________________
શારદા રત્ન
- વ્યાખ્યાન નં-૨ અષાડ વદ એકમ ને શુક્રવાર
- તા. ૧૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! વિશ્વવંદનીય, લોક્ય પ્રકાશક, શાસનપતિ ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આધિ, વ્યાધિ અને ઉપાધિના સંતાપથી સંતપ્ત બનેલા વિશ્વના જીવોને શાશ્વત શાંતિ આપવાને માટે કરૂણાથી પ્રેરિત થઈને દિવ્ય દેશનાની નિર્મળ ગંગા વહાવી. તેની શીતલધારામાં સ્નાન કરીને ભૂતકાળમાં અનંતા જીવોએ ત્રિવિધ તાપથી મુક્તિ પ્રાપ્ત કરી છે. વર્તમાનમાં સંખ્યાતા છ મુક્તિ પામે છે અને ભવિષ્યકાળમાં અનંતા જીવો મુક્તિ પ્રાપ્ત કરશે. ભગવાનની દિવ્ય દેશના ઉદેશ બતાવતાં પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે
જીવનમાં શાસ્ત્ર કેવા આધારભૂત છે –“ સદવ નજીવી રહ્યા ટુવાણ પાવચળ મવચા સુ”િ સંસારના સર્વ જીની રક્ષા રૂપ દયાને માટે ભગવાને ધર્મદેશનાનું દિવ્ય દાન આપ્યું છે. આ પંચમ આરામાં જીવોને ભગવાનના શાસ્ત્ર આલંબન રૂપ છે. જેમ ભૂખથી પીડિત જીવોને અન્નને આધાર છે, તરસ્યા માણસને પાણને આધાર છે. કેઈ માણસ મુસાફરીએ નીકળ્યો ને અવળે રસ્તે ચઢી ગયો. માર્ગ : ભૂલી જવાથી સાચી દિશા જડતી નથી, તેથી ભયંકર અટવીમાં આથડી રહ્યો છે. આવા માર્ગ ભૂલેલા જીવને કઈ માગને જાણકાર ભમી મળી જાય છે તે તેને કેટલે ઉપકાર માને? તે જીવનમાં તેને કયારે પણ ભૂલે ખરો! ન ભૂલે. અટવીમાં ભૂલા પડેલા છાને ભેમી આધાર છે. કેઈ માણસ સમુદ્રની મુસાફરીએ નીકળે. ઘણે દૂર જવું છે, પણ રસ્તામાં ભયંકર તેફાન શરૂ થયું અને એ તેફાનમાં તેમની નૌકા પાણીમાં ડૂબી ગઈ અને માણસે બધાં પાણીમાં તણાવા લાગ્યા. પાણીમાં ડૂબતા જીવો શું છે?
મને બીજી કઈ નૌકાનો અગર લાકડાના પાટીયાને સહારો મળી જાય તે હું તરતે તરત સામે કિનારે પહોંચી શકું.” સમુદ્રમાં ડૂબતા જીવોને નૌકા અથવા લાકડાના પાટીયા આધારભૂત લાગે છે. કેઈ માણસ મહાભયંકર રોગથી પીડાતા હોય ને કોઈ હિસાબે દઈ શાંત થતું ન હોય ત્યારે તેને કઈ સારા વૈદ કે ડેકટર મળી જાય ને તેના રોગની ચિકિત્સા કરીને દવા આપે. જે તેને શાતા વેદનીયનો ઉદય હોય તો તે દવાથી તેને રોગ શાંત થઈ જાય. રોગી માનવને ઔષધને આધાર છે. કેઈ આંધળે માણસ હેય, બિચારો આંખેથી કંઈ જોઈ શકતો ન હોય, તેને એક સ્થાનથી બીજે સ્થાને જવું હોય તે તે લાકડીના આધારે જઈ શકે છે. આંધળા માણસને લાકડીને આધાર છે, માટે સમજો. પરભવ જાતાં જીવને કેઈ આધાર હોય તે શુભાશુભ કર્મો છે, તેમ ભવ્ય જીવોને સૂત્રનો આધાર છે. આ કાળમાં આપણુ પાસે તરવા માટે શાસ્ત્ર સિવાય બીજા કેને સહારો છે? જે શાસ્ત્રો છે તે તેનું વાંચન, મનન કરીને જાણી શકીએ કે જીવ કર્મો કેવી રીતે બાંધે છે ને કેવી રીતે છેડે છે? આ મનુષ્ય જન્મ પામીને જીવે શું કરવા જેવું છે ને શું છોડવા જેવું છે? જે શા આપણી પાસે ન હોત તે આપણને આ