________________
૧૨૪
શારદા રત્ન છે? જાનકીનાથ (રામચંદ્રજી) જાણતા હતા કે મારે રાજગાદીને બદલે વનવાસ આવશે? ધાર્યું હતું શું અને બન્યું શું? માટે જ્ઞાની કહે છે સાબદા બને. તપશ્ચર્યામાં મૂકી જાવ. જે જે આત્માઓ તપ કરે છે તે દેહપરનો રાગ છોડે તો જ તપ કરી શકે. “દહ રાગ ગયા વિના મેક્ષ સધાય નહીં.” જ્યાં સુધી દેહ દ્રષ્ટિ છે એટલે દેહ પર રાગ છે કે હું તપ કર્યું તે મારી કાયા દુબળી પડી જાય, તે ત્યાં સુધી તપ થાય નહિ. તપ થાય નહિ તે કર્મો દળાય ક્યાંથી? દેહ પ્રત્યેને રાગ છે ત્યાં સુધી મોક્ષ મળવાને નથી. ગજસુકુમાલે એક રાત્રીમાં સાધના સાધી લીધી. તેમની દેહ દ્રષ્ટિ છૂટી ગઈ. માથે અંગારા ખદખદવા લાગ્યા. ત્યારે આત્માને શું કહે છે હે, ચેતનરાજા! જેજે, દેહ તરફ દ્રષ્ટિ ન કરતા. તારી ઝુંપડી બળે છે પણ તેનો માલિક એવો આત્મા તે અજર-અમર છે. તારે સિદ્ધિના સોપાનને વરવું છે તે દેહ પ્રત્યે રાગભાવ લાવીશ નહિ. દેહ અને આત્મા ભિન્ન છે. તે જે કર્મો બાંધ્યા છે તે તારે ભોગવવાના છે. ગજસુકુમાલને કેટલું કષ્ટ પડયું, પણ દેહના રાગમાં રંગાયા નહિ ને દેહ તરફ દ્રષ્ટિ કરી નહિ, તે તેમના બધા કર્મો ક્ષમા-સમતારૂપી ઘંટીમાં દળાઈ ગયા ને આત્મા મોક્ષના સુખને પામી ગયો, માટે આ વીરવાણના ભોરી નાદે આત્માને જગાડે ને કર્યસંગ્રામમાં કેશરીયા કરવા તૈયાર થાવ.
- મણિરથની માયાજાળ -મણિરથને થયું કે હું શત્રુઓ સામે લડવા જવાનું કહી એટલે યુગબાહુ મારી વાત સાંભળી લડવા જવાની પોતાની ઈચ્છા પ્રગટ કરશે, અને મને લડવા જવા દેશે નહિ. કારણ કે તેને મારા પ્રત્યે સભાવ છે, અને શ્રદ્ધાભાવ છે, તેથી તે ગયા વગર નહિ રહે. હું તેની શ્રદ્ધાને લાભ લઈ શકીશ ને મારી ઈચ્છા પણ પાર પડશે. જ્યારે યુગબાહુ લડવા જશે ત્યારે મયણરેહા એકલી રહી જશે એટલે તેને પ્રલોભન દ્વારા મારા વશમાં કરી લઈશ. જે તે એક વાર મને વશ થઈ જશે પછી યુગબાહુ આવી જાય તે પણ કંઈ જ નહિ. મણિરથે આ પ્રમાણે વિચારી યુગબાહુને દૂર કરવાનો નિશ્ચય કરી લીધો. બીજા દિવસે સવારે સભામાં જઈને સભાજનો સમક્ષ કહેવા લાગ્યા કે આપણું રાજ્યની સીમા ઉપર શત્રુઓએ વિદ્રોહ મચાવ્યો છે. તે બધાને હેરાન કરે છે. હે સરકારે ! આપ લશ્કર તૈયાર કરો. શત્રુઓ સામે આણ વર્તાવવી એ મારું કર્તવ્ય છે. હવે કાં તે આણ છે, કાં તો પ્રાણ છે. હું આપની સાથે લડાઈમાં લડવા આવીશ. કાં તો એ શત્રુઓ ઉપર આણ વર્તાવીશ અને કાં તો પ્રાણ આપીને આવીશ. રાજાની વાત સાંભળી બધા સભાજનો તૈયાર થયા.
યુગબાહુને વિવેક –યુગબાહુ સામે જ બેઠો છે. આ બધું દ્રશ્ય જોઈ તે વિચાર કરવા લાગે કે મોટાભાઈ યુદ્ધ કરવા લડાઈમાં જાય અને હું ઘરમાં બેસી રહું એ મારા માગ્ય નથી. મોટાભાઈને બદલે મારે જ યુદ્ધમાં જવું જોઈએ, અને યુવરાજ તરીકે યુદ્ધમાં જવું એ મારું કર્તવ્ય છે. યુગબાહુ ખૂબ વિનયી-વિવેકી છે. તે હાથ જોડીને કહેવા લાગે મોટાભાઈ! આપ લડાઈમાં જાવ અને હું અહીં બેસી