________________
શારા રત્ન લઈ જાય છે ત્યારે માતા પિતા પરિવાર કેઈ તેને બચાવી શકતું નથી, માટે જ્યાં સુધી કાળ રાજાના તેડા નથી આવ્યા ત્યાં સુધી સાધના કરી લે.
બીજી વાત એ છે કે અત્યારે શરીર સારું છે. કાયા નિરોગી છે. માટે સાધના કરી લે. આજે ઘણીવાર ભાઈ–બેનેને કહીએ ભાઈ! ધર્મ કરી લો ત્યારે એ બધા શું બેલે છે No Time, અમને કુરસદ નથી. અમે પાછલી અવસ્થામાં ધર્મ કરીશું. આવું બેલનારા પર જ્યારે મૃત્યુનું આક્રમણ થશે ત્યારે તેને શું કાયમને માટે ફુરસદ મળી જશે ને? દુર્ગતિના મહેમાન બનવું પડશે. જ્યારે કાળરાજાનું ઓચિંતુ વોરંટ આવશે ત્યારે આ કંચનવર્ણ કાયા રાખમાં રોળાઈ જશે. જીવતાં જે શરીરની કિંમત લાખની હતી તે કેડીની થઈ જશે. મનના મારા મનમાં રહી જશે. બધું અભિમાન આકાશમાં ઉડી જશે, અને તમારી ગર્વિષ્ઠ આના દ્વાર સદાને માટે બંધ થઈ જશે, માટે હજુ પણ ચેતી જાઓ. આ મનુષ્ય ભવ ફરી ફરીને નહિ મળે, જે આ ભવ ગુમાવી દેશું તે પછી શું થશે?
ત્રીજી વાત એ યાદ રાખો કે અન્યાય, અનીતિ અને પ્રપંચથી મેળવેલી ધનસંપત્તિ જીવને દુર્ગતિમાં ખેંચી જશે. કરેલા પાપકર્મોના ફળ ભેગવવા પડશે ત્યારે પવનથી પાંદડા ધ્રુજે તેમ જીવ ધ્રુજી ઉઠશે. ગાત્રો ઢીલા થઈ જશે, પણ કરેલાં કર્મો ભગવ્યા સિવાય કેઈને ટકા થયો નથી. મમ્મણ શેઠે કેટલી સંપત્તિ મેળવી હતી. તેની પાસે કરડેનું ધન હાફ સમુદ્રોની બહાર દ્વિપમાં તથા દેશવિદેશમાં તેને માટે વહેપાર ચાલતું હતું. તેની યુવાની વીતી ગઈ હતી. છતાં ધન મેળવવામાં તેને એટલું મમત્વ હતું કે સાત રાત્રી દિવસ મૂશળધાર વરસાદમાં નદીના પૂરમાં તણાઈને આવતા લાકડા લેવા જતો હતો. ઘણું પાપ કરીને મેળવેલી લક્ષમી તેને કયાં લઈ ગઈ ? નરકના દ્વારે. નરકના દુખે ભોગવતા આ લક્ષમી શું તેને બચાવી શકશે? નાછતાં જીવનું મમવ કેટલું છે?
कृतकर्म क्षयो नास्ति, कल्प कोटि शतैरपि ।
अवश्यमेव भोक्तव्यं, कृतंकर्म शुभाशुभं ॥ ન કરેલાં કર્મો કોડે ઉપાય કરવા છતાં નાશ થતા નથી. શુભાશુભ કર્મો જીવને અવશ્ય ભોગવવા પડે છે, માટે અત્યારથી ચેતી જાવ. તમને કેઈ ઓળખે કે ન ઓળખે, માન અને મોટાઈને આડંબરમાં મસ્ત બનેલા તમારી મશ્કરી કરતા હોય પણ એનાથી જરાય હતાશ ન થતાં સત્કાર્યો કરવાના ચાલુ રાખજે. જે તમારું જીવન પવિત્ર અને નિષ્પાપ હશે તે અંતે આત્માને વિજય થવાને છે. તમારો આત્મા સદગતિને મહેમાન થશે ને આગામી ભવ આ ભવ કરતાં પણ સારે હશે, માટે મૃત્યુલોકમાં આવ્યા છો તે આત્માની કમાણી કરી લે. આત્માને ઓળખી લે, જાણી લે. ઝવે બધું જાણ્યું છે પણ હજુ જાણનારાને જાણ્યું નથી. જેને ઓળખવા જેવું છે તેને ભૂલી ગયા છે. આજે કઈક માણસને