________________
૧૦૦
શારદા રત્ન પણ અનિત્ય, અશાશ્વત છે. આપણું શરીર વધે છે-ઘટે છે, તેવી રીતે એનામાં પણ હાનિ વૃદ્ધિ થાય છે. માનવના શરીરમાં વિકાર હોય છે તેવી રીતે એનામાં પણ વિકાર હોય છે, તેથી આપણી જેમ વનસ્પતિ પણ સચેતન છે. કદાચ તમને પ્રશ્ન થાય કે પૃથ્વીકાયાદિ ઇને આંખ, કાન, નાક, જીભ, વાણું અને મન નથી તે તેમને દુઃખને અનુભવ કેવી રીતે થાય? આ પ્રશ્નને જવાબ સમજાવવા ભગવાને ન્યાય આપીને સમજાવ્યું. જેમ કોઈ માણસ જન્મથી અંધ હોય, બહેરે હોય, મૂંગે હોય, લંગડો હોય એવા માણસને કેઈ ભાલાથી હાથ પગ કાપી નાખે, કાન, નાક આદિ અવયવે છેદે તે તે માણસને વેદના થાય છે, પણ તે વાણી દ્વારા વ્યક્ત કરી શકતા નથી. એવી રીતે પૃથ્વીકાય આદિ છોને અવ્યક્ત વેદના થાય છે, માટે કઈ જીવોને દુઃખ થાય તેવું વર્તન કરવું નહિ, અને તેવા જીવોની દયા પાળવી. “યાદશી ભાવના તાદશી ફલ.” જેવી ભાવના હોય તેવું ફળ મળે છે, માટે ભાવના ઉંચી રાખો. વનસ્પતિ પર પણ ભાવનાના વેગની કેવી અસર થાય છે. જેવા વિચારે તેવી અસર થાય છે.
રૂપક - બે રાજાઓ નજીક નજીક રાજ્યમાં રાજ કરતા હતા. એક રાજાનું રાજ્ય ખૂબ સુંદર રીતે ચાલે છે. પ્રજા સુખી છે. સાથેના ગામમાં રાજા ગાદીએ આવે ને ૧૦ વટ થાય એટલે મરી જાય. દરેક રાજાને આવું જ બને છે. તે રાજ્યને પ્રધાન, સુખી શa ચાલે છે તે રાજા પાસે આવ્યો, ને વાત કરી કે અમારા ગામમાં ગમે તે રાજા ગાદીએ આવે તે ૧૦ વર્ષ થાય એટલે મૃત્યુ પામે છે, આમ કેમ? રાજા કહે પ્રધાન !
સામે લીલેછમ ગંભીર માટે વિશાળ વડલે છે. એ વડલાના પાન સુકાઈ જાય, ખરી પડે - ને ઝાડ સાવ ઠુંઠું બની જાય ત્યારે મારી પાસે આવજે. પછી જવાબ આપીશ. પ્રધાનને
તે નિસાસો પડ્યો. આટલે મટે વડલે જ્યારે સૂકાય? મને કયારે જવાબ મળે? દરરોજ સવારથી સાંજ સુધી પ્રધાનની શી ભાવના હોય? આ વડલે ઝટ સૂકાઈ જાય. પાન ખરી જાય, એમ કરતાં છ મહિને વડલો સૂકાઈ ગયે. ને ઝાડ સાવ ઠુંઠું બની ગયું. - પ્રધાન ગયો રાજા પાસે. મહારાજા ! વડલે સુકાઈ ગયો, પાન ખરી ગયા, ઝાડ હું થઈ ગયું. હવે તે જવાબ આપશે ને? રાજા કહે! આપ વડલા પાસે જાવ તે જે હતા તે લીલાછમ થઈ જાય, પછી જવાબ મળશે. ગરજ સાકર કરતાં પણ મીઠી છે. પ્રધાનને ગરજ છે એટલે રાજા કહે તેમ બધું કરવું પડે છે. પ્રધાનજી વડલા નીચે ગયા. ત્યાં બેઠા, ને કહેવા લાગ્યા હે વડલા! હતું તે લીલાછમ બની જા. સવારથી સાંજ સુધી આ ભાવના. સમય જતાં છ મહિને લીલુંછમ પાંદડાથી ડાળીઓથી શોભત વિશાળ વડલે બને. પછી પ્રધાન રાજા પાસે ગયા ને વાત કરી. મહારાજા ! સુકાયેલે વડલા લીલાછમ બની ગયો. મારા પ્રશ્નનો જવાબ આપો. રાજા કહે પ્રધાનજી! તમારા પ્રશ્નનો જવાબ મળી ગયે. કેવી રીતે? જેવી ભાવના તેવું ફળ. - બસ, તારા રાજા માટે આવું છે. તારા રાજ્યમાં રાજા ૧૦ વર્ષથી વધુ રાજ્ય કરી