________________
શારદા રત્ન મહાત્મા હોવા જોઈએ. આમ વિચારીને તેણે કણમુનિને ગૌચરી માટે બોલાવ્યા. પ્રભુ! આપ પધારી ને મારી ઝુંપડી પાવન કરો. મુનિ ડેશીને ઘેર ગૌચરી ગયા. ડોશીજી તેમના ઘરમાં લાડવા હતા તે મુનિને વહોરાવી દીધા. કેટલા લાંબા સમયે ગૌચરી મળી છતાં મનમાં હર્ષ નહીં, કારણ કે લાભમાં અલાભમાં જેણે સમભાવ કેળવ્યા છે એવા મુનિને મળે તે હર્ષ નથી. ન મળે તે ખેદ નથી.
ભગવાનને પૃચ્છા કરતાં ઢંઢણમુનિ ઢઢણમુનિ ગૌચરી લઈને આવ્યા. ભગવાનને વંદન નમસ્કાર કરીને કહે છે મારા તારણહાર પ્રભુ! આજે મને મારી લબ્ધિને આહાર મળે છે? શું ઘણા દિવસોથી ચાલતા મારા લાભાંતરાય કર્મનો ક્ષય થયો? અહીં તે ગુરૂ મહાન અને શિષ્ય પણ મહાન. આજે આવા સંત મળવા દુર્લભ છે. ભગવાન બેલ્યા-હે ઢંઢણ! આ આહાર તારી લબ્ધિને નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિને છે, માટે આ આહાર તમને કલ્પતો નથી. આ આહાર તમે નિર્જીવ જગ્યા જોઈને ત્યાં પરઠવી દે. મનમાં વિચાર પણ નથી આવતો કે આટલા સમયે મને આહાર મળ્યો. છતાં આમ કહે છે ! ભગવાનની આજ્ઞાને તહત્ કરી ઢંઢણમુનિ નિર્જીવ ભૂમિમાં લાડવા પરઠવવા ગયા. હળુકમી મક્ષગામી જીવ છે, પરઠવવા માટે લાડવાને ચાળે છે દ્રવ્યથી લાડવા ચળે છે પણ આત્માનું મંથન જુદું જ છે. અહો ! મારા જીવે કેવાં ચીકણું કર્મો બાંધ્યાં છે ! પિતાના પાપને પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપ કરતાં આત્મા વિચાર ધારાએ ચઢતી આઠમાં ગુણઠાણે જઈ ક્ષપકશ્રેણી માંડી અને ત્યાંથી નવમે, દશમે અને બારમાને છે સમય અને તેમાં ગુણઠાણના પહેલા સમયે ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળ દર્શન પામી ગયા. લાડવાને ચૂર કરતાં કર્મને ચૂરો કરી નાખ્યો. ધન્ય છે આવા મુનિને ! તેમને આપણે કેટી કેટી વંદન !
તપ સાધનાના દિવસો નજીક આવી રહયા છે. તપની મોરલી વાગી રહી છે, મેરિલીના સૂરે આત્માને જગાડજે. આરાધના કરવા એલાન વાગી રહયું છે. તપોધની આભાઓ જાગજે. તપ કરવા શૂરવીર થજે. વધુ ભાવ અવસરે
વ્યાખ્યાન નં.-૬ અષાડ વદ ૫ ને મંગળવાર
તા. ૨૧-૭-૮૧ અનંત ઉપકારી સર્વજ્ઞ ભગવાન ભવ્ય જીને સમજાવતાં કહે છે કે કષાયો અને ઈન્દ્રિથી છતાયેલે એવો આ આત્મા સંસારી છે, અને એ જ આત્મા જ્યારે કષાયે અને ઈન્દ્રિયોને વિજેતા બને છે ત્યારે મેક્ષ સ્વરૂપને પામે છે. એ આત્મા સિદ્ધ છે. જે જે આત્માઓ મેક્ષપદને પામ્યા છે તે બધા આત્માએ કષાયો અને ઈન્દ્રિયોના વિજેતા બનીને મોક્ષ પામ્યા છે. અત્યાર સુધીમાં અનંત આત્માઓએ પિતાના મેક્ષ સ્વરૂપને