________________
૧૬૮
શારદા રત્ન મારે ચાર છોકરા છે. તે ભૂખ્યા ટળવળે છે. ભાઈએ કહ્યું ભાઈ! હું તારા જેવો જ છું. મારે ઘેર બાળકો બબે દિવસથી ભૂખ્યા સૂતા છે. મારી પાસે આટલી જાર છે. એ સિવાય બીજું કાંઈ નથી. આમાંથી હું તને શું આપું? બ્રાહ્મણ આ ભાઈના પગમાં પડીને રડી પડે. રડતા રડતા કરગરતે કહે છે ભાઈ! તારા છોકરા બે દિવસથી ભૂખ્યા છે તે મારા છોકરા ત્રણ દિવસથી ભૂખ્યા છે. ભૂખ નહીં વેઠી શકવાથી બેભાન થઈ ગયા છે, માટે અમને થોડું આપ. આ ગરીબ માણસને બ્રાહ્મણની વાત સાંભળીને તેની ખૂબ દયા આવી, અને પોતાની પાસે હતી તેટલી બધી વાર આપી દીધી. હું તમને પૂછું છું કે તમારે આવું બને તો તમે શું કરો ? બધું આપી દો કે ડું રાખે ? (શ્રોતામાંથી. અવાજ–અમે તે આપીએ નહિ.) આ માણસને ગરીબની દયા આવવાથી છેકરાઓ ભૂખ્યા છે, એમનું શું થશે તે વિચાર સરખે પણ ન કર્યો.
ભાઈ સાહેબ તે ખભે ખાલી કોથળો નાંખીને ઘેર આવ્યા. પત્ની પૂછે છે, શું લાવ્યા ? ઘણું લાવ્યો છું. સ્ત્રી વિચારે છે કે કાંઈ દેખાતું તે નથી. આજે આપણે ભૂખ્યા હોવા છતાં બીજાને શુદ્ધ ભાવે આપીને આવ્યો છું. બધી વાત કરી. ઘણી પુણ્યકમાણ કરીને આવ્યો છે. પત્ની કહે–આપની વાત સાચી, પણ આપના બાળકો સામું તે જુઓ. આપ્યું તે ભલે આપ્યું પણ બાળકો માટે અડધું તે રાખવું હતું કે, પતિ કહેતું ચિંતા ન કરીશ. ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખ. વિશ્વાસ રાખ. રડીશ નહિ. આના રિયા કાલે પૂરા થઈ જશે. આ રીતે વાત કરે છે, ત્યાં એક સજજન માણસ નીકળે. ખૂનીને અને બાળકને રડતા જોઈને પૂછે છે ભાઈ! આપ કેમ રડે છે ? સ્ત્રીએ બધી વાત કરી. તે સજ્જન માણસ કહે, આપ રડશો નહિ. હું તારા પતિને મારે ત્યાં નેકરી - રાખી લઉં છું. તે સજજન શેઠ તે ગરીબ માણસને પોતાની સાથે લઈ ગયા. આ કહે
છે શેઠ! આજે મને નેકરી કરતાં આપ વધુ કામ ઍપજે. એ તો ચાર પાંચ કોથળા નાખી આવ્યો. તેમાંથી અડધે શેર અનાજ મળ્યું. બધાએ ભડકું બનાવીને ખાધું, પછી તે આ ભાઈ નોકરી કરે છે અને સુખપૂર્વક જીવનનિર્વાહ ચલાવે છે. જુઓ ! તેને જીવનમાં શ્રદ્ધા હતી તે તેનું દુઃખ દૂર થયું. આ તે તમારા સંસારની વાત છે. તેમ અહીં જેને શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે, તે અંતે મેક્ષના પદને પામી શકે છે. બા. બ. પૂ. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૨૭ મે ઉપવાસ છે. આપ બધા તપમાં મુકી જાવ એ જ ભાવના.
(આજે ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય સિદ્ધાંત મહોદધિ પૂ. શ્રી હરખચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતીથિ હોવાથી પૂ. મહાસતીજીએ પૂ. ગુરૂદેવના ઓજસ્વી, તેજસ્વી, પ્રભાવશાળી અને આત્માથી જીવન પર સુંદર પ્રકાશ પાડયો હતો.)