________________
શારદા રત્ન
૧૨૭ તે બધાને લાવીને આપી દીધી. આ શેઠનો એક મિત્ર હતું. તેના દશ હજાર રૂપિયા શેઠની પેઢીમાં જમા હતા. તેને આપવા માટે ઘણા કાલાવાલા કર્યા પણ તેણે કેઈહિસાબે પિસા લીધા નહિ. તે કહે મારે જરૂર નથી. શેઠે ઘણું સમજાવ્યો પણ તે માન્યો નહીં. હવે શેઠની લમી કેવી રીતે જશે ને શું બનશે તેને ભાવ અવસરે.
બા. બ્ર. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૨૦ મે ઉપવાસ આવી ગયે. બીજા ત્રણ ચાર ભાઈ બહેનેએ તપની સાધના શરૂ કરી છે. આપ બધા પણ હવે તપમાં વધુ જોડાવા અને આત્માને ઉજજવળ બનાવે એ જ ભાવના સહિત વિરમું છું.
વ્યાખ્યાન નં-૧૩ અષાડ વદ ૧૨ મંગળવાર
તા. ૨૮-૭-૮૧ - સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! તીર્થંકર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતને અનુભવીઓએ સાગરની ઉપમા આપી છે. સમુદ્રના કાંઠે ઉભેલે માનવ વિશાળ અગાધ જળવાળા સાગરનું દર્શન કરે છે, ત્યારે તેને મુખમાંથી શબ્દો સરી પડે છે. અડે ! કેવો છે વિશાળ ઉદધિ! કેટલીય નદીઓના નીર સાચવીને બેઠો છે જલનીધિ ! ભલે તેનું પાણી ખારું હોય પણ મેતીને પકાવનાર તે ! આ જ સાગર છે નેસાગરમાં રહેલા સાચા મેતીની કિંમત કેટલી? અમૂલ્ય. તેથી , સમુદ્રમાં માત્ર ખારું પાણી ભર્યું છે તેમ કહીને સાગરની અવગણના કે ઉપેક્ષા ન કરાય. દષ્ટિ હમેશા ગુણો તરફ કરો પણ અવગુણ તરફ ન કરો.
આ જ રીતે આપણી પાસે સિદ્ધાંત રૂપ વિશાળ, અનુપમ સાગર છે. જેના પ્રત્યેક અક્ષર સાચા મેતી સમાન છે. સિદ્ધાંતે ગહન છે. ગૂઢ અર્થવાળા છે. આપણી અલ્પબુદ્ધિથી તે આપણને ન સમજાય એમ કહીને શાસ્ત્રના પાના બંધ રાખવા ને બોલવા નહિ, તેમજ સિદ્ધાંતની ઉપેક્ષા કરવી વીરના વારસદારને ન શોભે. ગમે તે સિદ્ધાંતની ગમે તે ગાથા લો. તેમાં ભરેલા છે ભવ્ય ભાવો, તેના પદે (૨) છે પરમ નિપાન, અક્ષરે અક્ષરે છે આત્મજ્ઞાન, શ શબ્દમાં ભરી છે શક્તિ સર્વજ્ઞતા પ્રગટ કરવાની. ભગવાનની વાણી સંસારભાવમાં ઢળતા વિચારોને વિલીન કરી તેનામાં ધીરતા, વીરતા અને શૂરવીરતા પ્રગટ કરાવે છે.
તીર્થકર ભગવંતોની વાણી હંમેશને માટે પ્રમાણભૂત હોય છે, તેથી તીર્થકર દેવાએ કહેલા કથન-વચનો સિદ્ધાંત અને આગમે ત્રણે કાળમાં અબાધિત રીતે અવિચ્છિન્નપણે પ્રમાણ રૂપે ચાલ્યા આવે છે-કારણ કે કેઈપણ સર્વજ્ઞ કેવળી તીર્થકર ભગવાન હેય કે સામાન્ય કેવળી ભગવાન હોય પણ બંનેનું જ્ઞાન પૂર્ણ હોય છે, અને એકસરખું હોય છે. કેઈના કથનમાં લેશ માત્ર ફરક પડતો નથી. કેવળજ્ઞાનીનું જ્ઞાન કયારે ઓછું વધતું થતું નથી. આ વાતને જે બધા બરાબર સમજે તે અનેક તર્ક વિતર્કો અને શંકા-કુશંકાઓ હેજે શાંત થઈ જાય, દા. ત. બે ને બે ચાર, આ વાત ગમે ત્યારે