________________
૧૪૯
શારદા રત્ન થયું. વરસાદ ધોધમાર વરસતે હતું, તેથી તેના બધા કપડાં ભીંજાઈ ગયા, તે ખૂબ થાકી ગયે હતું એટલે આવીને સેફા પર બેસી ગયે.
ભાભીના કડવાં વેણુ” –કીર્તિને સેફા ઉપર બેસતે જોઈને જેમ વાઘણ તાડૂકે તેમ ભાભી તાડૂક્યા. કેઈપણ હિસાબે હવે દીયરને અહીંથી કાઢવો છે, તે માટે ભાભી રસ્તો શોધી રહી છે. અત્યારે બરાબર દાવ હાથમાં આવ્યો એમ સમજીને તરત ભાભી બોલ્યા. દિયરીયા ! તમને કાંઈ વિચાર થાય છે? તમને ભીના કપડે સેફા ઉપર બેસતાં શરમ આવે છે! તમારે તે ઠીક છે, પણ તમારા ભાઈની પાંસળીઓ તૂટી જાય અને લેહીના ટીપાં પડે ત્યારે પૈસા આવે છે. તમારે ખાઈપીને એશઆરામ કરે છે, ને જ મજા ઉડાવવી છે. જુઓ, સેફો બગાડી નાંખ્યો, ભાભીએ તે જેમ આવે તેમ બોલવા માંડયું. કોધ કરીને ઘણું એલફેલ શબ્દો કહ્યા. કવિઓ કહે છે. “લુલીને વશ રાખે ભાઈ લુલીને વશ રાખે.” આ લૂલીને બહુ વશમાં રાખવા જેવી છે. આ લૂલી તે કંઈક વાર સત્યાનાશ વાળી નાંખે છે. દ્રૌપદી માત્ર બે શબ્દો બોલી “ અંધે જાયા અંધ હઆ” આટલા શબ્દોએ આખું મહાભારત ઊભું કરી દીધું. યુદ્ધમાં લેહીની નદી વહી ને લાખ માણસો મરી ગયા. માટે આ લૂલી પર તાળું મારવાની જરૂર છે. જીભલડીને બે હોઠરૂપી કેટ અને ૩૨ ૩ દાંત રૂપી પહેરેગીરો છે, છતાં લબકારા મારી જાય છે.
જીભલડી તારે ઝપાટે ભારી ઠેકર ખાય ખાય ખાય,
જે કઈ તારે ઝપાટે ચડે તેનું નખેદ જાય જાય જાય.’
આ જીભ જે સવળી ન રહે તો કેટલા કર્મો બંધાવે છે, માટે જીભને ખૂબ કાબૂમાં રાખવી. અહીં ભાભીએ દિયરને ન કહેવાના શબ્દો કહ્યા, ત્યારે કીર્તિ કહે છે ભાભી! મને માફ કરો, આપની વાત સાચી છે. હું ભીના કપડે સોફા ઉપર બેસી ગયો, ને સેફ બગડ્યો. મારી ભૂલ થઈ ગઈ. ભાભી દિયરના શબ્દો સાંભળતા નથી, કીર્તિ ડોકટરી લાઈનમાં ગયેલે હોંશિયાર અને ડાહ્યો છોકરો છે. તે ભાભીને માના રૂપમાં દેખાતો હતો. આ ભાભી બગડી હોય તે કુસંગનું પરિણામ છે. દૂધ ઘણું સારું હતું, પણ પાડોશીને કુસંગ મળે એટલે દૂધ ફાટી ગયું.
ભાભીના કટુ વેણુથી કીતિએ છેડેલું ઘર –ભાભી જ્યારે ખૂબ બોલવા લાગી ત્યારે કીતિ ત્યાંથી ઉભે થઈ ગયો. હાથમાં થેલી લઈને કહે છે ભાભી ! હું હવે જાઉં છું, તમે મને ઘણું વેણ કહ્યા છે, પણ હું તમને એક દિવસ બતાવી દઈશ, આટલું કહીને તે રવાના થઈ ગયે. મિત્રને ઘેર ગયો. તે ચાર પાંચ ટ્યુશન કરતો હતો, તેથી તેમાં રૂા. ૭૦૦ ની આવક થતી. તેણે એક મકાન ભાડે લઈ લીધું. ત્યાં બધો વસવાટ કરી લીધો. તેને મોટોભાઈ ત્રણ ચાર દિવસથી બહારગામ ગયો હતે. તે ઘેર આવ્યો. ઘરમાં ભાઈને ન જે, એટલે પૂછે છે, ભાઈ ક્યાં ગયે ? તે કહે બહાર ગયા હશે, સાંજ પડી, પણ કતિ ન આવ્યો. એટલે ફરીને પૂછે છે, કીર્તિ ક્યારે આવશે? તે ક્યાં ગયો છે! ત્યારે પત્ની કહે છે, ભાઈ ભાઈ શું કરે છે? એ તે સાવ ઉદ્ધત થઈ ગયો છે !