SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શારદા રત્ન કે કેમ? હવે વૈકુંઠમાં આવવાની ઈચ્છા છે કે નહીં? ત્યારે ભૂંડે કહ્યું, મારી ભૂંડણી, મારો આટલે મોટે પરિવાર એ બધાને ખાવા માટે અહીં મળતી વિણ ત્યાં તે ન મળે ને? ભૂંડના આવા વચન સાંભળી, તેને સંસાર પ્રત્યેને રાગ જોઈ દેવને નવાઈ લાગી. તે રાગે તેને બિલાડ બનાવ્યા, ભૂંડ બનાવ્યો અને અર્ધગતિની ખાઈમાં ફેંકી દીધો. ભોભવના ચક્કરમાં નાખે, રે બિચારો! કેટલો પામર આત્મા ! તેના પર કરૂણા કરી તેને ઉગારવા કૃષ્ણજી કેટલી વાર તૈયાર થયા પણ રાગમાં અને મોહમાં પડી ત્યાં જઈ શક્યો નહિ અને દુર્ગતિમાં ચાલ્યા ગયે, માટે રાગનું બંધન તેડવા જેવું છે. રાગ જીવને રખડાવે છે, માટે જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે તમે સંસારમાં રહેવું પડે તે રહો પણ કેવી રીતે રહો ? = ર નાર્ય, નોર રિક્વરૂ વાળા જેમ કમળ પાણી અને કાદવમાં જન્મે છે છતાં તે ઊંચે આવ્યા પછી લેખાતું નથી, તેમ સંસારમાં તમે પણ અલિપ્ત ભાવથી રહો. તેમાં ખુંચી ન જશે. જે ખુંચ્યા તે સમજજો કે ડખ્યા. અહીં મણિરથ મયણરેહાના રૂપમાં મુગ્ધ બન્યો છે. મણિરથને રૂપને રાગ હતે. મયગુહાનું રૂપ, સૌંદર્ય જોઈને તે તેમાં આકર્ષાયો. સતીના રૂપની પાછળ અંધ બની ગયો ને તેની દષ્ટિ બદલાઈ ગઈ. જેની દૃષ્ટિમાં વિકાર નથી તેની દૃષ્ટિ નિર્મળ હોય છે. ‘હું જ્યારે રાવણ સીતાજીને ઉપાડી ગયો ત્યારે સીતાજીએ નિશાની માટે રસ્તામાં કાનના કંડા અને પગની મોજડી નાંખી હતી. રામ-લક્ષમણ સીતાજીને શોધવા જાય છે, ત્યારે રિરતામાં રામ લક્ષમણને પૂછે છે, લક્ષમણ વીરા! આ કુંડળ પડ્યા છે તે તારા ભાભીના છે. લક્ષમણની પવિત્રતા અને દૃષ્ટિની નિર્મળતા કેટલી હતી. તેમણે કહ્યું મોટાભાઈ! હું કંડળને ઓળખી શકતો નથી. લક્ષમણજી રોજ સીતાજીના દર્શન કરવા જતા હતા, તેમની ચરણરજ લેતા હતા, પણ કયારે ય સીતાજીના મુખ ઉપર દષ્ટિ કરી નથી, તેથી કુંડળને કેવી રીતે ઓળખી શકે? જ્યારે સીતાજીના પગની મોજડી જોઈ એટલે તે ઓળખી ગયા કે આ મોજડી સીતાજીની લાગે છે. એવા સીતાજી છ મહિના રાવણ પાસે રહ્યા, પણ બ્રહ્મચર્યથી જરા પણ ડગ્યા નથી. તેમ અહીં મયણરેહાની અડગતા નિહાળો. | મણિરથને થયું કે યુગબાહુના જીવતા મયણરેહા મારા હાથમાં આવશે નહિ, માટે તેને કોઈ પણ રીતે દૂર કરવો જોઈએ. મનમાં દુષ્ટ ભાવના છે, પણ પોતાના પાપોને છૂપાવવા માટે યુગબાહુ તરફ જઈને કહે છે, આજનો દિવસ કેવો સરસ છે કે આજે ઘણા દિવસે ભાઈનું મુખ જોવા મળ્યું. ભાઈને ગયા પછી મને ખાવાનું પણ ભાવતું ન હતું ઉંઘ પણ આવતી ન હતી, અને મનમાં એ જ વિચાર આવતું હતું કે મેં યુદ્ધમાં ભાઈને શા માટે જવા દીધો અને હું શા માટે યુદ્ધમાં ન ગયો? પણ આજે મારી ચિંતા દૂર થઈ છે. મેરલો મીઠું બોલે ને આખો સાપ ગળી જાય તેમ અહિં મણિરથ મોઢ મીઠું બોલી રહ્યો છે. અંદરથી ભાઈને મારી નાખવાને વિચાર નકકી કર્યો છે. પણ વાચાળતા કેવી વાપરી રહ્યો છે ! દંભી માણસોની બોલવાની ચાવી આવી હોય છે. દંભી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy