત્રુ માનવા લાગ્યા અને તેની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયા. તેને એટલા વિચાર નથી આવતા કે મારા ભાઈની હત્યા કરી ઘાર પાપ બાંધી હું કાં જઈશ ? મણરથે યુગબાહુને મારવા માટે તલવાર ઉપર ભયંકર વિષ ચઢાવ્યું. હવે તે તલવાર લઈ યુગમાહુ અને મયણુરેહા જે બગીચામાં છે ત્યાં જશે ને કેવુ' અધમ પાપ કરશે તે અવસરે.
પવન
ચરિત્ર:–શેઠ શેઠાણી અને બંને બાળક ચાર માણસનું કુટુંબ ક્ષિપ્રા નદીના કિનારે ધમ શાળામાં રહે છે. બાળકા ખૂબ જ ભૂખ્યા હાવાથી શેઠાણી ગામમાં ગયા, ધનચંદ્ર શેઠે તેમને જોયા, અને બહેન કહીને સાધ્યા. ભાઈ, મને કંઈક કામ આપેા. બેન ! હું તમને કામ નહિ કરવા દઉં, આપ થાડુ અનાજ લઈ જાવ. શેઠના આગ્રહથી શેઠાણી થાડુ અનાજ લઈ ઘેર આવ્યા. એ ઇંટા ને ખળતણ લાવી ચૂલા સળગાવ્યા અને માટીના વાસણમાં ભડકું ખનાવવા મૂકયું.
આ બાજુ ધનચંદ્ર શેઠ બહારગામ જતા હતા, રસ્તામાં ધર્મશાળા આવી. પેાતાની માનેલી ધર્મની એન્ડ્રુ બનેવી બાળકને જોયા. ધનચંદ્ર શેઠ સાગરદત્તને કહે છે, આપની મુખાકૃતિ જોતાં એમ લાગે છે કે આપ ખૂબ પુણ્યશાળી પવિત્ર આત્મા છે. ભલે અત્યારે આપની આ સ્થિતિ છે, પણ આપનુ લલાટ બતાવી આપે છે કે આપ પહેલાં ખૂબ સુખી અને સમૃદ્ધ હશે. કર્મોદયના કારણે આપની આ સ્થિતિ સર્જાણી છે. ભલે જે હાય તે, આપ હવે મારા ઉપવનની હદમાં છે એટલે તમે મારા અતીથિ છે. આપને સ`કાચન