________________
૧પ૨
શારદા રત
આવ્યા છે ? મયણરેહામાં સતીત્વનું ઝનૂન ઉછળી રહ્યું છે. હજુ તે મણિરથને કેવા કેવા શબ્દો કહેશે ને શું ખનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:—સાગરદત્ત શેઠ શેઠાણી અને અને બાલુડા બેઠા છે. શેઠ કહે છે હુ કુવા કમભાગી ! મારા જીવતાં મારી પત્નીને અને બાળકાને દુઃખના દિવસેા આવ્યા ! એમ કહી શેઠ ખૂબ રડે છે. શેઠાણી કહે, તમે રડશે નહિ. જે કર્મો ઉયમાં આવ્યા છે તે હસતાં ભેાગવી લેવાના. આપણે એમ કરીએ. અહીથી ગામ બહુ દૂર નથી દેખાતું. કૂતરા ભસે છે, માટે ગામ નજીક હશે. આપ અહી બેસા. અને બાલુડાને સાચવજો. હું ગામમાં જઉં છું. ત્યાં જઈને કોઈને ત્યાં બે ચાર કલાક કામ કરીશ. અને તે જે રેાટલા આપશે તે હું લઇને આવીશ. શેઠાણી ! આપણને ગામમાં કાણુ ઓળખે? કાણુ કામ આપશે ? ત્યારે પ્રભુને એળા દેતા કહે છે પ્રભુ! દુનિયા રૂઠે તા ભલે રૂઠે પણ તું ન રૂચીશ મારા નાથ રે....આખી દુનિયા રૂઠે તા ભલે રૂઠે, પણ પ્રભુ તુ ન રૂઠીશ. તારુ' સ્થાન અમારા દિલમાં પ્રતિપળે રહેલુ છે. શેઠ કહે, શેઠાણી, તને ગામમાં એકલા માકલતા મારું' મન માનતું નથી. તારુ રૂપ અથાગ છે. તને ગામમાં માલ ને કંઇ સંકટ આવી પડે તે ? અને જો હું અહીં મૂકીને જાઉં તે અહીં તે વગડો છે. આવા વગડામાં અનેક જાતના ભય વચ્ચે અહીં મૂકીને જતાં પણ મારૂ મન માનતું નથી. છેવટે બંનેએ વિચાર કર્યો કે આપણે અહીથી જઈએ ને વગડો પસાર કરી દઇએ. એમ વિચાર એ બધા ઉઠયા. ચાલતા ચાલતા ક્ષિપ્રા નદીના કાંઠે આવ્યા. જેણે કાઈ દિવસ ધરતી પર પગ મૂકયો નહાતા એવા પુણ્યશાળી આત્માઓને પાપના ઉદય થતાં વનવગડે વિચરવાના પ્રસંગ આવ્યા. રસ્તામાં કાંટા વાગે, કાંકરા વાગે તેથી બધાના પગમાં ચાંદા પડી ગયા છે અને લેાહીની ધારા વહે છે. કરોડપતિ શેઠ આજે રાડપતિ બની ગયા.! લાખા જીવાના પાલનહાર, દુઃખીએના બેલી ! અનાથના નાથ ! આજે કાઈ તેમને પૂછનાર નથી. છતાં કર્મોની ક્લિાસેાફીને સમજેલા છે. વિચારે છે કે જે કર્મી ઉદયમાં આવ્યા છે તે હસતાં હસતાં ભાગવી લેવા.
દુ:ખ આવે મનવા જ્યારે ત્યારે રવુ શા માટે ? જે વાવ્યું તે ઉગે છે. એને શાક શા માટે ?
જો બાવળીયા વાવ્યા છે તેા કાંટા ઉગવાના છે. બાવળીયા વાવીને આંબાની આશા
રાખે તા મળે ? ન મળે. અહી` શેઠ-શેઠાણી કહે છે, પૂર્વ ભવમાં જે કર્માં ખાંધ્યા હશે તે ઉદયમાં આવ્યા છે. સમભાવે ભાગવશું તેા કર્માં ખપશે. બધા ક્ષિપ્રા નદીના કાંઠે પહેચ્યા. ત્યાં એક ધર્મશાળા છે. તેમાં બે રૂમમાં તા મુસાફા ઉતરેલા છે એટલે તે આટલા પર બેઠા. શેઠાણી સમજે છે કે મારા પતિના પગ ભાંગી ગયા છે. આ સ્થિતિમાં તેમને ગામમાં જવા દેવા એ યેાગ્ય નથી. આ સમયે મારે જવુ જોઇએ, એ મારી ફરજ છે. શેઠાણી ગામમાં ગયા. ગામમાં કૈાને ઘેર જવું! હવે શું બનશે તે અવસરે.