SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૭૩ ચક્રની પ્રાપ્તિ થતાં થાડા ઝાઝો કાળ વ્યતીત થઈ જાય છે. તે કારણથી જઘન્ય અંતરકાળ એક સાગરથી થાડા અધિક કહેલ છે. હવે ઉત્કૃષ્ટ કાળ જોઈ એ. સમકિતી થયા પછી કોઈ પણ જીવ અ પુદ્દગલ પરાવર્તનથી વધારે કાળ સંસારમાં રહે જ નહિ. તેથી થાડા દેશેાનદેશ થાડા એાછા કાળમાં તે જીવના મેાક્ષ થઈ જવા જ જોઈ એ. જો કેાઈ જીવ પેાતાના છેલ્લા ભવમાં ફરી ચક્રી થઈ જાય તા એ વખતે પહેલી વખતના ચક્રીના ભવ અને આ ભવ વચ્ચે ઉત્કૃષ્ટ કાળનું અંતર પડી જાય. આખા સંસાર કાળમાં ચક્રવતી પણું વધુમાં વધુ બે વખત આવે તો પણ ચક્રવતી છ ખંડની સમૃદ્ધિને ઠોકર મારી સાધુપણું સ્વીકારે છે. તમને સંયમ લેવાનું કહીએ ત્યારે તમે કહો કે અમે એક પગલું ચાલ્યા નથી. વિહાર કેવી રીતે થાય ? ચક્રવતી બહાર નીકળે ત્યારે તડકા હોય ત્યાં માથે છત્ર થઇ જાય. ગુફાના દરવાજા બંધ હાય તો ખુલી જાય. નદીમાં કે સમુદ્રમાં પાણી હોય તા ત્યાં વચ્ચે માર્ગ થઈ જાય. આટલું સુખ હોવા છતાં તેમને લાગ્યું કે— खण मोक्खा बहुकाल दुक्खा, पगाम दुक्खा अणिगाम सोक्खा | संसार मोrate विपकख भूया, खाणी अणत्थाण उ कामभोगा || આ કામભાગ ક્ષણિક સુખ આપે છે, અને લાંબા કાળ સુધી દુઃખ આપે છે. વધુ દુઃખ અને થાડું સુખ આપે છે. સંસારથી મુક્ત થવામાં વિઘ્નરૂપ છે. અનર્થીની ખાણુ છે. આ સંસાર અનની ખાણ છે, દુઃખના ડુંગર છે, છતાં જીવા કેમ છેાડી શકતા નથી. સંસાર પ્રત્યે રાગ છે. મહાપુરૂષા કહે છે કે રે રાગ ! તારા પાપે ! આત્માને માટે રાગ જેવું બીજુ કાઈ ભયંકર પાપ નથી અને રાગ જેવું કાઈ દુ:ખ નથી. દુઃખ આવે ત્યારે માણસ દુઃખી થાય છે. રાગની વસ્તુ સામે આવ્યા પછી તે વસ્તુની અંખના જાગે છે, અને અખેલી વસ્તુ મળે નહિ તા માણસનું કાળજુ ચિંતાથી શેકાઈ જાય છે. રાગની વસ્તુ મળ્યા પછી માણસ બાવરી બની જાય છે, અને તે સમયે આજુબાજુમાં શું થાય છે તે બાબતની વાત પણ ભૂલી જાય છે. રાગની વસ્તુ આવ્યા પછી તે ચાલી ન જાય અથવા તેના વિયાગ ન થાય તે માટે માણસ સદા ચિંતાગ્રસ્ત રહે છે, અને તે વસ્તુના રક્ષણ માટે જરૂર પડે તો ડાઘિયા કૂતરા કે ચાકીદારો રાખીને જે પેાતાના રાગની આડે આવે તેને ઠાર કરવાનું કે કૂતરા દ્વારા ઈજા પહોંચાડવાનુ જાણે અજાણે તે ઈચ્છી રહ્યો છે. રાગ એ રામને ભૂલાવે છે. તુલસીદાસે કહ્યું છે કેજહાં રામ તહાં ામ નહી', જહાં કામ તહાં નહીં રામ. સંસારના સુખના રાગના રાગ હાય ત્યાં રામ રહે નહિ. રાગ બહુ ખૂરી ચીજ છે. અગ્નિની આગમાંથી બચી શકાય છે પણ રાગની આગમાંથી બચી શકાતું નથી. જૈનદર્શનમાં તા રાગની ઘણી વાતા કરી છે, પણ અન્યદર્શનમાં પણ રાગની વાત બતાવી છે. કૃષ્ણ પ્રત્યેની ભક્તિઃ–એક ગામમાં એક ખેડૂત રહેતા હતા. તે ખેતર ખેડતા હતા. તેને કૃષ્ણની લગની ખૂબ હતી. તે ખાતા પીતા, ખેતર ખેડતા પણ કૃષ્ણની ભક્તિ કર્યા કરતા. નવરાશના સમય મળે ત્યારે તે ભજનકીર્તન કરવાનું ચૂકતા નહીં. “ શ્રી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy