SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શારદા રત્ન કુળમાં આપના નાનાભાઈ સાથે હું પરણી છું. પોતે પણ કુલવંતી છું. જે હું બૂમ પાડી લેકેને ભેગા કરીશ તે તમારી ઈજજત જશે અને તમારી આબરૂ પર પાણી ફરી વળશે. મારા માટે શ્વાસ કહું, પ્રાણ કહું કે આધાર કહું, જે કહું તે માત્ર યુગબાહુ આપના નાનાભાઈ છે. બીજું કોઈ નહિ. સીતાને મન રામ તેમ મારે મન યુગબાહુ એક જ, બીજું કઈ નહિ. મણિરથ વિચારવા લાગ્યું કે અત્યારે આ તે વાઘણની માફક બરાબર વિફરી છે. તે મારા હાથમાં નહિ આવે. ગમે તેમ થશે તે પણ હું તેને મેળવ્યા વગર જંપવાને નથી, પણ જ્યાં સુધી યુગબાહુ જીવો હશે ત્યાં સુધી એ મારા હાથમાં નહિ આવે. સતી પિતાના રૂપને ધિક્કારે છે -માયણરેહા મનમાં વિચાર કરે છે કે મારા જેની જે બુદ્ધિ બગડી હોય તે મારી ભ્રમર જેવી આંખ અને ગુલાબી રૂપ એમાં કારણ ભૂત છે. ધિક્કાર છે મારા રૂપને ! સતી પોતાના રૂપને ધિક્કારે છે. રૂપમાં તે ભલભલા જોગીઓ પણ અંજાઈ જાય છે ને પતનના માર્ગે પડવાઈ થાય છે. એક જોગી જંગલમાં રહેતો હતે. તે જ ગામમાં ભિક્ષા લેવા માટે આવતો. એક દિવસ તે જે સ્ત્રીને ત્યાં ભિક્ષા લેવા ગયો તે સ્ત્રીની આંખો મૃગલા જેવી હતી, તેમાં તે અંજાઈ ગયો. અને એ કારણે તે વારંવાર ભિક્ષા લેવા માટે આવતે. જ્યારે આવે ત્યારે બોલે “મૈયા ભિક્ષા દો. ઉપરથી બોલે મૈયા પણ અંદરના ભાવ જુદા. આ યેગી ભિક્ષા લેવા રોજ આવવા એટલે તે બાઈ સમજી ગઈ કે આ યોગી રોજ આવે છે તે કોઈ કારણ હશે ? એક દિવસ બાઈ એ પૂછયું ! અમારું શહેર આટલું મોટું છે. તમને ક્યાંય ભિક્ષા નથી - મળતી કે મારે ત્યાં વારે વારે આવવું પડે છે? યોગીની દષ્ટિ ખેલાવનારી મહાન સતી -ગીએ સત્ય વાત કહી દીધી. હું તારી ભ્રમર જેવી આંખમાં મુગ્ધ બન્યો છું. એટલે તારી આંખોને જોવા માટે હું વારેવારે આવું છું. ગીની આ વાત સાંભળી તે બાઈ એ કહ્યું ઠીક ! તમે કાલે વહેલા આવજે, ત્યારે ત્યાગીએ કહ્યું કે રોજ તે હું બોલાવ્યા વિના આવું છું. તે પછી હવે તમે મને બોલાવો તે શા માટે નહિ આવું ! બીજા દિવસે તે બાઈ એ લેગીના આવતા પહેલાં ધગધગતા સળીયા આંખમાં ભોંકીને પોતાની આંખો બહાર કાઢી દીધી. અને એક પાંદડા પર મૂકી. યોગી આવ્યો ત્યારે તે બાઈ એ પોતાના રત્નો તેને આપ્યા ને કહ્યું, કે આપને જે પ્રિય હતું, આપ જેના પર મુગ્ધ થયા છે એવા મારી આંખના રત્ન તમને આપી દઉં છું. તે બાઈએ આંખો કાઢી નાંખી એટલે તેનું ખાલી સ્થાન અને નેત્ર પણ ભયંકર લાગતા હતા. જે વસ્તુ જે સ્થાનમાં હોય તે સ્થાનમાં તે શોભે છે, પણ સ્થાન બદલાઈ જાય તો તે રૂપ સાવ જુદું જ લાગે છે. આ કોડા જેવી અને રાક્ષસ જેવી લાગે છે. બાઈની આંખે જોઈ યોગી ધ્રુજી ઉઠયો. મને તારી દયા આવે છે. અત્યારે દયા આવી તે પહેલા શરમ ન આવી, કે ભ્રમર જેવી આંખોમાં મહી ગયે. બાઈની વાતે સાંભળી તે યોગી કહેવા લાગે કે તમે મારા આત્માને પવિત્ર બનાવ્યા છે. આજે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy