SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૭ Aડ છે. उद्धरेयात्मनाऽऽत्मानं नात्मानमवसा दयेत् । -* आत्मेव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું હે અર્જુન! તમે તમારા ઉદ્ધારક છે, મનુષ્ય એ વિચારવું જોઈએ કે પોતાને ઉદ્ધાર તે પિતે જ કરે ને પોતાની અવનતિ પણ પોતે કરે. કારણ કે દરેક મનુષ્ય સ્વયં પોતે પોતાને બંધુ છે, અને રવયં પોતાને શત્રુ છે. માટે બહારથી સુખની આશા રાખવી વ્યર્થ છે. માતા-પિતા, પુત્ર, પત્ની, ભગિની, ગાડી, વાડી, ધનમાં સુખ માને છે. પણ તેમાંથી તેને ક્યારે ય સુખ મળવાનું નથી. છતાં સુખ મેળવવા માટે “કહો રા વરિતષ્પ માળે સમુદ” રાતદિવસ ચિંતા કરતા થકા, કાળ અકાળની પરવાહ નહિ કરતા કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બનીને વિષયમાં ચિન જોડીને, ક-ય અને અકર્તવ્યને વિચાર કર્યા વગર નિર્ભયતાથી સંસારના કાર્યો કરે છે. ધન પ્રાપ્ત કરવા પોતાના શરીરની પણ પરવાહ નથી કરતા. કાલ–અકાલને પણ વિચાર નથી કરતા. ધન મેળવવાની તમન્નામાં ઠંડી, ગરમી, વરસાદ, ભૂખ, તરસ બધું સહન કરે છે, મુશળધાર વરસાદ વરસતો હોય, પ્રભાત હોય કે સાયંકાલ હોય, મધ્ય રાત્રીને ભયંકર અંધકાર હેય, જીવ કેઈની પરવાડ નથી કરતે. સંસારમાં સુખ નહીં હોવા , છતાં જે સુખ માને છે તે મૂખ નહીં પણ મહામૂર્ખ છે. ઉત્તરાધ્યયન સૂત્રના આઠમા અધ્યયનમાં કપિલ કેવળીની વાત આપણે કરી હતી. નશ્વર રાજ્ય લેવા જતાં શાશ્વત રાજ્ય લઈ લીધું. દ્રવ્ય લક્ષમી મેળવવા જતાં આત્માની શાશ્વત લક્ષમી મેળવી લીધી. હવે નવમું અધ્યયન છે નમિ રાજર્ષિનું. નમિરાજને સંસારમાં હોવા છતાં પણ નમિરાજર્ષિ કહ્યા છે. ત્રષિ કેને કહેવાય. જે સંયમ લઈને તપ કરે તેને ઋષિ કહેવાય. અહીં નમિરાજ તે સંસારમાં છે, છતાં તેમને નમિરાજર્ષિ શા માટે કહ્યા તે વાત આગળ આવશે. આ અધિકાર સાંભળવા જેવો છે. નમિરાજર્ષિ પ્રત્યેક બુદ્ધ થયા છે. આ ચાવીસીમાં ચાર પ્રત્યેક બુદ્ધ થયા છે. करकण्डु कलिंगेसु, पंचालेसु य दुम्मुहो । નાના રાજા વિપુ. ના છે અ. ૧૮ ગા. ૪૬ કલિંગ દેશમાં કરકંડુ, પાંચાલ દેશમાં દ્વિમુખ, વિદેહ દેશમાં નમિરાજા, અને ગંધાર દેશમાં નગ્નતિ નામના રાજા થયા. આ ચાર પ્રત્યેક બુદ્ધ થયા. કંઈ નિમિત્ત દેખીને જાતિસ્મરણ જ્ઞાન થાય ને પછી વૈરાગ્ય પામી દીક્ષા લે તેને પ્રત્યેક બુદ્ધ કહેવાય. પહેલાના સામાન્ય નિમિત્ત મળે ને વૈરાગ્ય પામે. - એક વખત રાજા વસંત્સવ ઉજવતા હતા. તે ઉત્સવમાં એક થાંભલાને નાડાછડી, મીંઢળ બાંધી તેનું પૂજન કર્યું. બધા તેનું પૂજન કરતા હતા. તમે પરણ્યા ત્યારે પણ માણેકસ્તંભ રોપ્યો હતે. તેને પણ નાડાછડી, મીંઢળ વિગેરે બાંધીને પૂજન કર્યું હતું ને ? ત્યારે તેની કિંમત કેર્લી? અને લગ્ન પતી ગયા, ચાર પાંચ દિવસ પછી તે કયાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy