SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન છે કાયદો કર્મરાજને, હિસાબ છે પાઈ પાઈને, વોરંટ વગડે આવશે, રાજ નથી પિપાબાઈનું. તું પાતાળમાં જઈશ કે પહાડ પર જઈશ, જંગલમાં જઈશ કે ગુફામાં જઈશ, ગમે ત્યાં જઈશ, પણ કર્મરાજાનું વોરંટ તે પાછળ આવવાનું છે, તેમાંથી બચવા મંગલકારી દિવસો આવી રહ્યા છે. તપ કરે, કરા અને અનુમોદન આપો. ઢંઢણમુનિને જીવ અશુભ કર્મોને ખપાવતે ખપાવતે મનુષ્ય ભવમાં આવ્યો. ભગવાન નેમનાથ પ્રભુ તેમને કહી રહ્યા છે તે ઢંઢણ ઘણું ભવ પછી તું અહીં કૃષ્ણ વાસુદેવને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. પારાશરના ભવમાં અજ્ઞાનપણે તે આવા કર્મો બાંધ્યા. જ્યાં સુધી જીવ અજ્ઞાન હોય છે ત્યાં સુધી તેને ખ્યાલ નથી હોતો કે હું જે કર્મો કરી રહ્યો છું તેના ફળ અવશ્ય મારે ભોગવવા પડશે. અજ્ઞાન એ દુઃખ છે ને જ્ઞાન એ સુખ છે, તેથી ભગવાન બોલ્યા છે કે અજ્ઞાની છે દુઃખની સંભાવનાવાળા છે. તેવા મૂઢ સંસારમાં અનંતકાળ સુધી રખડે છે, માટે કર્મ કરતા પાછા વળો. ભગવાન કહે છે તે ઢંઢણ! તે અજ્ઞાનપણામાં જીવોને ત્રાસ આપ્યો, તેના પર જુલમ કરવામાં બાકી ન . રાખ્યો, તારા દિલમાં માનો કે પશુઓ પ્રત્યે અનુકંપા નહોતી તેથી કાળી મજુરી કરાવતે, ને પુરતું ખાવા આપતે નહીં. તે ખાવાપીવાની અંતરાય પાડીને ચીકણું કરે બાંધ્યા તે તું આજે જોગવી રહ્યો છું. सव्वे पुव्व कयाण कम्माणं पावए फल विवागे । अवराहेसु गुणेसु य, निमित्तमित्त परो होइ ॥ બધાને પોતાના કર્મના ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ભોગવવા પડે છે. અપરાધ અથવા ગુણોના વિષયમાં બીજા તે નિમિત્ત માત્ર છે. સુખદુઃખને આપવાવાળા બીજા કઈ નથી. બીજા મને સુખ દુઃખ આપે છે, એમ માનવું એ આપણી ટુબુદ્ધિ છે. બધું હું જ કરું છું. આ મનુષ્યનું બેટું અભિમાન છે. કારણ કે સંસારના દરેક જીવો પોતપોતાના કર્મો રૂપી દરથી બંધાયેલા છે. આત્મા પોતાના કરેલાં કર્મોથી બંધનમાં પડે છે. કરેલાં કર્મોને ભગવ્યા વિના મુક્તિ નથી. જીવ જેવા કર્મો કરે છે તેવા તેને ભોગવવા પડે છે. સારા. કર્મોના ફળ સારા મળે છે ને અશુભ કર્મોના ફળ અશુભ મળે છે. ટ્રેઈનના પ્લેટફોર્મ પર અનેક મુસાફરે ઉભા હોય છે. બધા એક સ્થળે જનારા હોતા નથી. જુદી જુદી દિશામાં જનાર હોય છે પણ જેણે જેવી ટિકિટ લીધી હોય તેવા કલાસમાં બેસવાનું મળે છે. ફર્સ્ટ કલાસની ટિકિટ લીધી હોય તો ફર્સ્ટ કલાસમાં બેસવાનું, સેકંડ કલાસની ટિકિટ લીધી હોય તે સેકંડ કલાસમાં પણ થર્ડ કલાસની લઈને ફર્સ્ટમાં બેસવા જાય તે શી દશા થાય? ડબલ પસા ગાર્ડને ચૂકવવા પડે છે. તે છતાં કયારેક ગાર્ડ તેને અધવચ ઉતારી પણ દે. તે રીતે જીવે અશુભ કર્મો કરીને દુર્ગતિની ટિકિટ ખરીદી હોય તે પછી તેને મેક્ષગતિ સમાન ફર્સ્ટ કલાસમાં બેસવાનું કયાંથી મળે?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy